મંગળનું રાશિ પરિવર્તન / મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન પરાક્રમ ભાવમાં થઈ રહ્યું હોવાથી કામનું સારું ફળ મળશે નહીં

mangal Rashi parivartan 7 May 2019
X
mangal Rashi parivartan 7 May 2019

divyabhaskar.com

May 07, 2019, 03:14 PM IST

ધર્મડેસ્ક: 7મી મેના રોજ મંગળ ગ્રહ જે સેનાપતિ ગણાય છે તે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પરિવર્તન થયો છે.  મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ ગ્રહ છે, રાહુ અને મંગળની યુતિથી અંગારક યોગ બન્યો છે. મંગળ અને રાહુ પર શનિ અને કેતુની દ્રષ્ટિ પણ પડી રહી છે. જેની દરેક રાશિ પર  અલગ-અલગ અસર રહેશે. કઈ રાશિ પર કેવી અસર થશે તે જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ અહીં જણાવી રહ્યા છે.
 

મંગળના રાશિ પરિવર્તનની દરેક રાશિ પર અસર અને સારું ફળ મેળવવાના ઉપાય

મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન પરાક્રમ ભાવ પર થઈ રહ્યું છે. કેતુ અને શનિની દ્રષ્ટિના લીધે તમને કામકાજનું સારું પરિણામ મળશે નહીં. વિદેશ ગમનથી ફાયદો થશે. કોર્ટ-કચેરીમાં સફળતા મળશે. ભાઇઓ વચ્ચે વાદ-વિવાદ ટાળવો. ધાર્મિક પ્રસંગો આવશે. કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાંની આવક ઘટશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.


ઉપાય તરીકે નિયમિત રીતે ગાયને ગોળ અને કૂતરાને રોટલી આપવી. મૃત્યુંજય મંત્રના જાપ કરવા. હનુમાનજીની સેવા કરવી.

વૃષભ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા બીજા ભાવ પર થઈ રહ્યું છે, જે આર્થિક રીતે સમય ખરાબ કહી શકાય. ધનહાનિ થઈ શકે છે. પરિવાર વચ્ચે સુમેળ રહશે નહીં. સ્વાસ્થ્ય બાબતે પણ ધ્યાન રાખવું પડશે. વાણી પર સંયમ રાખવો. પોતાના માણસોથી તમે દૂર ન થઇ જાવ તેનું ધ્યાન રાખવું. કોઈના કહ્યા પ્રમાણે કામ કરવામાં નુકસાન થશે, તેનું ધ્યાન રાખવું. વિદેશ યાત્રામાં ફાયદો થાય. કોર્ટ-કચેરીમાં સફળતા મળશે. વ્યાપારીઓ માટે સમય થોડો નબળો છે. નોકરિયાતવર્ગ માટે સારો સમય છે.


ઉપાય તરીકે મંગળ મંત્રના જાપ કરવા. શિવજીને અભિષેક કરવો. ગરીબોને ભોજન આપવું.

મિથુન રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા લગ્ન સ્થાન પર થઇ રહ્યું છે, જેનાથી માનસિક ઉચાટમાં વધારો થાય. શનિ અને મંગળ દોષ પતિ-પત્નીના સંબંધો બગાડે. સાથે ખોટા આક્ષેપો આવે. ભાગીદારીના ધંધામાં નુકસાન થાય અને આસપાસમાં મતભેદ થવાની સંભાવના છે. નાણાંકીય લેવડદેવડ કરવાથી દૂર રહેવું. માતાના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા થાય. સંતાન સંબંધી ટેન્શનમાં પણ વધારો થાય. વિદેશ-ગમનમાં ફાયદો થઈ શકે છે. નવા વ્યાપારની શરૂઆત પણ કરી શકો છો. નોકરીમાં પણ ચેન્જિંગ આવી શકે છે. નોકરીમાં બદલી  થવાના યોગ રહેલા છે. 


ઉપાય તરીકે આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવા. મંગળવારે ગાયને ગોળ ખવડાવવો અને શનિવારે ગરીબોને ભોજન આપવું.

કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તન દ્વાદશ ભાવમાં થતું હોવાથી તમારા ખર્ચમાં વધારો થવાનો યોગ છે. કોર્ટ-કચેરીમાં સાવધાન રહેવું. ખોટું કામ કરવું નહીં. કોઈની વાતમાં આવીને ખોટો નિર્ણય પણ લેવો નહીં. તમારા પરિવારના સભ્યોમાં વધારો થાય તેવા સંકેતો જોવા મળે છે. પૈસાની લેવડ-દેવડથી સંપૂર્ણ દૂર રહેવું. પૈસાને લઈને વાદ-વિવાદમાં ઊતરવું નહીં. મિત્રો સાથે સંબંધો સુધરશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. પ્રેમ-સંબંધોમાં પણ ખટપટ થઈ શકે છે. નોકરીમાં બદલી થઈ શકે છે. મામા મોસાળ પક્ષ માટે સમય સારો રહેશે.


ઉપાય તરીકે મંગળ મંત્રના જાપ કરવા. શનિની વસ્તુઓનું દાન આપવું. ગાયોની સેવા કરવી.

સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા એકાદશ ભાવમાં થતું હોવાથી આવકમાં અવરોધ આવશે. પંચમ ભાવમાં રહેલો શનિ અને કેતુ શાપિત દોષ બનાવે છે. અભ્યાસમાં પણ નુકસાન કરાવશે. પ્રેમ સંબંધો બગાડશે. જેના પર વિશ્વાસ કરશો તે તમને ઇમોશનલ બ્લૅકમેલ ન કરે તેનું ધ્યાન રાખવું. તમને કેટલાક નવા કામોની ઓફર મળશે. તેના ગુણદોષ જોઈ એ કામમાં રસ રાખવો. પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું. વિશ્વાસે વહાણ હંકારવું નહીં. સંતાન સંબંધી ચિંતામાં વધારો થાય. સંતાનના અભ્યાસ અંગે તમે ચિંતામાં રહેશો. ધંધા માટે સમય એકંદરે સામાન્ય રહેશે. નોકરી વગેરેમાં પરિવર્તન આવી શકે છે. નાની-મોટી યાત્રાનો યોગ પણ બને છે.  કૌટુંબિક વાદ-વિવાદથી દૂર રહેવું.  આવક સમાન્ય રહેશે. 


ઉપાય તરીકે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. શિવજીને અભિષેક કરવો. ગરીબોને ભોજન આપવું. વડીલોનું માન-સન્માન જાળવવું.

કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન કર્મક્ષેત્રમાં થતું હોવાથી તમારા કામકાજમાં વધારો થાય. પરંતુ સામે શનિ અને કેતુના કારણે સુખની પ્રાપ્તિ ઓછી થાય. માતા-પિતા વચ્ચે મતમતાંતર બને. તમારા ધારેલા કાર્યોમાં નિષ્ફળતા મળે. જમીન-મકાન સંબંધી વાદ-વિવાદમાં વધારો થાય. ધંધાદારી વ્યક્તિઓએ સાવધાની રાખવી. ખોટા આક્ષેપમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોમાં તિરાડ પડી શકે છે. ઘરેલુ વાદવિવાદમાં વધારો થાય. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. નાની-મોટી યાત્રા કરવી પડશે. ખોટા કામથી દૂર રહેવું. નવા વ્યાપારમાં સુધારો કરવા માંગો છો, પણ કાયદાની ગૂંચવણ આવે નહીં તેની કાળજી રાખવી. નવા મકાન કે જમીનના સોદામાં સફળતા મળશે નહીં.


ઉપાય તરીકે મહામૃત્યુંજયનો પ્રયોગ કરવો. ગરીબોને ભોજન આપો. વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો.

તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા ભાગ્ય સ્થાન પર થઈ રહ્યું છે, જેના કારણે ભાગ્યમાં વૃદ્ધિ થશે. શનિ ગ્રહની સ્થિતિના કારણે ઘણા અવરોધો દૂર થશે. તમારા ઘણા અંગત મિત્રો નુકસાન કરવા તત્પર હોઈ શકે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે. નોકરી અને વ્યાપારમાં પરિવર્તન આવી શકે છે. નોકરી-ધંધામાં ધારેલી સફળતા મળશે. સંતાન અંગેની ચિંતામાં પણ ઘટાડો થાય. આર્થિક રીતે સમય થોડો નબળો છે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે તમને રાહત રહેશે. નવા મિત્રોને મુલાકાત તમને નવા ધંધા તરફ લઈ જાય, પરંતુ તે તરફ દોડવાની જરૂર નથી.


ઉપાય તરીકે ગાયને ગોળ અને રોટલી ખવડાવો. હનુમાનજીને તેલ સિંદૂર ચઢાવો. ગરીબોને ભોજન આપો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા આઠમાં ભાવમાં થઈ રહ્યું છે જે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવા જેવી બાબત છે. માન-સન્માનમાં ઠેસ પહોંચે અથવા ધારેલી સફળતા મળશે નહીં. કોઈપણ બાબતે ઉતાવળ કરવી નહીં. અહંકારથી દૂર રહેવું. તમારા ધંધામાં ફાયદો થશે. કુટુંબમાં વિવાદ થઈ શકે છે. સાથીઓ અને મિત્રો તમને દગો આપી શકે છે. વાણી પર સંયમ રાખવો, જેનાથી આર્થિક નુકસાન અટકાવી શકાય. વિદ્યાર્થીઓ માટે સમય એકંદરે સારો છે. પરંતુ જમીન મકાનના પ્રશ્નો ઊભા થશે.


ઉપાય તરીકે મંગળ મંત્રના જાપ કરવા. શિવજી પર જળાભિષેક કરો. ગરીબોને ભોજન અને વસ્ત્રનું દાન કરો.

ધન રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા સાતમા ભાવ પર થઈ રહ્યું છે, જેના કારણે પતિ-પત્ની વચ્ચે મત-મતાંતર થાય. સાથીઓ સાથે પણ સંબંધો બગડી શકે છે. ભાગીદારીના ધંધામાં કદાચ ભાગીદારી તોડવી પડે.  નાણાકીય વ્યવહાર સંબંધો બગાડી શકે છે. યાત્રા પ્રવાસનો યોગ બનશે વિદ્યાર્થીઓ માટે એકંદરે આ પરિવર્તન સારું છે. પ્રેમ સંબંધોમાં તિરાડ પડવાની સંભાવના રહેલી છે. ખોટી દોડાદોડી કરવાની જરૂર નથી. વ્યાપાર અને નોકરીમાં સફળતા મળી શકે છે.  જૂના અટવાયેલા કામો પણ પૂરાં થશે.


ઉપાય તરીકે રૂદ્રાભિષેક અને વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવો.  ગાયને ઘાસ ખવડાવવું.

મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા છઠ્ઠા ભાવ પર થઈ રહ્યું છે, જેનાથી સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવું. નાણાકીય સ્થિતિ બગડી શકે છે. નાણાની લેવડ-દેવડથી દૂર રહેવું. સંતાન સાથે મતભેદ રહે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે. ધાર્મિક પ્રસંગો બની શકે. વ્યાપારમાં વધારો કરી શકાય. એકંદરે સમય  સામાન્ય રહેશે. ખોટી ઉતાવળ કરી કામ બગાડવું નહીં. પતિ-પત્ની વચ્ચે પણ થોડા મત-મતાંતરની સંભાવના છે. સંતાન અંગે ચિંતા રહેશે. આવક કરતાં ખર્ચમાં વધારો થાય. બિઝનેસમાં વિશેષ સફળતા દેખાતી નથી. નોકરિયાત વર્ગ માટે સમય સામાન્ય રહેશે. સાડાસાતીની અસર વર્તાશે. સ્થાન પરિવર્તન કરવાથી કદાચ ફાયદો થાય.


ઉપાય તરીકે ગરીબોને ભોજન આપવું.  ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો. 

કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા પંચમભાવ પર થતું હોવાથી ફાયદાકારક રહી શકશે. પરંતુ સંબંધો બગડી શકે છે. સંતાન અંગેની ચિંતામાં વધારો થાય. ઉચ્ચ અભ્યાસ માટેના પ્રયત્નોમાં અડચણ ઉભી થાય. સ્વાસ્થ્ય બાબતે તમને રાહત રહેશે. ખોટા લોકોની સંગતથી દૂર રહેવું. વિદ્યાર્થીઓએ આ વખતે ખાસ ધ્યાન રાખવું. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં. ખોટા મંત્ર તંત્રના ચક્કરમાં પડવું નહીં.


ઉપાય તરીકે ભગવાન શિવની આરાધના કરો. શનિ અને મંગળના મંત્રોના જાપ કરો. ગરીબોને ભોજન આપો.

મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા ચોથા ભાવ પર થઈ રહ્યું છે, જેનાથી જમીન મકાન સંબંધી પ્રશ્નોમાં ગૂંચવાય શકો છો. કોઈપણ વ્યાપાર કરતા પહેલા વિચાર અવશ્ય કરજો. નોકરિયાતવર્ગ માટે સમય એકંદરે સારો છે. ધંધાદારી વ્યક્તિઓને થોડી અડચણ આવી શકે છે. ઘરમાં નવા મહેમાનના આગમનના સંકેતો દેખાઇ રહ્યા છે. ધાર્મિક પ્રસંગો પણ બનશે. સ્વાસ્થ્ય બાબતે સમય સામાન્ય છે. જૂની બીમારીમાં રાહત મળશે. યાત્રા-પ્રવાસનો યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે વિદેશ-ગમન માટે સમય અનુકૂળ છે. લગ્નજીવન માટે પણ સમય સામાન્ય છે. ખોટા માણસોથી દૂર રહેવું અને નાણાકીય લેવડ-દેવડથી પણ દૂર રહેવું. કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં.


ઉપાય તરીકે મંગળ મંત્રના જાપ, વિષ્ણુ સહસ્ત્રનામના જાપ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. ગરીબોને ભોજન આપવું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી