24 નવેમ્બરથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનાને માર્ગશીર્ષ પણ કહેવામાં આવે છે, આ મહિનો 23 ડિસેમ્બરે પૂરો થશે. આ મહિનો ધર્મલાભની સાથે જ સ્વાસ્થ્યલાભ માટે પણ ખૂબ જ મહત્વનો છે. આ મહિનામાં રોજ સવારે વહેલા ઊઠવું જોઈએ, ધ્યાન અને યોગ-પ્રાણાયામ જરૂર કરવા જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ. સાથે જ શ્રીકૃષ્ણના મંત્ર कृं कृष्णाय नम: નો જાપ કરવો જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા કહે છે કે માગશર મહિનો શ્રીકૃષ્ણની ભક્તિ કરવા માટે સમર્પિત છે, કારણ કે શ્રીકૃષ્ણએ પોતાને માર્ગશીર્ષને પોતાનું સ્વરૂપ ગણાવ્યો છે. આ મહિનામાં કરવામાં આવેલ પૂજા-પાઠથી હકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. ખાન-પાનમાં વિશેષ સતર્કતા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
આ છે માગશર મહિના સાથે જોડાયેલી ખાસ વાતો
આ મહિનાથી જ શીતઋતુની અસર ચરમસીમાએ વધવાની શરૂઆત થાય છે. વાતાવરણ ઠંડુ થવા લાગે છે, ઠંડી હવાઓ વાય છે. આકાશ સ્વચ્છ રહે છે. સવારે સૂર્યનો તડકો મધુર લાગવા લાગે છે. વરસાદ પછી વાતાવરણમાં ફેલાયેલ બાફ સમાપ્ત થવા લાગે છે.
માગશર મહિનામાં રોજ વહેલાં ઊઠવાથી અને બહાર ચાલવા જવાથી સ્વાસ્થ્ય ફાયદા પ્રાપ્ત થાય છે. તેને લીધે ઘણા લોકો આ દિવસો દરમિયાન સવાર-સવારમાં ફરવાનું શરૂ કરી દે છે.
સવારના સમયે સૂર્યના તડકામાં બેસવાથી શરીરને વિટામિન-ડી મળે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મૌસમી બીમારીઓ સામે લડવા માટે આપણું શરીર તૈયાર થાય છે.
આ મહિનામાં તેલનું માલિશ કરવાની પણ પરંપરા છે. ઠંડીના દિવસોમાં તેલ માલિશ કરવાથી ત્વચાની રુક્ષતામાં ઘટાડો થાય છે. શરીરમાં પર્યાપ્ત માત્રામાં નરમાઈ જળવાઈ રહે છે.
માગશર મહિનામાં કરવી જોઈએ શંખની પૂજા
આ મહિનામાં વિશેષ કરીને શંખપૂજા કરવી જોઈએ. સાધારણ શંખને શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવી જોઈએ. શંખપૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ-
त्वं पुरा सागरोत्पन्न विष्णुना विधृत: करे।
निर्मित: सर्वदेवैश्च पाञ्चजन्य नमोऽस्तुते।।
तव नादेन जीमूता वित्रसन्ति सुरासुरा:।
शशांकायुतदीप्ताभ पाञ्चजन्य नमोऽस्तुते।।
ऐसे कर सकते हैं शंख की पूजा
ઘરના મંદિરમાં શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે મૂર્તિની સાથે જ શંખ પણ જરૂર રાખો. શંખને ભગવાનનું સ્વરૂપ માનીને અભિષેક કરો. કંકુ, ચંજનથી તિલક કરવું. ફૂલ-હાર ચઢાવો. ભોગ લગાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી ઊતારો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.