આ વર્ષે મકર સંક્રાંતિની તારીખને લઈને પંચાંગ ભેદ છે. અનેક જગ્યાએ 14 જાન્યુઆરીએ અને કોઈ સ્થાને 15મીએ ઉત્તરાયણ પર્વ ઊજવવામાં આવશે. મકર સંક્રાંતિ સાથે જ ઉત્તરાયણ પણ હોય છે એટલે આ દિવસથી સૂર્ય પોતાની સ્થિતિ બદલીને દક્ષિણાયણથી ઉત્તરાયણ થઈ જાય છે. ઉત્તરાયણનો ભીષ્મ પિતામહ સાથે ગાઢ સંબંધ છે. તેમણે પોતાની મૃત્યુ માટે આ દિવસને પસંદ કર્યો હતો.
દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધના 58 દિવસ પછી ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો. ભીષ્મને તેમના પિતા શાંતનું પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું. યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પણ ભીષ્મએ દેહ ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. આ અંગે ઉજ્જૈનના ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે અને જે લોકો આ દિવસે દેહ ત્યાગ કરે છે, તેમને મોક્ષ મળે છે. મોક્ષ પછી આત્માને ફરીથી જન્મ લેવો પડતો નથી. ભીષ્મ પણ મોક્ષ મેળવવા ઇચ્છતા હતા, આ કારણે તેમણે મૃત્યુ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો.
ઉત્તરાયણના દિવસે મહાભારત પ્રમાણે ભીષ્મ પિતામહ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.