તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગ્રાઉન્ડ રિપોર્ટ:તુળજામાતાનાં દર્શન બંધ છતાં ભક્તો ઉમટે છે, માત્ર પૂજારી કરશે માની આરાધના

તુળજાપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંદિર પરિસરની ફરતા વિસ્તારમાં દર્શનાર્થીઓને અટકાવવા માટે પોલીસને બેરિકેડ્સ મૂકવા પડ્યાં છે.
  • મહારાષ્ટ્રમાં આવેલી શક્તિપીઠ તુળજામાતા મંદિરથી વિશેષ અહેવાલ

શક્તિપીઠોમાં સામેલ મહારાષ્ટ્રના તુળજાપુર સ્થિત મા તુળજામાતા મંદિરમાં ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વિના જ નવરાત્રિ મનાવવામાં આવશે. કોરોનાના કારણે છેલ્લા 6 મહિનાથી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ છે. નવરાત્રિની વિશેષ પૂજા માટે માત્ર પૂજારીઓ અને સહયોગીઓને જ પ્રવેશની મંજૂરી અપાઈ છે. એન્ટિજન ટેસ્ટ પછી જ તેમને પ્રવેશ અપાશે. અગાઉ જ્યાં પગ મૂકવાની જગ્યા મળતી નહોતી એવા આ ધામમાં હાલ રસ્તા સૂમસામ છે તથા દુકાનો બંધ છે. મંદિરના રસ્તા પર બેરિકેડ્સ મુકાયેલા છે. આ વખતે ભક્તો માત્ર ઑનલાઇન દર્શન જ કરી શકશે.

ગત વર્ષે આ સમયે તુળજાપુરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા હતા. આ નવરાત્રિએ પણ રાજ્યભરમાંથી તથા અન્ય રાજ્યોમાંથી ભક્તો આવી રહ્યા છે પણ શહેરની હદની બહારથી જ તેમને પાછા વાળવામાં આવે છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં જાણે સંચારબંધી લાદી દેવામાં આવી હોય એવો માહોલ છે. અત્યારે ભક્તો ઓછા અને પોલીસ વધારે જોવા મળે છે.

માની નિદ્રા પૂરી થયે ઘટસ્થાપના કરાય છે
નવરાત્રિના એક સપ્તાહ પહેલા માતાજી નિદ્રાધીન થાય છે. નવરાત્રિના દિવસે તેઓ જાગે એ પછી ઘટસ્થાપના કરવામાં આવે છે. માતાજી જ્યારે નિદ્રાધીન હોય છે ત્યારે મંદિર પૂજારીઓ માટે પણ બંધ રહે છે. શનિવારે 12 વાગ્યા પછી હોમકુંડ પર ધાર્મિક વિધિ સંપન્ન થયે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. એ પછી ઘટસ્થાપના કરવામાં આવે છે.

માતાજી સિંહાસન પર બિરાજમાન થયાં
ઘટસ્થાપનાની પૂજામાં માતાજી સિંહાસન પર બિરાજમાન થયાં હતાં. દિવસભર પૂજા-અર્ચના બાદ રાત્રે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. નવરાત્રિ દરમ્યાન સવારે અને સાંજે ભોગ ચડાવીને માતાજીની પૂજા કરવામાં આવે છે. પંચમીએ માતાજીના રથ અને અલંકારોની પૂજા થાય છે. બુધવારે મોરલી અલંકાર પૂજા, ગુરુવારે શેષશાહી અલંકાર પૂજા, શુક્રવારે ભવાની તલવાર પૂજા કરવામાં આવે છે. અષ્ટમીએ મહિષાસૂર મર્દિનીની પૂજા થાય છે. નોમના દિવસે ધાર્મિક વિધિ બાદ મંદિરમાં જ પાલખીમાં માતાજીની શોભાયાત્રા યોજાશે.

માતાજીના ઑનલાઇન દર્શન કરી શકાય છે
https://osmanabad.gov.in/shri-tuljabhavani-tuljapur-live-darshan/ આ વેબસાઇટ પરથી મા તુળજામાતાના દર્શન ઑનલાઇન કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો