મહાભારત નીતિજ્ઞાન / સફળતા ઈચ્છતા હોવ તો મન પર કંટ્રોલ રાખો, પહેલાં નિશ્ચય કરો પછી જ કામની શરૂઆત કરશો તો સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત થશે

If you wish for success, keep control over your mind, first make a decision, then start the work only then you will get a goal easily.

ddivyabhaskar.com

May 14, 2019, 05:21 PM IST

ધર્મ ડેસ્ક- જો તમે કોઈપણ કામ શરૂ કરવા માંગતા હોવ કે કોઈ કામમાં કુશળતા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો મહાભારતના ઉદ્યોગ પર્વમાં જણાવેલી વાતોથી તમને મદદ મળી શકે છે. આ પર્વમાં વિદૂરે ધૃતરાષ્ટ્રને કેટલીક નીતિઓ અને જ્ઞાનની વાતો જણાવી હતી. જેમાં 4 એવી વાતો વિશે પણ જણાવ્યું છે, જેને અપનાવીને તમે પણ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. જો આ નીતિઓનું ધ્યાન રાખવામાં આવે, તો માણસ કોઈપણ પરેશાનીનો ઉકેલ આસાનીથી મેળવી શકે છે.

ઉદ્યોગ પર્વનો એક શ્લોક-

निश्चित्य यः प्रक्रमते नान्तर्वसति कर्मणः।
अबन्ध्यकालों वश्यात्मा स वै पण्डित उच्यते।

1- પહેલાં નિશ્ચય કરો પછી જ કોઈ કામની શરૂઆત કરો-

કોઈપણ કામને શરૂ કરતાં પહેલાં તે કામ કરવા માટે પૂરી રીતે મનને તૈયાર કરી લેવું ખૂબ જરૂરી છે. મન વગર કે સમજ્યાં-વિચાર્યાં વગર શરૂ કરવામાં આવલ કામ ક્યારેય પણ પૂરું કરી શકાતું નથી. મહાત્મા વિદૂરના જણાવ્યા પ્રમાણે કોઈપણ કામમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે તેને શરૂ કરતાં પહેલાં તે કામ વિશે પૂરી તૈયારી કરી લેવી જોઈએ. ત્યારબાદ તે કામને સફળ બનાવવાનો નિશ્ચય કરો. એમ કરવાથી તે કામમાં સફળતા જરૂર મળે છે.

2-કોઈપણ કારણે કામને ન રોકો-

અનેક લોકો જોશ અને ઉત્સાહમાં આવીને કામ શરૂ કરી દે છે, પરંતુ થોડા સમય પછી તેની દિલચસ્પી તે કામમાં ઓછી થવા લાગે છે અને તે કામને વચ્ચે જ છોડી દે છે. કોઈપણ કામની સફળતામાં આ સૌથી મોટી અડચણ હોય છે. એટલા માટે કારણ કોઈપણ હોય, કામને પૂરું કર્યા વગર તેને છોડવું ન જોઈએ.

3-સમયની કિંમત સમજો-

કોઈપણ મનુષ્યને સફળ બનાવવામાં સમયનું સૌથી મોટું યોગદાન હોય છે. જે લોકો સમયની કિંમત સમજે છે, તે કોઈપણ કામને ઘણી સરળતાથી કરી લે છે. સમયને બગાડનાર માણસ ક્યારેય પણ જીવનમાં ઊંચાઈએ પહોંચતો નથી કે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. પોતાની જાતને પૂરી રીતે લક્ષ્યની પ્રત્યે સમર્પિત કરી દો. કોઈપણ બીજી પ્રવૃત્તિમાં ફસાઈને સમયને બરબાદ ન કરો.

4-મનને વશમાં રાખો-

મન ખૂબ જ ચંચળ હોય છે. તે એક જગ્યાએ એક કામ પર ટકતું નથી. જે માણસ પોતાના મન અને પોતાની ઈચ્છાઓને વશમાં નથી રાખી શકતો, તે કોઈપણ કામમાં સફળ નથી થઈ શકતો. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બિનજરૂરી ઈચ્છાઓને કંટ્રોલમાં રાખો. સફળતા પ્રાપ્ત કરવા માટે મન કરતાં વધુ મગજનો ઉપયોગ કરો. શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે સમજવા માટે જ મનની સાંભળવી જોઈએ. દરેક નિર્ણય કરવામાં મગજનો ઉપયોગ કરીને અર્થાત્ સમજી-વિચારીને જ કરવો જોઈએ.

X
If you wish for success, keep control over your mind, first make a decision, then start the work only then you will get a goal easily.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી