અનોખું ડેકોરેશન:આ દિવાળીમાં ઘરને આપો યૂનિક લૂક, હોમમેડ દીવાથી કરો ઘરની સજાવટ

એક મહિનો પહેલા

દિવાળીના આ દિવસોમાં ઘરની સજાવટ લોકો મન લગાવીને કરતા હોય છે. માર્કેટમાં મળતા અવનવી હોમ ડેકોરની વસ્તુઓની ધૂમ ખરીદી થતી હોય છે. પણ જો વાત કરીએ સસ્તી, યુનિક અને આકર્ષક ડેકોરેશન વસ્તુઓની તો એના માટે તમારે ક્યાંય જવાની જરુર નથી.

ઘરમાં રહેલી વસ્તુઓથી જ તમે અવનવી રીતે ઘરને સજાવી શકો છો. જૂની બંગડીઓ, રંગીન લેસ તથા એક્રેલિક કલર્સની મદદથી દીવાનું સુંદર સ્ટેન્ડ બનાવી શકો છે.

આ પ્રકારના અનોખા દીવા તમે રંગોળીમાં મુકી શકો તથા ઘરના સેન્ટર ટેબલ પર રાખશો તો પણ ઘરે આવતા મહેમાનો ખુશ થઈ જશે.. દિવાળી પર્વને પવિત્રતાનું પર્વ કહે છે તેથી જાતે જ ઘરે બનાવેલી આ પ્રકારની અનોખી અને સુંદર વસ્તુઓથી તમારા ઘરને અલગ જ લુક આપી શકો છો.

અન્ય સમાચારો પણ છે...