તીર્થ દર્શન / ગુજરાતના ઝૂલાસણમાં ડોલા માતા મંદિરમાં મુસ્લિમ મહિલાની પૂજા થાય છે, 5000ની વસ્તી ધરાવતા ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી

Muslim women worship in Dola Mata temple in Jhalasan of Gujarat; There is no Muslim family in villages having population of 5000

ddivyabhaskar.com

May 15, 2019, 01:14 PM IST

ધર્મ ડેસ્ક- ગુજરાતમાં અમદાવાદથી 40 કિ.મી દૂર ઝૂલાસણ નામનું એક ગામ છે. આ ગામ ડોલા માતાના મંદિરને લીધે જાણીતું છે. ડોલા માતાનો ઉલ્લેખ કોઈ હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળતો નથી. આ દુનિયામાં એક માત્ર એવું હિન્દુ મંદિર છે, જેમાં એક મુસ્લિમ મહિલાની પૂજા દેવી રૂપમાં કરવામાં આવે છે. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાની વીરતાનું પ્રતીક છે. અહીંના રહેવાસીઓના કહેવા પ્રમાણે ડોલા માતા ગામનું રક્ષણ કરે છે અને લોકોની તકલીફો દૂર કરે છે.

દેવીના રૂપમાં મુસ્લિમ મહિલાની પૂજા થાય છે-

આ મંદિરમાં ડોલા નામની મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવે છે. ડોલા વિશે એવું કહેવાય છે કે લગભગ 800 વર્ષ પહેલાં આ ગામ ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ડોલાએ વીરતાપૂર્વક એ હુમલાખોરો સામે લડીને ગામનું રક્ષણ કર્યું અને શહીદ થઈ ગઈ. કહેવાય છે કે ડોલાનું મૃત શરીર એક ફૂલમાં ફેરવાઈ ગયું હતું. ડોલાની વીરતા અને સન્માનમાં ગામના લોકોએ આ જગ્યાએ એક મંદિરનું નિર્માણ કર્યું, જ્યાં ડોલાએ પોતાના પ્રાણ છોડ્યા હતાં અને તેની દૈવીય શક્તિના રૂપમાં પૂજા કરવા લાગ્યાં હતાં.

મંદિરમાં કોઈ મૂર્તિ નથી-

ગામના લોકોએ અહીં ડોલા માતાનું એક ભવ્ય મંદિર બનાવ્યું. આ મંદિર ભવ્ય હોવાની સાથે-સાથે ખૂબ જ સુંદર પણ છે. આ મંદિરનું નિર્માણ લગભગ 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી, અહીં માત્ર એક પત્થર છે જેની પર રંગીન કપડું ઢાંકેલું છે. કપડાંથી ઢાંકેલાં આ પથ્થરને ડોલા માતા માનીને તેની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર સિવાય પણ બીજી એક ખાસિયતને લીધે ઝૂલાસણ જાણીતું છે-

આ ગામ ત્યારે સમાચારોમાં આવ્યું હતું, જ્યારે ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ પોતાના પિતા સાથે આ ગામમાં ડોલા માતાના દર્શન કરવા માટે આવી હતી. આ ગામની બીજી એક ખાસિયત એ પણ છે કે લગભગ 5000 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ દરેક ઘરમાંથી કોઈ એક સભ્ય વિદેશમાં રહેતું હોય છે. ગામના નિવાસી વિષ્ણુ પટેલે જણાવ્યું કે ડોલા માતા મુસ્લિમ હોવા છતાં ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી. જો કે રવિવાર અને ગુરુવારે ડોલા માતાના મન્નતનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો પણ દર્શને આવે છે.

અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ સાથે જોડાયેલું છે-

ઝૂલાસણ ગામના જે લોકો વિદેશોમાં વસ્યા છે, તેમાં અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા પણ છે. દીપક પંડ્યા 22 વર્ષની ઉંમર સુધી ઝૂલાસણમાં રહેતાં હતાં. ત્યારબાદ તેઓ અમેરિકા જતાં રહ્યાં. સુનીતા વિલિયમ્સ જ્યારે અંતરિક્ષમાં જવાની હતી ત્યારે પોતાના પિતાની સાથે ડોલા માતાના આશીર્વાદ લેવા ઝૂલાસણ આવી હતી. મંદિરના પુજારી દિનેશ પંડ્યાના જણાવ્યા અનુસાર ગામમાં કોઈપણ એનઆરઆઈ કે વિદેશમાં લગ્ન કરીને પાછા આવતા રહેવાસીઓ એરપોર્ટથી સીધા ડોલા માતાના દર્શન કરવા આવે છે, ત્યાર પછી જ પોતાના ઘરે જાય છે. તેમણે જણાવ્યું હતું કે સુનીતા ગામની પુત્રી છે. તેઓ અંતરિક્ષથી પાછી ફર્યા પછી પણ ફરીથી ડોલા માતાના મંદિરે દર્શન કરવા આવી હતી.

X
Muslim women worship in Dola Mata temple in Jhalasan of Gujarat; There is no Muslim family in villages having population of 5000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી