ગુરુના માર્ગદર્શનથી આપણું જીવન બદલી શકાય છે:જીવનમાં સુખ-શાંતિ ઈચ્છતાં હોવ તો પોતાની માટે સમય ફાળવો અને કોઈ યોગ્ય વ્યક્તિને પોતાના ગુરુ બનાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂની કહેવત છે કે ગુરુ વગર જ્ઞાન નથી મળતું અને શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું છે, કારણ કે ગુરુ જ ભગવાનની કૃપા મેળવવાનો રસ્તો બતાવે છે. ગુરુનું માર્ગદર્શન આપણું જીવન બદલી શકે છે. એટલા માટે ખૂબ જ સમજી-વિચારીને કોઈ યોગ્ય વ્યક્તિને જ પોતાના ગુરુ બનાવવા જોઈએ.

સંત સૂરદાસ સાથે જોડાયેલો એક કિસ્સો ખૂબ જ પ્રચલિત છે. સંત સૂરદાસના પિતા રામદાસ એક ગાયક હતાં. ભજન ગાતાં હતાં અને બાળક સૂરદાસ ભજન સાંભળી-સાંભળીને ગાવા લાગતાં હતાં. એવું કહેવાય છે કે જન્મથી જ સૂરદાસ અંધ હોવાથી કંઈ જોઈ શકતાં ન હતાં.

જેમ-જેમ સૂરદાસ મોટા થતાં ગયાં, તેમનું મન ધર્મમાં વધુ લાગવા લાગ્યું હતું. તેમના પિતા રામદાસને ચિંતા રહેતી કે હવે આ બાળકનું શું થશે? એક દિવસ સૂરદાસજીના જીવનમાં વલ્લભાચાર્યજીનું આગમન થયું.

વલ્લભાચાર્યજીએ વિચાર્યું કે આ બાળક આવી રીતે જ વ્યર્થ બોલતો રહ્યો, આમ-તેમ ભટકીને ભજનો સંભળાવતો રહેશે તો ભટકી જશે. તેના જ્ઞાનને ક્યાંક એકત્ર કરવું જોઈએ. ત્યારબાદ તેમને સૂરદાસજીને શિક્ષા-દીક્ષા પ્રદાન કરી.

વલ્લભાચાર્યજીએ સૂરદાસજીને શ્રીકૃષ્ણ લીલાઓનું દિવ્ય દર્શન કરાવ્યું, શ્રીકૃષ્ણ વિશેની તમામ જાણકારી આપી. ત્યારબાદ શ્રીનાથજીના મંદિરમાં કૃષ્ણ લીલાઓનું ગાન કરવાની જવાબદારી સૂરદાસજીને આપી. ત્યારબાદ સમયની સાથે સૂરદાસજીની ખ્યાતિ ચારેય તરફ ફેલાઈ ગઈ.​​​​​​​

જીવન પ્રબંધન

આ કિસ્સાથી આપણે એ વાત સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં ગુરુનું મહત્વ કેટલું વધુ છે. જો યોગ્ય ગુરુ મળી જાય તો કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકાય છે. એટલા માટે આપણે ખૂબ જ સમજી-વિચારીને કોઈને ગુરુ બનાવવા જોઈએ. જેને ગુરુ બનાવીએ, તેમની દરેક વાત ઉપર ભરોસો કરવો જોઈએ અને તેમના માર્ગદર્શનને જીવનમાં ઊતારવું જોઈએ, ત્યારે આપણા જીવનમાં સુખ-શાંતિ આવી શકે છે.