હટકે હોમ ડેકોર:દિવાળીમાં સજાવો તમારુ ઘર અલગ જ અંદાજમાં, કાર્ડ બોર્ડ આર્ટથી હોમ ડેકોર

એક મહિનો પહેલા

દિવાળી અને નવા વર્ષના દિવસોમાં લોકો પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરતા હોય છે. એકબીજાને શુભકામના આપવા લોકો પ્રિયજનોના ઘર જતા હોય છે. આ દરમિયાન જો તમારા ઘરને અનોખી રીતે સજાવ્યુ હોય તો મહેમાનો પણ ખુશ થઈ જાય. તો આ દિવાળી અને નવા વર્ષે ઘર સજાવટ માટે કાર્ડબોર્ડના ઉપયોગથી તમે અનોખો લુક આપી શકો છો.

નજીવા ખર્ચે થતી આ સજાવટ તમારા માટે અને મહેમાનો માટે યાદગાર બની રહેશે. એના માટે કાર્ડ બોર્ડ, સુંદર આભલા, સ્પાર્કલ કલર્સ, એક્રેલિક કલર્સ અને સુંદર લેસની જરુર રહેશે.

એકદમ સરળ રીતે બની જાય છે આ કાર્ડ બોર્ડ આર્ટ. પણ એનો ફાઈનલ લુક એટલો આકર્ષક લાગે છે કે કોઈ માની જ નહિ શકે કે તેની બનાવટ ઘરે જ કરવામાં આવી છે. તો તમે પણ સજાવો તમારા ઘરને અલગ જ અંદાજમાં.

અન્ય સમાચારો પણ છે...