• Gujarati News
  • Dharm darshan
  • Motivational Quotes Of Vivekanand, Swami Vivekanand Birth Anniversary 2022, Quotes Of Vivekananda For Sharing

આજે વિવેકાનંદ જયંતિ:જો તમે ઇચ્છો છો કે લોકો તમારા ઉપર વિશ્વાસ કરે તો તે સમયે કામ માટે પ્રતિજ્ઞા કરો, ઠીક તે સમયે તેના ઉપર કામ શરૂ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

આજે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિ છે. તેમનો જન્મ 1863માં કોલકાતાના એક પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમને નરેન્દ્રનાથ દત્તના નામથી ઓળખવામાં આવતાં હતાં. તેમના પિતા વિશ્વનાથ દત્ત હાઈકોર્ટમાં વકીલ હતાં. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. નરેન્દ્રએ 25 ની ઉંમરે સંન્યાસ ધારણ કરી લીધો હતો. પછી તેઓ સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા. 1893માં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ મહાસભા યોજાઇ હતી, જેમાં તેમણે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. સ્વામીજીએ રામકૃષ્ણ પરમહંસ મિશનની સ્થાપના કરી હતી. 4 જુલાઈ, 1902ના રોજ સ્વામીજીએ દેહ ત્યાગ કર્યો હતો.

સ્વામી વિવેકાનંદના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. જાણો તેમના થોડા ખાસ વિચારો...