સંવત્સરની છેલ્લી ગુપ્ત નવરાત્રિ અને અંગ્રેજી કેલેન્ડરની પહેલી નવરાત્રિ 22 જાન્યુઆરીથી શરૂ થઈ જે 30મી સુધી ચાલુ રહેશે. આ મહા મહિનામાં આવતી નવરાત્રી છે. આ દિવસોમાં દેવીની દસ મહાવિદ્યાના સ્વરૂપમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે. જે તંત્ર શક્તિઓ અને સિદ્ધિઓમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસોમાં તલ ચોથ, વસંત પંચમી અને સૂર્ય સપ્તમી જેવા તહેવારો પણ આવે છે , જેના કારણે આ નવરાત્રી વધુ ઉત્તમ બને છે નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. જેમાં બે પ્રાકટ અને બે ગુપ્ત નવરાત્રિ છે. ચાર નવરાત્રી સિદ્ધિ પ્રદાન કરનારી છે, અનેક માન્યતાઓ અનુસાર ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સંકટમાંથી મુક્તિ મળે છે. ગુપ્ત નવરાત્રિમાં, ભક્તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દેવીની પૂજા કરે છે. જ્યારે પ્રાકટ નવરાત્રિમાં ગૃહસ્થ જીવનમાં રહેતા લોકો દેવીના 9 સ્વરૂપોની પૂજા કરે છે.
આ રીતે પૂજા કરો
ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ સુધી કળશની સ્થાપના કરવામાં આવે છે. કલશની સ્થાપના કર્યા બાદ સવાર-સાંજ મંત્રનો જાપ કરો, ચાલીસા અથવા સપ્તશતીનો પાઠ કરો અને આરતી પણ કરો. બંને સમયે માતાને બન્ને સમય ભોગ ધરાવો. સૌથી સરળ અને શ્રેષ્ઠ ભોગ છે લવિંગ અને પતાશ. માતાને લાલ ફૂલ ચઢાવવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. નવ દિવસ તમારું ખાવા-પીવાનું સાત્વિક રાખો.
ગુપ્ત નવરાત્રિમાં માતાની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે
25 જાન્યુઆરીના રોજ ઉજવાશે તિલકુંદ ચોથ
મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે તલથી ગણેશજીની પૂજા કરવાનો નિયમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે. આ તિથિએ લોકો સવારે વહેલા ઊઠીને ગણેશજીની પૂજા કરે છે અને નકોરડા ઉપવાસ કરવાનો સંકલ્પ લે છે. અને સાંજે ગણેશજીની પૂજા કરી, તલ અર્પણ કરીને ચંદ્રને અર્ઘ્ય ચઢાવવું. આ રીતે ઉપવાસ અને પૂજા કરવાથી સુખ અને સૌભાગ્ય વધે છે.
26 જાન્યુઆરીના રોજ ઉજવાશે વસંતપંચમી
માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રિની પાંચમી તારીખે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની મંદિરો અને ઘરોમાં પૂજા કરવામાં આવે છે અને વીદ્યા અને સદબુધ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે વિદ્યારંભ સંસ્કાર કરીને અનેક બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવે છે. બાળકોને પ્રથમ શબ્દો લખવાનું શીખવવામાં આવે છે.
28 જાન્યુઆરીના રોજ ઉજવાશે રથ સપ્તમી
માઘની ગુપ્ત નવરાત્રિના સાતમા દિવસે સપ્તમી પર સૂર્યની પૂજા કરવાની રીતનું વર્ણન પુરાણોમાં કરવામાં આવ્યું છે. આ દિવસે સૂર્યોદય સમયે યાત્રાળુઓ સ્નાન કરવા જાય છે. અને એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તીર્થ સ્નાન કરવાથી રોગો દૂર થાય છે અને વ્યક્તિનું સ્વસ્થ સ્વાસ્થ્ય સારુ થાય છે. તે કારણથી રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.