• Gujarati News
  • Dharm darshan
  • Listen To Bhagwat Katha By Anointing Lord Krishna Every Morning, The Best Time For Pilgrimage And Charity.

તીર્થદર્શન માટે પુણ્યદાયી છે માગશર મહિનો:રોજ સવારે શ્રીકૃષ્ણનો અભિષેક કરીને ભાગવત કથા સાંભળો, તીર્થસ્નાન અને દાન-પુણ્ય કરવાનો શ્રેષ્ઠ સમય

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ પંચાંગ પ્રમાણે ગુરુવારથી માગશર મહિનો ચાલું થઈ રહ્યો છે. આ મહિનાને માર્ગશીર્ષ માસ પણ કહે છે. ધર્મ-કર્મની દ્રષ્ટિએ આ મહિનો ખાસ છે. આ દિવસોમાં શ્રીકૃષ્ણની ભક્તિ કરવી જોઈએ અને ઓછામાં ઓછા એક તીર્થસ્થળના દર્શન જરૂર કરવા જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માર્ગશીર્ષ માસને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે मासानां मार्गशीर्षोऽहम् અર્થાત્ બધા મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. તેને લીધે આ મહિનો શ્રીકૃષ્ણની ભક્તિને સમર્પિત છે. આજે જાણો આ મહિના સાથે જોડાયેલી ખાસ વાતો-

આ મહિનાનું નામ માર્ગશીર્ષ કેમ છે?

હિન્દુ મહિનાઓના નામ પૂર્ણિમા અને નક્ષત્રના યોગથી નક્કી કરવામાં આવ્યા છે. માગશર પૂર્ણિમા વખતે નક્ષત્રોમાં શ્રેષ્ઠ માર્ગશીર્ષ નક્ષત્ર હોય છે તેથી આ નક્ષત્રના આધારે જ મહિનાનું નામ માર્ગશીર્ષ રાખવામાં આવ્યું છે.

વિષ્ણુજી અને તેમના અવતારોની પૂજા કરો

આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. ખાસ કરીને આ દિવસોમાં શ્રીકૃષ્ણના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ.

તીર્થ દર્શન અને પવિત્ર નદીઓણાં સ્નાન જરૂર કરવું જોઈએ

આ મહિનામાં ઓછામાં ઓછા કોઈ એક તીર્થ-સ્થળના દર્શન જરૂર કરવા જોઈએ. તીર્થ દર્શનથી ધર્મલાભની સાથે જ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને મન ભક્તિમાં લાગેલું રહે છે. કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન-પુણ્ય કરો.

પં. શર્મા કરે છે કે શ્રીકૃષ્ણના બાળપણની ઘટના છે. શ્રીકૃષ્ણની ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરી રહી હતી, તે વખતે શ્રીકૃષ્ણએ ગોપીઓને માર્ગશીર્ષ મહિના વિશે વાત કરતાં કહ્યું હતું કે માર્ગશીર્ષ મહિનામાં જે લોકો યમુના નદીમાં સ્નાન કરે છે, તેને મારી કૃપા મળી જાય છે. ત્યારથી માગશર મહિનામાં નદીઓમાં સ્નાન કરવાની પરંપચા ચાલું થઈ હતી જે આજ સુધી ચાલું છે.

આ મહિનામાં શ્રીકૃષ્ણના જન્મ સ્થળ મથુરાની યાત્રા કરી શકાય તો જરૂર કરવી જોઈએ. મથુરાની પાસે જ ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વતના દર્શન પણ કરવા જોઈએ. યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ. એમ કરવાથી ધર્મ-લાભની સાથે જ સુખ-શાંતિ પણ પ્રાપ્ત થઈ શકે છે