પૂર્ણિમાનો દુર્લભ યોગ / બુદ્ધ પૂર્ણિમા ઉપર મંગળ-રાહુ ગ્રહ મિથુન રાશિમાં અને શનિ-કેતુ ગ્રહ ધન રાશિમાં રહેશે

budhha prunima yog
X
budhha prunima yog

divyabhaskar.com

May 17, 2019, 04:34 PM IST

ધર્મ ડેસ્ક: 18 મે 2019ના રોજ ભગવાન બુદ્ધનો જન્મોત્સવ ઉજવવાશે.વૈશાખ માસની પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર પણ લીધો હતો.  જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે મંગળ-રાહુ મિથુન રાશિમાં રહેશે અને તેની એકદમ સામે શનિ-કેતુ ધન રાશિમાં રહેશે. આ એક દુર્લભ યોગ છે. સૂર્ય અને ગુરુ પણ એકબીજા પર દ્રષ્ટિ રાખશે. આવો જાણીએ આની 12 રાશિઓ ઉપર શું અસર થશે.
 

જાણો, 12 રાશિ ઉપર કેવી અસર પડશે

1. આ લોકોએ સંભાળીને રહેવું

બુદ્ધ પૂર્ણિમાના દિવસે બની રહેલા યોગના કારણે મિથુન, ધનુ, કર્ક અને મકર રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે. નાની અમથી લાપરવાહી પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. વાદ-વિવાદ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખવો. બિનજરૂરી બાબતમાં લોકોને સલાહ આપવી નહીં.
 

2. આ લોક માટે સમય સામાન્ય રહેશે

મેષ, વૃષભ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે.આ લોકોને પોતાની મહેનતના પ્રમાણમાં ફળ મળશે. જૂની સમસ્યાનું સમાધાન મળશે.
 

3. આ લોકો માટે આવનાર સમય શુભ રહેશે

સિંહ, કન્યા, કુંભ અને મીન રાશિના લોકો માટે આવનાર સમય શુભ રહેશે. આ લોકોને ઓછી મહેનતમાં પણ સફળતા મળશે. ધન સંબંધી કામમાં આવતા અવરોધો દૂર થશે.
 

4. આ દિવસે શું શું કરવું

વૈશાખ પૂર્ણિમાના પવિત્ર દિવસે સ્નાન કરીને ગરીબોને પૈસાનું દાન કરવું જોઈએ. વ્રત કરવું જોઈએ. ભગવાન સત્યનારાયણની કથા પણ કરવી જોઈએ. શિવલિંગ ઉપર તાંબાના લોટોથી જળ ચઢાવવું જોઈએ. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી