તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્તિરૂપી કામાક્ષી દર્શન...:જેની એક આંખમાં લક્ષ્મી અને બીજીમાં સરસ્વતીનો વાસ છે

કાંચીપુરમ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક ઘરમાં લક્ષ્મીજી પધારે એવી જ મંગળ કામના, શુભ દીપાવલી

20 કિલો સોનાથી બનેલા રથ પર મંદિરમાં ભ્રમણ કરે છે માતાજી
તમિલનાડુના કાંચીપુરમ સ્થિત કામાક્ષી મંદિર એક એવી શક્તિપીઠ છે જ્યાં શક્તિરૂપે સ્થાપિત માતા કામાક્ષીના વિગ્રહને જ લક્ષ્મી અને સરસ્વતીના સ્વરૂપે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ અહીં માતાજીની એક આંખ સરસ્વતી અને બીજી લક્ષ્મી સ્વરૂપે છે. તસવીરમાં માતાજી જે રથ પર બિરાજમાન છે તે 20 કિલો સોનાથી બનેલો છે. વિશેષ પ્રસંગે માતાજી આ રથ પર મંદિર પરિસરમાં ભ્રમણ કરવા નીકળે છે.

માતાનાં અલગ-અલગ રૂપોનો વિશેષ શૃંગાર
મોરપીંછથી માતાનો મોહિની શૃંગાર

મંદિરમાં કામાક્ષી માતાની પૂજા લક્ષ્મીરૂપે કરવામાં આવે છે ત્યારે તેમને મોહિની શૃંગાર કરાય છે. તેમાં મોરપીંછથી ઝાંખી સજાવવામાં આવે છે. શૃંગારમાં આભૂષણથી તેમની મુદ્રા પણ બદલવામાં આવે છે.

સરસ્વતીના રૂપે ફૂલોથી શૃંગાર

કામાક્ષી માતાનો શૃંગાર જ્યારે સરસ્વતીરૂપે કરાય છે ત્યારે તેમને સફેદ ફૂલથી સજાવવામાં આવે છે. હાથમાં વીણા પણ આપવામાં આવે છે. વાદ્ય યંત્રોથી માતાની સ્તુતિ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો