તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શક્તિનું સાયન્સ:તાળીઓથી રક્તનું પરિભ્રમણ સારું થાય

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: અશોક શર્મા
  • કૉપી લિંક
  • શરદપૂર્ણિમાની રાત્રિ તો ધરતી પર શીતળતાની અમીવર્ષા કરવાનું વણલખ્યું શુભ મુહૂર્ત છે, સાકરયુક્ત દૂધ-પૌઆ પિત્તની અક્સિર ઔષધિ

આપણાં પર્વોને ઋતુઓ સાથે અંતરંગ સખ્ય છે. એ મૈત્રીના પાયામાં આરોગ્ય વિજ્ઞાન પણ ખરું. આયુર્વેદમાં ત્રણ પ્રકૃતિ અથવા ત્રિદોષની વિભાવના છે. માનવશરીરના આ ત્રિદોષ છે; વાત, પિત્ત અને કફ. જુદી જુદી ઋતુમાં વાત-પિત્ત-કફની અસર જણાય. જેમ કે, વસંત ઋતુમાં કફનું જોર દેખાય તો ગ્રીષ્મ અને હેમંતમાં વાતદોષ થાય. શરદ ઋતુમાં સામાન્ય રીતે શરીરમાં પિત્તદોષ પ્રબળ થાય. પિત્તને સામાન્ય ભાષામાં ગરમી કહે છે. પિત્તનું શમન કરવા શીતળતા જોઇએ. જે શરદ ઋતુની રાત્રિએ ભરપૂર મળે. તેમાંયે શરદપૂર્ણિમાની રાત્રિ તો જાણે ધરતી પર શીતળતાની અમીવર્ષા કરવાનું વણલખ્યું શુભ મૂહુર્ત ન હોય! ચાંદનીમાં ઝબોળેલા સાકરયુક્ત દૂધ-પૌંઆ પિત્તનું અક્સિર ઔષધ છે. તેમજ પિત્ત કરે તેવા તીખા ખારા અને ખાટા આહાર ટાળવામાં આવે. શરદની રાત્રે કુદરતની ગોદમાં ચાંદનીમાં વિહાર પોતે જ પિત્તનો નિસર્ગોપચાર છે!

ગીતામાં (6/17) ભગવાન શ્રીકૃષ્ણે નિરામય જીવનના ચાર ઉપાયો કહ્યા છે; યોગ્ય આહાર, યોગ્ય વિહાર (આનંદ), યોગ્ય પરિશ્રમ અને યોગ્ય ઉંઘ! આ ચારેયનો સુંદર સંગમ શરદની નવરાત્રિમાં જોવા મળે. જ્યારે સાધકો હળવો અને શીતળ ખોરાક લે. મિત્રો અને સખીઓ સાથે ચાંદનીના ચંદરવા તળે માંની સાખે સાત્ત્વિક આનંદથી ગરબે રમે. અને પરિશ્રમથી થાકેલા તનને સમશીતોષ્ણ રાત્રિમાં ભરપૂર આરામ મળે. તાળીઓના તાલની તો શરીરના આરોગ્ય પર અદભૂત અસર છે. રક્ત-પરિભ્રમણ વધે. હૃદય સ્વસ્થ રહે. તાળીઓ પાડવાથી એન્ડૉર્ફિન હોર્મોનનો સ્રાવ વધે, જેનાથી સ્ફૂર્તિ અને સ્વસ્થતા અનુભવાય. ગરબે ઘૂમતી વેળા થતો તાલબદ્ધ પદચાપ એક જાતની એક્યુપ્રેશર એક્સરસાઇઝ છે. વળી થાકેલું તન અને આનંદિત મન ગાઢ ઉંઘની પરફેક્ટ રેસિપિ છે.

નવરાત્રિ દરમ્યાન ગીતાના ચાર સ્વાસ્થ્ય મંત્રો યોગ્ય આહાર-વિહાર-ચેષ્ટા-આરામનું અનુષ્ઠાન સધાય. જો કે એ ન ભૂલાય કે મૂળ પારંપરિક વાતાવરણ અને ઉદ્દેશને અનુસરીએ તો જ નવરાત્રિ ફળદાયી બને. તીખા-તમતમતા ફાસ્ટફૂડ, પાર્ટિ પ્લોટની કૃત્રિમ રોશની, ભીડભાડ અને ઘોંઘાટિયું વાતાવરણ તનને અસ્વસ્થ કરવા સાથે તણાવ તાણી લાવે! જ્યાં નથી સ્વસ્થતા કે નથી શાંતિ ત્યાં વળી સુખ કેવું? holisticwisdom21c@gmailcom

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો