• Gujarati News
  • Dharm darshan
  • Lord Krishna's Favorite Month Is Margashirsha, The Tradition Is To Worship Vishnu Lakshmi With Dakshinavarti Shankha.

ગુરુવારે શરૂ થશે માગશર મહિનો:શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો છે માર્ગશીર્ષ, દક્ષિણાવર્તી શંખથી વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાની છે પરંપરા

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ પંચાંગ પ્રમાણે 24 નવેમ્બરથી માગશર મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનાનું નામ માર્ગશીર્ષ પણ છે. આ મહિનાના સ્વામી સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ છે. આ મહિનામાં શંખ પૂજાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે અગહન માસમાં જો રોજ સાધારણ શંખની પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખની પૂજા સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે આ મહિનામાં શંખ સાથે જોડાયેલી પૂજા કરવામાં આવે તો ઘરની દરિદ્રતા દૂર થાય છે અને પરિવાર સુખી-સંપન્ન બને છે.

ભગવાન વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો

માગશર મહિનામાં દર ગુરુવારે સવારે સ્નાન વગેરે પૂર્ણ કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ લઈને તેનાથી ભગવાન વિષ્ણું અને દેવી લક્ષ્મીની મૂર્તિઓનો અભિષેક કરો. તેનાથી લક્ષ્મી અને વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનલાભના યોગ સર્જાય છે. જો દક્ષિણાવર્તી શંખ ન હોય તો સામાન્ય શંખનો પણ ઉપયોગ કરી શકો છો.

મંદિરમાં શંખનું દાન કરો

માગશર મહિનામાં કોઈ વિષ્ણુ મંદિરમાં શંખનું દાન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે શંખ પૂરી રીતે સ્વચ્છ હોય અર્થાત્ તેમાં કોઈ પ્રકારનો દોષ ન હોવો જોઈએ. આ શંખ જેમ-જેમ પૂજા કરવામાં આવે કે તેને વગાડવામાં આવે, તેમ-તેમ તમારા ઘરની પરેશાનીઓ સમાપ્ત થાય છે તેવી હિન્દુ ધર્મગ્રંથોમાં માન્યતા છે.

મોતી શંખને તિજોરીમાં રાખો

ધર્મ ગ્રંથોમાં શંખના અનેક પ્રકાર જણાવ્યાં છે, તેમાં મોતી શંખ પણ સામેલ છે. તેનો ઉપયોગ ધનલાભ માટે કરવામાં આવે છે. માગશર મહિનામાં કોઈપણ દિવસે મોતી શંખમાં કેસર મિશ્રિત ચોખા રંગીને ભરો અને તેને એક લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી ઘરમાં ધન-સમૃદ્ધિ વધે છે તેવી માન્યતા છે.

રોજ કરો શંખની પૂજા

માગશર મહિના દરમિયાન રોજ સવારે સ્નાન કર્યા પછી શંખની પૂજા કરવી. કંકુ અને ચોખા ચઢાવ્યા પછી અહીં આપેલ મંત્રનો જાપ જરૂર કરવો.

त्वं पुरा सागरोत्पन्न विष्णुना विधृत: करे।
निर्मित: सर्वदेवैश्च पाञ्चजन्य नमोऽस्तु ते।
तव नादेन जीमूता वित्रसन्ति सुरासुरा:।
शशांकायुतदीप्ताभ पाञ्चजन्य नमोऽस्तु ते॥

શુક્ર ગ્રહથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળી સ્થિતિમાં હોય તો માગશર મહિનામાં કોઈપણ દિવસે એક સફેદ કપડાંમાં સફેદ શંખ ચોખા અને પતાસા લપેટીને નહીંમા પ્રવાહિત કરો. તેનાથી શુક્રના દોષ દૂર થાય છે અને તમારું જીવન સુખમય રહે છે.