મહાભારતમાં ભીમે દુર્યોધનને મારી નાખ્યો હતો અને યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. પાંડવો વિજયી બની ચૂક્યા હતાં અને યુધિષ્ઠિરને રાજા બનાવી દેવામાં આવ્યાં હતાં. થોડા સમય સુધી યુધિષ્ઠિર રાજા રહ્યાં ત્યારબાદ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવવામાં આવ્યો હતો.
પરીક્ષિત ખૂબ જ બુદ્ધિમાન અને ધર્મના જાણકાર વ્યક્તિ હતાં. પાંડવોના ગયા પછી પરીક્ષિત ખૂબ જ સારી રીતે રાજ-પાઠ ચલાવી રહ્યાં હતાં. એક દિવસ તેઓ ક્યાંક જઈ રહ્યાં હતાં, તે વખતે તેમને રસ્તામાં જોયું કે એક કાળો ણાસ ગાય અને બળદને મારી રહ્યાં હતો.
પરીક્ષિત તરત જ ત્યાં પહોંચી ગયાં અને તેમને કાળા માણસ, ગાય અને બળદને તેમનો પરિચય પૂછ્યો. ગાયને જવાબ આપ્યો કે હું ધરતી છું. બળદ બોલ્યો કે હું ધર્મ છું. ગાય અને બળદને મારનાર કાળો માસણ બોલ્યો કે હું કળિયુગ છું.
કળિયુગ બોલ્યો કે હવે દ્વાપર યુગ સમાપ્ત થઈ ગયો છે અને આ મારા આવવાનો સમય થઈ ગયો છે એટલે હું સૌથી પહેલાં ધરતી અને ધર્મ પર પ્રહાર કરી રહ્યો છે. તમે દ્વાપર યુગના અંતિમ રાજા છો, તો હવે તમે કળિયુગ અર્થાત્ મને ધરતી પર આવવાની અનુમતિ આપી દો.
પરીક્ષિતે થોડી વાર મનોમંથન કર્યું અને પછી કહ્યું કે તું એ જગ્યાએથી પ્રવેશ કરી શકે છે જ્યાં નશો હોય, જ્યાં જુગાર હોય, જ્યાં હિંસા હોય અને ચોથી જગ્યા છે જ્યાં વ્યાભિચાર અર્થાત્ મહિલા-પુરુષ વચ્ચે અનૈતિક સંબંધો હોય.
કળિયુગને કહ્યું કે આ ચાર રસ્તા સિવાય મને એક વધુ રસ્તો આપો, ત્યારે પરીક્ષિતે કહ્યું કે જ્યાં સોનુ(સ્વર્ણ) હોય, ત્યાંથી પણ તું પ્રવેશ કરી શકે છે અર્થાત્ જ્યાંથી લોકો ખોટી રીતે ધન કમાતા હોય ત્યાંથી પણ તું પ્રવેશ કરી શકે છે.
પ્રસંગની શીખ
અહીં કળિયુગનો સમય એટલે ખરાબ સમય. જો કોઈ વ્યક્તિ અહીં બતાવામાં આવેલ પાંચ કામમાંથી કોઈ એક કામ પણ કરી રહ્યો હોય તો તેના જીવનમાં કળિયુગ અર્થાત્ ખરાબ સમય આવી જાય છે. જીવનમાં સુખ-શાતિ ઈચ્છતાં હોવ તો નશો, હિંસા, અનૈતિક સંબંધોથી બચવું જોઈએ. ક્યારેય ખોટા કામ કરીને ધન ન કમાવું જોઈએ. નહીંતર જીવમાં પરેશાનીઓ આવવાનું શરૂ થઈ જાય છે અર્થાત્ કળિયુગનો સામનો કરવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.