જીવનમાં મુશ્કેલીઓ તો આવતી-જતી રહે છે, જેના કારણે આપણે ક્યારે પણ હતાશ ન થવું જોઈએ, મુશ્કેલીથી બચવાની કોશિશ ન કરવી જોઈએ, પરંતુ સામનો કરીને આગળ વધવું જોઈએ. આ વાત ગૌતમ બુદ્ધે તેના શિષ્ય આનંદને સમજાવી હતી.
ગૌતમ બુદ્ધને લગતી એક ઘટના છે. ગૌતમ બુદ્ધ તેમના શિષ્ય આનંદ સાથે કૌશામ્બી નગરમાં રોકાયા હતા. કૌશામ્બીની રાણી બુદ્ધને પસંદ કરતી ન હતી, તે બુદ્ધનું વારંવાર અપમાન કરતી હતી.
તો બીજી તરફ રાણીએ તેના નોકરોને આદેશ આપ્યો કે, બુદ્ધને જુદી જુદી રીતે ત્રાસ આપે અને તેમને ભગાડી જવા માટે કહ્યું હતું. રાણીનો આદેશ મળતાં જ ઘણા લોકોએ બુદ્ધને હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
જ્યારે સમસ્યાઓ વધવા લાગી ત્યારે એક દિવસ આનંદે બુદ્ધને કહ્યું કે આ લોકો જાણીજોઈને આપણને ત્રાસ આપે છે, આપણું અપમાન કરે છે. એટલા માટે આપણે આ જગ્યા છોડીને આગળ વધવું જોઈએ.
તે સમયે બુદ્ધે આનંદને એક વાત કહેવા કહ્યું કે, આ જગ્યા છોડીને આપણે ક્યાં જઈશું? આપણે જ્યાં પણ જઈએ ત્યાં પણ આ જ પ[પ્રકારના લોકો મળે તો શું કરીશું? સમસ્યાઓ દરેક જગ્યાએ રહે છે. સમસ્યાનો કોઈ અંત નથી. આપણે તેમનો સામનો કરવો જોઈએ અને તો જ આ સમસ્યાઓનો અંત આવી શકે છે.
બુદ્ધે વધુમાં કહ્યું કે જો આ લોકો આપણું અપમાન કરી રહ્યા છે તો આપણે ધીરજ અને સહનશીલતા સાથે તેમનો સામનો કરીશું. જ્યારે આપણે ધીરજ રાખીશું, તો એક દિવસ આપણે ચોક્કસ તેમના મનમાં પોતાનું સ્થાન બનાવીશું.
ગૌતમ બુદ્ધની શીખ
આ વાર્તામાં ગૌતમ બુદ્ધે સંદેશ આપ્યો છે કે આપણે સમસ્યાથી ડરીને ભાગવું જોઈએ નહીં. સમસ્યાઓનો સામનો કરીને જ તેને દૂર કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.