તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ:પાંચ લોકોમાં પુછાવું હોય તો ત્રણ વાત છોડો, બાપુએ મહાન બનવાનો માર્ગ બતાવ્યો

2 દિવસ પહેલા

આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં મળે તો? વગેરે વગેરે... ચિંતામાં જ શરૂ થતો દિવસ ચિંતામાં જ પૂરો થાય છે અને આમ જ વર્ષોનાં વર્ષ અને જિંદગી વીતી જાય છે.પરીક્ષામાં નાપાસ થવું કે નબળું પરિણામ આવવું, બિઝનેસમાં નિષ્ફળતા મળવી, ઈચ્છા મુજબ ન થવું, ધાર્યું કામ પાર ન પડવું કે જરૂરિયાતો પૂરી ન થવી એ સહજ છે. પણ આવું તો કોને વિચારવું છે! અમારે તો ઈન્સ્ટન્ટ જોઈએ છે, જરાય ધીરજ રાખવી નથી. વગર મહેનતે જોઈએ છે, બીજો પ્રયત્ન જ કરવો નથી. સફળ થવું છે પણ ન સંઘર્ષ કરવો નથી. બસ, નાનીઅમથી મુશ્કેલી આવી નથી કે હતાશ થયા નથી, પછી સામે ઝઝૂમવાની તો વાત જ શું? આવી સ્થિતિમાં જરા પણ વિચાર કર્યા વિના અવળું પગલું ભરી લેવું એ સામાન્ય થઈ ગયું છે. ઉંમરનો એક પડાવ પાર કરી ચૂકેલા લોકો તો ઠીક પણ યુવાઓ અને યુવાનીના ઊંબરે ઊભેલા નવલોહિયાઓની પણ આ જ મૂંઝવણ છે. કોઈનામાં નથી આત્મવિશ્વાસ કે નથી ઈશવિશ્વાસ. જીવનના દરેક ક્ષેત્રમાં તેની વિપરીત અસરો થઈ રહી છે. અરે, આજે તો સંબંધો જેવા સંબંધોય એમાંથી બાકાત રહ્યા નથી.ડર, ગુસ્સો, ઉદાસીનતા, શંકા-કુશંકા અને આધિ-વ્યાધિ જેવી સ્વરચિત જાળમાં ફસાયેલો માણસ બેઠો કેમ થાય? આવા મરેલા મનના માણસને શું જોઈએ? ઓબ્વિયસલી મોટિવેશન. આ જ પ્રયાસના ભાગ રૂપે દિવ્ય ભાસ્કરે 'મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ' નામની ડેઈલી સિરીઝ શરૂ કરી છે. આ સિરીઝ અંતર્ગત તમે બાપુની પ્રેરકવાણીને ઓડિયો પોડકાસ્ટ રૂપે માણી શકો છે. બાપુની વાણી હતોત્સાહીમાં ઊર્જાનો સંચાર કરી શકે છે. સફળ થવા માટે શોર્ટકટ ન બતાવતાં સક્ષમ બનવા કટિબદ્ધ બનાવે છે. આવા ઈન્ટરેસ્ટિંગ, ઈન્સ્પિરેશનલ અને મોટિવેશનલ પોડકાસ્ટ દિવ્ય ભાસ્કર એપના હોમપેજ પર રોજ સવારે 6-30 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને ધર્મદર્શન વિભાગમાં દિવસભર માણી શકો છો.આજના પોડકાસ્ટમાં મોરારિબાપુ મહાન બનવાની વાત કરે છે. મોરારિબાપુ સમજાવે છે કે કઈ વ્યક્તિ મહાન બની શકે છે. આ માટે બાપુ મથી શરૂ થતાં ત્રણ શબ્દો બતાવે છે. બાપુ કહે છે, આ ત્રણ વાત જેના જીવનમાં ના હોય તે વ્યક્તિ મહાન છે. તો ચાલો, માણીએ આજનું પોડકાસ્ટ.

અન્ય સમાચારો પણ છે...