પ્રેરક પ્રસંગ / ક્યારેય પણ જ્ઞાનીઓનો મજાક ન ઉડાવવો જોઈએ, નહીંતર આપણી જ મૂર્ખતા સિદ્ધ થાય છે

Never should the joke of Gnanis be done, otherwise our stupidity can be achieved

ddivyabhaskar.com

May 16, 2019, 08:01 PM IST

- સ્વામી વિવેકાનંદે એક વ્યક્તિને પૂછ્યું કે કહો કે કબીરદાસે દાઢી કેમ રાખી હતી?

ધર્મ ડેસ્ક- રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એવો જ જાણીતો પ્રસંગ જેમાં એક માણસે સ્વામીજીનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.

> પ્રસંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી રહી હતી. અનેક લોકો તેમને રોજ મળવાં આવતાં હતાં. કેટલાક લોકો ખૂબ જ કઠણ પ્રશ્ન પૂછી લેતાં હતાં, પરંતુ વિવેકાનંદ ઘણી સરળતાથી તેનો જવાબ આપી દેતાં હતાં. સરળ અને સચોટ જવાબ જાણીને લોકો તેમની બુદ્ધિમાનીની પ્રશંસા કરતાં હતાં. એવી જ રીતે એક દિવસ એક માણસે વિચાર્યું કે આજે હું સ્વામીજીને કોઈ એવો પ્રશ્ન પૂછું, જેનો જવાબ તેઓ ન આપી શકે. એ વખતે ત્યાં ઘણા લોકો બેઠાં હતાં. બધાની સામે એ માણસે સ્વામીજીને પ્રશ્ન પૂછવાની પરવાનગી માંગી.

> સ્વામીજીએ કહ્યું કે જે પૂછવું હોય તે પૂછો, એ માણસે પૂછ્યું કે સ્વામીજી એ કહો કે કબીરદાસજીએ દાઢી શા માટે રાખી હતી?

> વિવેકાનંદે સમજાઈ ગયું કે આ માણસ માત્ર મજાક ઉડાવવા માટે જ આવો પ્રશ્ન પૂછી રહ્યો છે. તેમને એ યુવકને કહ્યું કે જો કબીરદાસજી દાઢી ન રાખતાં હોત તો આજે તમે મને પૂછતાં કે તેમને દાઢી શા માટે ન રાખી હતી?

> આ જવાબ સાંભળીને તે વ્યક્તિ શરમાઈ ગયો અને ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો. ત્યાં બેઠેલાં બધા લોકો વિવેકાનંદજીના જ્ઞાનની સામે નતમસ્તક થઈ ગયા.

કથાની શીખ-


આ કથાની શીખ એ છે કે આપણે ક્યારેય પણ જ્ઞાની લોકોનો મજાક ઉડાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આવો પ્રયત્ન કરવાથી આપણે પોતે જ મૂર્ખ સાબિત થઈએ છીએ. જ્ઞાનીઓને હંમેશાં માન-સન્માન આપવું જોઈએ. તેનાથી આપણને પણ સન્માન પ્રાપ્ત થાય છે.

X
Never should the joke of Gnanis be done, otherwise our stupidity can be achieved
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી