ચાણક્ય નીતિ / અગ્નિ સહિત સાતને પગેથી સ્પર્શ કરવો જોઈએ નહીં

divyabhaskar.com

May 15, 2019, 02:59 PM IST
chanakya neeti

ધર્મ ડેસ્ક: વ્યક્તિએ સાતને પગેથી સ્પર્શ કરવો જોઈએ નહીં, એટલે કે પોતાનો પગ અડાડવો જોઈએ નહીં. ચાણક્ય નીતિમાં આ વાત જણાવવામાં આવી છે.


શ્લોક :


पादाभ्यां न स्पृशेदग्निं गुरुं ब्राह्मणमेव च l
नैव गां न कुमारीं च न वृद्धं न शिशुं तथा ll

-(ચાણક્ય નીતિ અધ્યાય 7, શ્લોક- 6)


અર્થ- અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, વૃદ્ધ વ્યક્તિ અને નાના બાળક આ સાતને પગેથી સ્પર્શ કરવો જોઈએ નહીં.


અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય અને વૃદ્ધ વ્યક્તિ સન્માનને પાત્ર છે. કોઈપણ વસ્તુ કે વ્યક્તિને પગ અડાડવાથી તેનો અનાદર થાય છે. આપણી વૈદિક સંસ્કૃતિમાં અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ અને ગાયને દેવનો દરજ્જો આપવામાં આવ્યો છે. આમનું પગેથી અપમાન કરવાના બદલે સન્માન કરવું જોઈએ.


આવી જ રીતે કુંવારી કન્યા માતા સમાન છે અને નાના બાળકોમાં ભગવાનનો વાસ હોય છે. આથી આમનું અપમાન કરવું ન જોઈએ કે તેને પગ અડાડવો જોઈએ નહીં.


જે વ્યક્તિ સન્માનને પાત્ર હોય તેમનું અપમાન કરવાથી વ્યક્તિએ આવનારા દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

X
chanakya neeti
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી