હિન્દુ ધર્મમાં શ્રીમદભાગવત ગીતાને ખૂબ જ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે, કારણ કે આ એક માત્ર એવો ગ્રંથ છે, જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખથી રજૂ કરવામાં આવેલ છે. એટલા માટે દર વર્ષે તેની જયંતી માગશર મહિનાની અગિયારસે મનાવવામાં આવે છે. આ વખતે આ તિથિ 3, ડિસેમ્બર, શનિવારે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને સંપૂર્ણ માનવ જાતિ માટે ગીતાનો સંદેશ આપ્યો હતો. આજે માત્ર ભારત જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ ગીતાને લાઈફ મેનેજમેન્ટના રૂપમાં ભણાવવામાં આવે છે. ગીતામાં આપણા જીવનની દરેક પરેશાનીનું સમાધાન છુપાયેલું છે, જરૂર છે તો બસ તેને સમજવાની. હકીકતમાં આ ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણએ કળયુગના માપદંડને ધ્યાનમાં રાખીને જ આપ્યો હતો. આ વખતે ગીતા જયંતીનું પર્વ 3 ડિસેમ્બર, શનિવારે છે. એ નિમિત્તને ધ્યાનમાં રાખીને કેટલાક શ્લોક વિશે જાણીએ જેમાં જીવન પ્રબંધનના સૂત્ર છુપાયેલાં છે....
શ્લોક- 1
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता।।
અર્થઃ- એટલા માટે મનુષ્યને મન બધી(ઈન્દ્રિયો)ને વશમાં કરીને, મારી પરાયણ થઈને, મારામાં ચિત્ત સ્થિર કર, કારણ કે જે પુરુષની ઈન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર હોય છે.
મેનેજમેન્ટ સૂત્રઃ-
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જે વ્યક્તિ પોતાના સાંસારિક સુખોને છોડીને પોતાની બુદ્ધિને મારામાં સ્થિત રાખે છે, તે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેની બુદ્ધિ સ્થિર હશે તે જ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સદૈવ પ્રયાસ કરતો રહેશે, તે અંતમાં જઈને સફળ થશે.
-------------
શ્લોક- 2
योगस्थ: कुरु कर्माणि संग त्यक्तवा धनंजय।
सिद्धय-सिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।
અર્થ- હે ધંનજય(અર્જન) કર્મ ન કરવાના આગ્રહને છોડીને, યશ-અપયશના વિષયમાં સમબુદ્ધિ થઈને યોગયુક્ત થઈને, કર્મ કર,(કારણ કે) સમત્વને જ યોગ કહે છે.
મેનેજમેન્ય સૂત્રઃ-
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે પોતાનું કર્મ કરતી વખતે ક્યારેય પણ લાભ-હાનિ કે માન-સન્માનનું ધ્યાન ન રાખવું જોઈએ. પ્રયાસ એ વાતનો હોવો જોઈએ કે આપણે જે પણ કામ કરીએ, પૂરી ઈમાનદારીથી કરીએ. ફળ જે મળે તે, પરંતુ આપણે સંતોષ મળશે. મનમાં સંતુષ્ટિ હશે તો પરમાત્મા સાથે આપણો યોગ સરળતાથી થશે. વર્તમાન સમયમાં પહેલાં લોકો ફાયદા-નુકસાન વિશે વિચારે છે, પરંતુ તેમના મનમાં સંતુષ્ટિનો ભાવ નથી આવતો.
-------------
શ્લોક- 3
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना।
न चाभावयत: शांतिरशांतस्य कुत: सुखम्।।
અર્થ- યોગરહિત પુરુષમાં નિશ્ચય કરવાની બુદ્ધિ નથી હોતી અને તેના મનમાં ભાવના પણ નથી હોતી. એવા લાગણીરહિત પુરુષને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નથી, તેને સુખ ક્યાંથી મળશે.
મેનેજમેન્ટ સૂત્રઃ-
દરેક માણસ સુખની ઈચ્છા લઈને આમ-તેમ ભટકતો રહે છે, પરંતુ તે એ નથી જાણતો કે જે પ્રકારે કસ્તૂરી હરણની નાભિમાં હોય છે, એ જ રીતે સુખ તો તેના મનની અંદર છે. પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે આપણે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું પડશે. જેનાથી મનમાં શાંતિનો ભાવ પેદા થાય અને શાંતિથી જ સુખ પ્રાપ્ત થશે.
------------
શ્લોક- 4
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।
कार्यते ह्यश: कर्म सर्व प्रकृतिजैर्गुणै:।।
અર્થ- કોઈપણ મનુષ્ય ક્ષણ ભર પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો. બધા પ્રાણી પ્રકૃતિને અધીન છે અને પ્રકૃતિ પોતાના અનુસાર દરેક પ્રાણીને કર્મ કરાવે છે અને તેના પરિણામ પણ આપે છે.
મેનેજમેન્ટ સૂત્રઃ-
કર્મ જ જીવનનો સાર છે જો કોઈ વ્યક્તિ એવો વિચાર કરીને કે કર્મ કરવાથી સારા-ખરાબ ફળ પ્રાપ્ત થશે એટલે કર્મ કરવાનું જ છોડી દે છે તો તે તેની મૂર્ખતા છે. એવા લોકો કંઈ ન કરવા છતાં પણ કર્મ જ કરે છે અને તેનું પરિણામ પણ પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ જે ઈચ્છતી હોય તે કર્મ આપણા ન ઈચ્છવા છતાં પણ આપણી પાસે બધા જ કામ કરાવી જ નાખે છે. એટલા માટે ક્યારેય પણ કર્મનો સાથ છોડવો ન જોઈએ.
--------------
શ્લોક- 5
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतु र्भूर्मा ते संगोस्त्वकर्मणि ।।
અર્થ- ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે. તેના ફળ વિશે ન વિચાર કર. એટલા માટે તું ફળ મેળવવાના હેતુથી કર્મ ન કરીશ અને એવો વિચાર પણ ન કરીશ કે ફળની આશા વગર કર્મ શા માટે કરું?
મેનેજમેન્ટ સૂત્રઃ-
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરતી વખતે તેના ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં ન હોવી જોઈએ. કારણ કે આ ઈચ્છા જ તેની સફળતામાં બાધા ઉત્પન્ન કરે છે. નિષ્કામ કામ અર્થાત્ ફળની ઈચ્છાથી કરવામાં આવેલ કામ જ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરે છે. એ કર્મનું ફળ આપણને ક્યારે મળશે, કેટલું મશે? આ બધુ ભગવાન જ છોડી દેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.