રોચક વાત / પૂજા પછી પંચામૃતનું સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને હકારાત્મકતા વધે છે

importance of panchamrut
X
importance of panchamrut

divyabhaskar.com

May 15, 2019, 12:15 PM IST

ધર્મ ડેસ્ક : પંચામૃત પાંચ અમૃત એટલે કે પાંચ પવિત્ર વસ્તુમાંથી બનાવવામાં આવે છે. પંચામૃત દૂધ, દહી, ઘી, સાકર અને મધનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. પ્રસાદીના રૂપમાં તેનું ઘણું મહત્વ રહેલું છે. તેનાથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. પંચામૃતના સેવનથી વ્યક્તિમાં હકારાત્મકતાનો સંચાર થાય છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે શ્રદ્ધાપૂર્વક પંચામૃતનું સેવન કરવાથી વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારની સુખ-સવિધા મળે છે. ભગવાનને ચઢાવવામાં આવેલા પંચામૃતના સેવનથી વ્યક્તિને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
 

પંચામૃતનું ધાર્મિક મહત્વ

દૂધ એ પંચામૃતનો પ્રથમ ભાગ છે. જે શુદ્ધતાનું પ્રતીક છે. આપણું જીવન દૂધ જેવું નિષ્કલંક રહેવું જોઈએ.

દહીનો એવો ગુણે છે જે બીજાને પોતાના જેવું બનાવે છે. દહીને મેળવવાનો અર્થ એ છે કે પહેલા આપણે નિષ્કલંક બનીએ પછી બીજાને પણ તેવા બનાવીએ.
 

ઘી એ સ્નિગ્ધતા અને સ્નેહનું પ્રતીક છે. બધા સાથે આપણું પ્રેમાળ સંબંધ હોય તેવી ભાવના આની પાછળ રહેલી છે.
 

મધ એ શક્તિ આપે છે. તન અને મનથી શક્તિશાળી વ્યક્તિ સફળતા મેળવી શકે છે.
 

સાકરમાં મીઠાસનો ગુણ છે. સારક મેળવવાનો અર્થ જીવનમાં મિઠાસ લાવવાનો છે.
 

વૈજ્ઞાનિક લાભ

પંચામૃતનું સેવન વ્યક્તિને સ્વસ્થ રાખે છે.

પંચામૃત ઓછા પ્રમાણમાં જ લેવું જોઈએ. એટલે કે પ્રસાદના રૂપમાં એથી ત્રણ ચમચી.

તેમા તુલસીનું એક પાંદડું નાખીને તેનું નિયમિત સેવન કરવાથી કોઈ બીમારી થતી નથી.

પંચામૃતનું સેવન કરવાથી ચેપ લાગતો નથી અને ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

તેનાથી ચહેરા ઉપર નિખાર આવે છે અને ચહેરાની ચમક યથાવત રહે છે.

પંચામૃતને લઈને ધ્યાનમાં રાખવાની બાબત

પંચામૃત જે દિવસે બનાવો તે દિવસે જ તેનો વપરાશ કરી નાંખવો. બીજા દિવસે માટે રાખવું નહીં.

પંચામૃત હંમેશા જમણા હાથથી ગ્રહણ કરવું. પંચામૃત ગ્રહણ કરતી વેળાએ જમણા હાથ નીચે ડાબો હાથ રાખી દેવો.

પંચામૃતને ગ્રહણ કરતા પહેલા માથી ઉપર લગાવવું પછી ગ્રહણ કરવું. ગ્રહણ કર્યા પછી હાથને માથા ઉપર લઈ જવા નહીં.

પંચામૃતને હંમેશા ચાંદીના પાત્રમાં આપવું જોઈએ. ચાંદીના વાસણમાં રાખેલું પંચામૃત એટલું શુદ્ધ થઈ જાય છે કે તે દરેક બીમારીને દૂર કરે છે. તેમાં તુલસીનું પાંદડું તેની ગુણવત્તાને વધારે છે. આવા પંચામૃતના સેવનથી બુદ્ધિની સ્મરણશક્તિ વધે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી