• Gujarati News
  • Dharm darshan
  • Motivational Story About Happiness, Prerak Prasang, Inspirational Story About Success, How To Get Happiness In Life

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈ વ્યક્તિની સુખ-સુવિધા જોઈ એ વાતનો અંદાજો નથી લગાવી શકાતો કે તેનું જીવન સુખી છે કે નહિ. ઘણા લોકો એવા છે, જેમની પાસે તમામ સુખ-સુવિધાઓ છે, પરંતુ તેમનું મન અશાંત રહે છે. આ સંબંધિત એક લોક કથા પ્રચલિત છે આવો જાણીએ...

પૌરાણિક સમયે એક રાજા પાસે સુખ-સુવિધાના બધા સાધનો હતા, મોટું રાજ્ય, અપાર ધન-સંપત્તિ, વિશાળ સેના. રાજાને તેની આ સંપદાઓ પર ખૂબ ઘમંડ હતો. એક દિવસ તેના રાજ્યમાં એક સંત આવ્યા. સંતનો ઉપદેશ સાંભળવા માટે ઘણા લોકો આવવા લાગ્યા. ધીરે ધીરે આ સંતની પ્રસિદ્ધિ વધવા લાગી.

થોડા દિવસ પછી તેમનો ઉપદેશ સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ વાત જ્યારે રાજાના કાને પહોંચી તો રાજાએ સંતને તેમના દરબારમાં આમંત્રિત કર્યા. સંત માટે પકવાન તૈયાર કરાયા અને આદર સત્કાર અપાયું.

ભોજન બાદ જ્યારે સંત પોતાના કુટિર તરફ જવા લાગ્યા તો રાજાએ સંતને કહ્યું ગુરુદેવ મારી પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુ છે, ધન છે. હું આ સંસારમાં સૌથી સુખી છું. તમે ઈચ્છો તો તમને પણ આ સુખ આપી શકું છું. તમે જે ઈચ્છો એ માગી શકો છો.

સંતે રાજાનું કહ્યું કે, રાજન હું મારા જીવનથી સંતુષ્ટ છું. કારણ કે મારી જરૂરિયાતો ખૂબ ઓછી છે, મારું મન શાંત છે અને મને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. એમ પણ સંસારમાં સૌથી સુખી એ માણસ ગણાય છે, જેનો અંતિમ સમય સુખી હોય.

સંતની આ વાત સાંભળી રાજા ક્રોધિત થયા અને સંતને મહેલમાંથી બહાર જવા માટે કહ્યું. સંત પણ પ્રભુનું સ્મરણ કરતાં પોતાના કુટિરમાં પહોંચી ગયા. કેટલાક દિવસ પછી રાજાના શત્રુઓએ રાજ્ય પર આક્રમણ કર્યું.

રાજાની સેના યુદ્ધમાં પરાજીત થઈ. વિરોધી સેનાએ રાજાને કેદી બનાવ્યા. હવે રાજાને મૃત્યુદંડ આપવાની તૈયારીઓ થવા લાગી. આ બધુ જોઈ રાજાને સંતની વાત યાદ આવી કે જે વ્યક્તિનો અંતિમ સમય સુખી હોય છે , તે જ સુખી કહેવાય છે.

તેવામાં ત્યાં સંત આવી પહોંચ્યા. વિરોધી રાજા સંતનું સન્માન કરતા હતા. સંતને જોઈ કેદમાં રહેલા રાજા સંતના ચરણોમાં આવી પડ્યા અને કહ્યું, તમે સાચું કહ્યું હતું કે જેનો અંત સુખી હોય છે તે જ સુખી કહેવાય છે. હવે મારો ઘમંડ તૂટ્યો છે.

સંતે રાજાને ઉભા કર્યા અને વિરોધી રાજાને તેને છોડી મૂકવા કહ્યું. વિરોધી રાજાએ સંતની વાત માની લીધી અને રાજાને આઝાદ કર્યા.

પ્રસંગનો પાઠ
આ કથાનો પાઠ એ છે કે માત્ર સુખ સુવિધાઓથી જ કોઈ માણસ સુખી નથી થઈ શકતો. તેના માટે મન શાંત રહેવું જરૂરી છે. સંતુષ્ટ લોકો જ જીવનમાં સુખી અને શાંત રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...