• Gujarati News
  • Dharm darshan
  • Importance Of Time And Patience, Motivational Story About Success And Happiness, We Should Not Waste Time, Significance Of Patience

પ્રેરક કથા:સમય અને ધૈર્ય અનમોલ છે, તેની કિંમત જાણનારા લોકોને દરેક કામમાં સફળતા મળે છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક સંત ગામની બહાર એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. સંત આખો દિવસ ધ્યાનમાં બેસતા અને વચ્ચે-વચ્ચે જોરથી બૂમો પાડતા હતા-જે ઇચ્છશો તે મેળવશો. ગામના લોકો તે ઝૂંપડી પાસેથી પસાર થતા ત્યારે સંતની આ વાત સાંભળતા હતા. બધા વિચારતા હતા સંત પાગલ છે આથી બુમો પાડે છે.

ગામમાં એક નવી વ્યક્તિ આવી, જ્યારે તે સંતના ઘર નજીક ગયો ત્યારે તેણે પણ આ વાત સાંભળી-જે ઇચ્છશો તે મેળવશો. આ વાત સાંભળીને તે ઝૂંપડીમાં ગયો. તેણે જોયું કે સંત ધ્યાનમાં બેઠા છે. તે વ્યક્તિ બેસી ગઈ. થોડી-થોડી વારે સંતે તેમની જ વાત બોલી રહ્યા હતા.

જ્યારે સંતે આંખો ખોલી ત્યારે સામે બેઠેલી વ્યક્તિએ તેમને પ્રણામ કર્યું. તે વ્યક્તિએ કહ્યું, ‘ગુરુદેવ હું ખૂબ ગરીબ છું. તમે જે બોલી રહ્યા છો તેનાથી મારી ગરીબી દૂર થઈ શકે છે, શું મને ધન મળી શકે છે?’

જો મારી વાતો તમારા જીવનમાં ઉતારશો તો આ વાત સાચી પડી શકે છે. હું તને એક હીરો અને મોતી આપીશ. તેની મદદથી તું ધનવાન બની શકે છે.

હીરા-મોતીની વાત સાંભળીને તે વ્યક્તિ ખુશ થઈ ગઈ. સંત બોલ્યા, ‘તારા બંને હાથ લાંબા કર.’

વ્યક્તિએ એવું જ કર્યું. સંતે એક હાથમાં પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, ‘આ એક હીરો છે તેને સમય કહેવાય છે. આ દુનિયામાં સૌથી અનમોલ છે. કોઈ પણ સ્થિતિમાં તેને હાથમાંથી જવા ના દેતો. તેણે મુઠ્ઠીમાં પકડી લે.’

સંતે બીજા હાથ પર પોતાનો હાથ મૂકી કહ્યું, ‘આ મોતી છે. તેનું નામ ધૈર્ય છે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે તો આ મોતી ધારણ કરવું. જ્યાં સુધી આ મોતી તારી પાસે રહેશે ત્યાં સુધી જીવનમાં દુઃખ નહિ આવે.’

સમય અને ધૈર્યથી આપણે જીવનમાં બધું મેળવી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...