17 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 5 રહેશે, આ જાતકોએ ભગવાન ગણેશને સરસિયાના તેલમાં મિક્સ કરેલું સિંદુર ચડાવવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ 17 ઓક્ટોબર, રવિવારનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

રવિવારના અંક
મૂળ અંક- 8, ભાગ્ય અંક- 5, દિન અંક- 1, 4, માસ અંક- 1, ચલિત અંક- 6

રવિવારની વિશિષ્ટ યુતિઃ અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ, અંક 1, 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ તથા અંક 8 સાથે પરસ્પર વિરોધી યુતિ, અંક 6ની અંક 1, 4 સાથે વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

***

અંક-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઇવેન્ટ મેનેજમેન્ટવાળાઓને સારી તકો પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ટર્નશિપ કરી રહેલા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મનોબળ ઊંચું રહી શકે છે.
શું કરવુંઃ કિન્નરોને વસ્ત્ર ભેંટ કરવાં.
મહત્ત્વપૂર્ણ અંકઃ 6
મહત્ત્વપૂર્ણ રંગઃ ક્રીમ

***

અંક-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સ્થાન પરિવર્તન થઈ શકે છે. દૂરથી કોઈ મળવા આવી શકે છે. વધુ પડતો થાક લાગી શકે છે.
શું કરવુંઃ શક્તિનું વિશેષ પૂજન કરવું
મહત્ત્વપૂર્ણ અંકઃ 3
મહત્ત્વપૂર્ણ રંગઃ પીળો

***

અંક-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પારિવારિક વાતાવરણમાં સ્ટ્રેસ ન આવે તેનું ધ્યાન રાખશો. ઑફિસમાં કોઇ સહકર્મચારીની વાતો કે વ્યવહારથી દુઃખ પહોંચી શકે છે. ડિપ્રેશનથી બચવું.
શું કરવુંઃ ભૈરવ બાબાને વસ્ત્ર ચડાવવું.
મહત્ત્વપૂર્ણ અંકઃ 4
મહત્ત્વપૂર્ણ રંગઃ નીલો

​​​​​​​***

અંક-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સમય જેટલો અનુકૂળ છે તેના કરતાં વધારે પ્રતિકૂળ છે. એટલા માટે સંભાળીને કામ કરશો. મોટા સોદા કરવાથી બચવું. હાડકાંનો દુખાવો હેરાન કરી શકે.
શું કરવુંઃ શનિદેવને લોખંડના ચાર ખીલા ચડાવવા
મહત્ત્વપૂર્ણ અંકઃ 8
મહત્ત્વપૂર્ણ રંગઃ કાળો

​​​​​​​***

અંક-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પૈતૃક વ્યવસાય કરતા હો તો આંચકો લાગી શકે છે. તમારાથી મોટી ઉંમરની વ્યક્તિ સાથે પાર્ટનરશિપમાં કામ ન કરશો. પાઇલ્સ (મસા)ની તકલીફ હોય તો સાવચેતી રાખવી.
શું કરવુંઃ ‘ગોવિંદ દામોદરસ્તોત્ર’નો પાઠ કરવો
મહત્ત્વપૂર્ણ અંકઃ 2
મહત્ત્વપૂર્ણ રંગઃ સફેદ

***

અંક-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કેટરિંગવાળાઓને સારી તકો મળી શકે છે. દૂધના જથ્થાબંધ વેપારીઓને લાભ થઈ શકે છે. કમરમાં સ્નાયુ ખેંચાઈ જવાની તકલીફ થઈ શકે છે. શું કરવુંઃ ગૌશાળામાં પાણી માટે ધનનું દાન કરવું મહત્ત્વપૂર્ણ અંકઃ 7 મહત્ત્વપૂર્ણ રંગઃ જાંબુડિયો

​​​​​​​***

અંક-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વિદેશ સેવાના અધિકારીઓ માટે ભાગ્ય કૃપાળુ રહી શકે છે. કોઈ ફેલોશિપ માટે અરજી કરવા માગતા હો તો યોગ્ય સમય છે. કોઈ ઇજા ન થાય તેની સાવધાની રાખશો.
શું કરવુંઃ હનુમાનજીને નાડાછડીની જનોઈ ચડાવો
મહત્ત્વપૂર્ણ અંકઃ 9
મહત્ત્વપૂર્ણ રંગઃ લાલ

***

અંક- 8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

માનસિક અસમંજસમાં રહીને તમે તમારું જ નુકસાન કરી બેસશો. ક્લર્કનું કામ કરતા લોકોને ઑફિસમાં અસહજતા રહી શકે છે. આંતરિક સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે.
શું કરવુંઃ ભગવાન ગણેશને સરસિયાના તેલમાં મિક્સ કરેલું સિંદુર ચડાવો
મહત્ત્વપૂર્ણ અંકઃ 5
મહત્ત્વપૂર્ણ રંગઃ લીલો

​​​​​​​***

અંક-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

અધિકારીની નારાજગી વહોરવી પડી શકે છે. સંતાન સાથે તમારો તાલમેલ બગડી શકે છે. તમારા આવેશ પર નિયંત્રણ રાખશો.
શું કરવુંઃ ‘શ્રી રામચરિતમાનસ’ના ‘બાલકાંડ’ના મંગલાચરણનો પાઠ કરવો
મહત્ત્વપૂર્ણ અંકઃ 1
મહત્ત્વપૂર્ણ અંકઃ સોનેરી