પેપર વર્કથી ડેકોરેશન:આ દિવાળીને બનાવો યાદગાર, પેપર દીવાથી સજાવો ઘરની દિવાલો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી એટલે તહેવારોનો રાજા. આ દિવસ ન માત્ર ફટાકડા ફોડી પરિવાર સાથે મોજ મજા કરવાનો મોકો મળે છે પરંતુ સાથે ઘરની સુંદર સાજ સજાવટ પણ કરવામાં આવે છે. જો કે આ મોંઘવારીના સમયમાં ઘરની સજાવટની વસ્તુઓ સૌ કોઈને પરવડે તેમ નથી.. તેથી હોમ ડેકોરનો યુનિક આઈડિયા લોકોને આકર્ષી રહ્યો છે.

પેપરમાંથી સુંદર દીવા બનાવી તમારા ઘરની દિવાલોને આકર્ષક લૂક આપી શકાય છે. માર્કેટમાં આ તમામ સામાન નજીવા દરે મેળવીને જાતે કંઈક ક્રિયેટીવ કર્યાનો સંતોષ પણ મળે છે. સાથે તહેવારોમાં તમારા ઘરનો હટકે અને યૂનિક લૂક જોઈ મહેમાનો પણ ખુશ થઈ જશે. પેપર દિવાને તમે આ રીતે સીરીઝમાં સજાવી શકો છો. તેમાં સાથે રંગબેરંગી લાઈટીંગ અથવા તો ફૂલોની સેર લગાવી દિવાલો સુંદર બનાવી શકો છો. તો આ દિવાળી અને નવા વર્ષે આપો તમારા ઘરને કંઈક હટકે લૂક.

અન્ય સમાચારો પણ છે...