ટેરો રાશિફળ:બુધવારે THE EMPRESS કાર્ડ પ્રમાણે વૃષભ જાતકોની પારિવારિક બાબતોનો ઉકેલ આવી જશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

11 મે, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી

મેષ:- THE HIGH PRIESTESS
જીવનમાં બનતી નકારાત્મક અને સકારાત્મક ઘટનાઓને કારણે માનસિક સંતુલનમાં ખલેલ ના પહોંચે તે વાત પર તમે વધુ ધ્યાન આપો. તમે માનસિક અને આધ્યાત્મિક રીતે તમારી જાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો.
કરિયરઃ- ઉચ્ચ શિક્ષણમાં તમારી રુચિ વધશે.
લવઃ- લવ રિલેશનશિપમાં તમારે તમારી પોતાની ભૂલોને સમજવાનો પ્રયાસ કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રયત્નો વધારી શકો.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- 9

-------------------------------

વૃષભ:- THE EMPRESS
ઘણી મહેનત બાદ પારિવારિક બાબતોનો ઉકેલ આવી શકે છે. તમારા અંગત જીવનના ઉતાર-ચઢાવને કોઈની સાથે શેર કરશો નહીં
કરિયરઃ- નાણાંકીય આવક કેવી રીતે વધારશો? તે અંગે વિચારવું જરૂરી છે.
લવઃ- સંબંધોમાં તણાવ ના ઉદ્ભવે તે ધ્યાન રાખવું.
સ્વાસ્થ્ય:- વજનને કંટ્રોલમાં લાવવું શક્ય બનશે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- 2

-------------------------------

મિથુન:- KING OF SWORDS
તમારા કઠોર વ્યવહારને સુધારો નહીંતર આવનાર સમયમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અહંકાર અને ગુસ્સાનો ત્યાગ કરો નહીંતર મૂંઝવણમાં મુકાઈ જશો.
કરિયરઃ- કારકિર્દી સાથે જોડાયેલાં લક્ષ્ય પર કામ કરવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
લવઃ- જીવનસાથીની સકારાત્મક વાતોને જ ધ્યાનમાં રાખીને નકારાત્મક વાતોને નજરઅંદાજ કરવી ખોટું હશે.
સ્વાસ્થ્ય:- માથામાં દુખાવો કે ભારેપણું આવી શકે છે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- 7

-------------------------------

કર્ક:- ACE OF WANDS
ધીમે-ધીમે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે અને માનસિક સ્થિતિમાં મોટું પરિવર્તન આવશે. આવનાર સમયમાં તમે તમારી ઈચ્છા મુજબનું જીવન જીવી શકશો.
કરિયરઃ- અંગત જીવનને કામ પર હાવી ના થવા દો નહીંતર નુકશાન થઈ શકે.
લવઃ- સંબંધોમાં અપેક્ષા મુજબ પરિવર્તન માટે યોગ્ય સમયની રાહ જુઓ.
સ્વાસ્થ્ય:- પેટ સંબંધિત બીમારીઓમાં ઘટાડો થશે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- 8

-------------------------------

સિંહ:- KNIGHT OF CUPS
કોઈ નિર્ણય લેતાં પહેલાં ભવિષ્યમાં બનનારી દરેક ઘટના અંગેની સકારાત્મક અને નકારાત્મક પરિસ્થિતિ અંગેનો ખ્યાલ મેળવો અને પછી આગળ વધો.
કરિયરઃ- કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી કામ સંબંધિત સમસ્યાઓ અંગે સલાહ લઈ શકો.
લવઃ- તમારા દ્વારા મુકવામાં આવેલાં પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર થઈ શકે છે.
સ્વાસ્થ્ય:- સુગરની તકલીફને નિયંત્રણમાં લાવવા માટે જીવનશૈલી બદલો.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- 3

-------------------------------

કન્યા:- TWO OF CUPS
જીવનમાં અનુભવાતી સ્થિરતાને કારણે તમે વ્યક્તિગત વસ્તુઓમાં પરિવર્તન લાવવા માંગો છો, પરંતુ ડરના કારણે તમે આ પગલું લઈ શકતા નથી. આ વાતનો એહસાસ તમને થોડા સમય પછી થશે.
કરિયરઃ- તમારે તમારી કાર્યક્ષમતામાં વિશ્વાસ જાળવી રાખવો પડશે.
લવઃ- અપરિણીત લોકોના વિવાહ જલ્દી નક્કી થશે.
સ્વાસ્થ્ય:- શરીરને ડિહાઈડ્રેટ ના થવા દો નહીંતર ત્વચા સંબંધી વિકાર આવી શકે છે.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: 1

-------------------------------

તુલા:- FIVE OF SWORDS
પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની સંભાવના છે, જેની અસર તમારા પર વધુ જોવા મળશે. તમારા સ્વભાવ અને વર્તનનું યોગ્ય રીતે નિરીક્ષણ કરીને યોગ્ય ફેરફારો કરવા તમારા માટે મહત્વપૂર્ણ છે.
કરિયરઃ- કાર્યક્ષેત્રમાં ચાલી રહેલાં રાજકારણનો ભાગ બનવાનો પ્રયત્ન બિલકુલ ના કરશો.
લવઃ- જીવનસાથી સાથેનું કઠોર વર્તન તમને અફસોસ કરાવશે.
સ્વાસ્થ્ય:- શારીરિક નબળાઈ અને શરીરનો દુખાવો ચિંતાનું કારણ બની શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 4

-------------------------------

વૃશ્ચિક:- QUEEN OF SWORDS
તમે કોઈ નિર્ણય લો છો તો તેના પર અડગ રહીને કામ કરી શકતાં નથી. જો તમે આગળ વધવા ઇચ્છતાં હોવ તો તમારી આ આદતને આજે જ બદલો.
કરિયરઃ- તમે કામ સંબંધિત બાબતોમાં સારાં જાણકાર છો, છતાં જ્ઞાન મેળવવાની તમારી ઇચ્છા વધશે.
લવઃ- તમારા સંબંધોને મજબૂત બનાવવા પ્રયાસ કરો.
સ્વાસ્થ્ય:- લો બીપી અને લો શુગરની સમસ્યા પરેશાન કરી શકે છે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:-:5

-------------------------------

ધનુ:- SIX OF SWORDS
તમારા જીવનનો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તે અંગે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરો. આ નિર્ણયના અન્ય પાસાંઓને પણ જાણો જેથી, યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે.
કરિયરઃ- ધાર્યા મુજબની તક મળશે ઝડપી લેશો નહીંતર ભવિષ્યમાં પસ્તાવો થશે.
લવઃ- અંગત બાબતોની અસર તમારા સંબંધ અને પરિવાર પર પડી શકે છે.
સ્વાસ્થ્ય:- આવનાર સમયમાં સ્વાસ્થ્ય અંગે તમારે ધ્યાન રાખવું પડશે.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- 6

-------------------------------

મકર:- KING OF CUPS
આવનાર સમયમાં તમે વધુ લાગણીશીલ બની શકો, પરંતુ તેના કારણે તમને તમારી નબળાઈઓનો ખ્યાલ આવશે અને તમે તમારી નબળાઈઓને દૂર કરી આવનાર ભવિષ્ય માટે તમારી જાતને તૈયાર કરી શકશો.
કરિયરઃ- કાર્યસ્થળે સાચવીને રહેવું.
લવઃ- જીવનસાથી દ્વારા તમારા પર ખોટો આરોપ લાગી શકે છે.
સ્વાસ્થ્ય:- પેશાબ સંબંધી પરેશાની વધવાની શક્યતા છે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- 9

-------------------------------

કુંભ:- ACE OF PENTACLES
આર્થિક પરિસ્થિતિ સાથે સંબંધિત તમે જે ઉતાર-ચઢાવ અનુભવો છો, તે તમારી અંદરની ઈચ્છાશક્તિને જાગૃત કરશે અને જીવનને સાચા રસ્તે લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
કરિયરઃ- કામ સંબંધિત ભૂલોના કારણે બિઝનેસ સેક્ટર સાથે જોડાયેલા લોકો માત્ર પોતાના કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશે.
લવઃ- પાર્ટનર સાથેના વિવાદોને કારણે સંબંધોના કેવા વિચારો અને અપેક્ષાઓ છે, આ બાબતો સ્પષ્ટ થશે.
સ્વાસ્થ્ય:- ડાયેરિયાથી સમસ્યા થઈ શકે છે.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- 2

-------------------------------

મીન:- EIGHT OF CUPS
જીવનમાં આગળ વધવા માટે કેટલીક એવી વાતો તમે પાછળ છોડી રહ્યા છો, જેનું દુઃખ તમે અમુક અંશે અનુભવશો, પરંતુ એ વાત યાદ રાખો કે જીવનમાં આગળ વધવા પરિવર્તન જરૂરી છે.
કરિયરઃ- કરિયરમાં બદલાવના કારણે લોકો સાથેની ઓળખાણ વધશે અને તમને નવું શીખવા મળશે.
લવઃ- પાર્ટનર દ્વારા કોઈ વાતને લઈને તમારા પર દબાણ આવી શકે છે.
સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી.
શુભ રંગ:- રાખોડી
શુભ અંક:- 4