ધર્મગ્રંથોમાં ભગવાન શિવના અનેક અવતારો વિશે જણાવાયું છે. ભૈરવ પણ તેમાંથી એક છે. આ ભગવાન શિવના ઉગ્ર અવતાર છે. ભૈરવના પણ અનેક અવતારો છે. તેમની પૂજા તંત્ર-મંત્રના માધ્યમથી કરવામાં આવે છે.
કારતક વદની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ અષ્ટમીને ઉજવવામાં આવે છે. જે નિમિત્તે આજે મુખ્ય ભૈરવ મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવશે અને મધ્યરાત્રિમાં વિશેષ આયોજન કરવામાં આવશે. આજે બ્રહ્મ અને ઈન્દ્ર નામના 2 વિશેષ શુભ યોગ રહેશે, જેના લીધે આ પર્વનું વિશેષ મહત્વ વધી ગયું છે. કાલ ભૈરવની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે વિશે શિવપુરાણમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. આજે જાણો કાલ ભૈરવ સાથે જોડાયેલી વિશેષ વાતો-
આ છે કાલ ભૈરવની કથાઃ-
શિવપુરાણ પ્રમાણે એકવાર બ્રહ્મા અને વિષ્ણુ પોતાની જાતને શ્રેષ્ઠ અને સર્વશક્તિમાન સમજી રહ્યાં હતાં. જ્યારે તેમને આ વિશે વેદોને પૂછ્યું તો તેમને શિવજીને જ પરમ તત્વ કહ્યાં, પરંતુ બંને દેવતાઓએ આ વાત માનવાની સ્પષ્ટ ના પાડી દીધી.
ત્યારે ભગવાન શિવ પ્રગટ થઈ ગયા. તેમને જોઈને બ્રહ્માજીએ કહ્યું, હે ચંદ્રશેખર, તમે મારા પુત્રો છો, તમે મારી શરણમાં આવો, બ્રહ્મદેવના મુખથી આવી વાત સાંભળીને શિવને ક્રોધ આવી ગયો. આ ક્રોધવશ જ કાલ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી.
એ વખતે ભગવાન શિવે કાલ ભૈરવને આદેશ આપ્યો, કાલની જેવા હોવાથી તમે કાલરાજ છો. ભીષણ હોવાથી ભૈરવ છો. તમારાથી કાલ ભયભીત થશે, આથી તમે કાલ ભૈરવ છો. તમને કાશીનું આધિપત્ય હંમેશાં પ્રાપ્ત થતું રહેશે.
ભગવાન શિવ દ્વારા આવા વરદાન પ્રાપ્ત કરી કાલ ભૈરવે પોતાની આંગળીના નખથી બ્રહ્માનું પાંચમુ માથુ કાપી નાખ્યું. જેના લીધે તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાછળથી કાશીમાં જઈને કાલ ભૈરવને આ પાપથી મુક્તિ મેળવેલી.
તંત્ર-મંત્રથી થાય છે કાલ ભૈરવની પૂજા
ભગવાન કાલ ભૈરવની પૂજા તામસિક પ્રવૃત્તિતી અર્થાત તંત્ર-મંત્રથી કરવામાં આવે છે. તેઓ ભગવાન શિવની સંહારક શક્તિઓમાંથી એક છે. તેમના 52 રૂપ માનવામાં આવે છે. કાલ ભૈરવને દારુનો વિશેષ ભોગ લગાવવામાં આવે છે. માન્યતા છે કે એમ કરવાથી કાલ ભૈરવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક કામના પૂરી કરે છે. અષ્ટમી તિથિએ કાલ ભૈરવ પ્રગટ થાયાં હતાં, એટલા માટે આ તિથિને કાલાષ્ટમી કહે છે. આ તિથિના સ્વામી ચંદ્ર છે.
આ છે કાલ ભૈરવાના 8 સ્વરૂપ
સ્કંદ પુરાણમાં ભગવાન કાલ ભૈરવના 8 રૂપ માનવામાં આવ્યા છે. તેમાં કાલ ભૈરવ ત્રીજું રૂપ છે. શિવ પુરાણ પ્રમાણે પ્રદોષ કાળ અર્થાત્ સાંજના સમયે શિવ રૌદ્ર સ્વરૂપે ભૈરવ પ્રગટ થયા હતા. ભૈરવથી જ અન્ય 7 ભૈરવ પણ પ્રગટ થયા. તેમના નામ આ પ્રકારે છે 1- રુરુ ભૈરવ, 2- સંહાર ભૈરવ, 3- કાલ ભૈરવ, 4- આસિત ભૈરવ, 5- ક્રોધ ભૈરવ, 6- ભીષણ ભૈરવ, 7-મહા ભૈરવ અને 8- ખટવાંગ ભૈરવ.
સાત્વિક રૂપમાં થાય છે બટુક ભૈરવની પૂજા
તંત્ર શાસ્ત્રમાં 64 ભૈરવોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, પરંતુ લોકો ભેરવના 2 સ્વરૂપોની જ પૂજા સૌથી વધુ કહે છે- બટુક ભૈરવ અને બીજા કાલ ભૈરવ. બટુક ભૈરવની પૂજા સાત્વિક વિધિથી કરવામાં આવે છે. બટુક ભૈરવ સ્ફટિકની સમાન સફેદ હોય છે. તેમના કાનોમાં કુંડળ અને ગળામાં દિવ્ય મણિઓની માળા છે. બટુક ભૈરવ પ્રસન્ન મુખવાળા અને પોતાની ભુજાઓમાં શસ્ત્ર-અસ્ત્ર ધારણ કરેલાં હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.