બુધનું રાશિ પરિવર્તન / કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું પડશે, કુભ રાશિના જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

budh rashi parivartan 1 June 2019

divyabhaskar.com

May 30, 2019, 02:27 PM IST

ધર્મ ડેસ્ક : પ્રથમ જૂનના રોજ બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેની 12 રાશિ ઉપર તેની કેવી અસર પડશે તે અમારા જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ અહીં જણાવી રહ્યા છે.


મેષ રાશિના જાતકો માટે આ ભ્રમણ 12માં ભાવમાં થતું હોવાથી ખર્ચમાં વધારો થઈ શકે છે. બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ થશે. શારીરિક બીમારી કે તકલીફ આવી શકે છે. વિદેશ ગમન વગેરેના કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને સારી મસફળતા મળશે. ઘરના કામકાજમાં પણ સફળતા મળશે.


ઉપાય તરીકે કોઈપણ મંદિરમાં મગનું દાન કરવું.

..............

વૃષભ રાશિના જાતકો માટે આ પરિવર્તન અગિયારમાં ભાવમાં થઈ રહ્યું છે. જે આવકમાં વૃદ્ધિ તથા નવા વેપારની શરૂઆત કરાવશે. ઘરમાં વાદ-વિવાદમાં રાહત મળશે. પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ દૂર થશે. જોકે ખોટી દિશામાં કામની તકો ઊભી થશે, તેનાથી સાચવવું. ઉતાવળે કરેલો નિર્ણય નુકસાન કરી શકે છે.


ઉપાય તરીકે ઓમ બુધાય નમઃ મંત્રની માળા કરવી. ગાયને લીલું ઘાસ આપવું.

...............

મિથુન રાશિના જાતકો માટે આ પરિવર્તન દસમા ભાવ પર થઈ રહ્યું છે. વ્યાપારની દ્રષ્ટિએ આ પરિવર્તન ઉત્તમ છે. માતાના સ્વાસ્થ્ય વગેરેમાં રાહત મળશે. નાણાકીય લેવડ-દેવડથી દૂર રહેવું. ખોટા માણસોની સંગતમાં જવું નહીં. સંતાન વગેરેનું સુખ પ્રાપ્ત થશે. અટવાયેલા કાર્યો પૂરા થશે.


ઉપાય તરીકે શિવ મંદિરમાં મગનું દાન કરવું.

...........


કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તન ભાગ્ય ભુવન પર થઈ રહ્યું છે. જે ઉત્તમ પરિવર્તન છે. પરાક્રમમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે. નાના-મોટા કાર્યો પૂરા થશે. સરકાર તરફથી લાભ મળશે. કોર્ટ-કચેરીમાં પણ સફળતા મળશે. નાણાકીય વ્યવહારથી દૂર રહેવાની જરૂર છે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે. ભાગ્ય પરિવર્તન છૂટથી થશે.

ઉપાય તરીકે ગરીબોને મગનું દાન આપવું.

.............

સિંહ રાશી રાશિના જાતકો માટે આ પરિવર્તન અષ્ટમ ભાવમાં થઈ રહ્યું છે, જે શારીરિક તકલીફ આપી શકે છે. ઘરના વાદ-વિવાદમાં રાહત મળશે. જૂના અટવાયેલા પૈસા પાછા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. વિદેશ યાત્રામાં રૂકાવટ આવશે. નવી નોકરી પ્રાપ્ત થઈ શકે છે. સ્થળ પરિવર્તન અથવા વ્યાપારમાં કંઈક નવું કરી શકો છો. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ રાખવાથી કામમાં સફળતા મળશે.


ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવવું.

...................


કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન સાતમા ભાવ પર થતું હોવાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. દૈનિક આવકના કાર્યોમાં વધારો થશે. રોજ-બરોજના જે કામ કરો છો, તેમાં પણ રાહત મળશે. શારીરિક બીમારીમાં પણ રાહત મળશે. સ્નાયુ સંબંધી તકલીફ થઈ શકે છે. મૂત્રપિંડ સંબંધી પ્રોબ્લેમ આવી શકે છે. ખાસ કરીને જૂની બિમારીમાં બહુ રાહત દેખાતી નથી. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. લગ્ન વગેરેની ઇચ્છા પરિપૂર્ણ થશે. સંતાન અંગેની ચિંતામાં પણ રાહત થશે.


ઉપાય તરીકે ગાયને લીલુ ખાસ આપો અને કૃષ્ણ મંદિરમાં મગનું દાન કરો.

............

તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન છઠ્ઠા ભાવમાં થતું હોવાથી સ્નાયુ અંગેની તકલીફ વધી શકે છે. શત્રુ અને રોગમાં વૃદ્ધિ થાય ખર્ચનો વધારો થશે. ધારેલાં કાર્યોમાં નિષ્ફળતા મળશે. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે. નોકરી વગેરેમાં પ્રમોશનની સંભાવના રહેલી છે. ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું. ઉતાવળ કરીને કામ વગાડવું નહીં. કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં. પૈસા ફસાય તેવી સંભાવના છે. પૈસાની લેવડદેવડ કરવી નહીં.


ઉપાય તરીકે ભગવાન શિવને જળ ચઢાવવું. ગાયને લીલું ઘાસ ખવડાવવું.

............

વૃશ્ચિક રાશિના જાતકોને આ પરિવર્તન સંતાન અંગેની સમસ્યાઓમાં રાહત આપશે. ઉતાવળ કરવાથી કામ થશે નહીં. કોઈ અજાણ્યા વ્યક્તિની મુલાકાત ફળદાયી થઈ શકે છે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. નવા ધંધાની શરૂઆત કરી શકશો. નોકરી વગેરેમાં પ્રમોશન અને જૂના ઈન્વેસ્ટમેન્ટમાં ફાયદો થશે.


ઉપાય તરીકે બુધવારનું વ્રત કરવું અને મગનું દાન કરવું.

..........

ધન રાશિના જાતકો માટે આ પરિવર્તન ચોથા ભાવ પર થતું હોવાથી માતાના સ્વાસ્થ્ય અંગે તક ચિંતા થશે. ધારેલી સફળતા મળશે નહીં. બિઝનેસમાં પ્રગતિ થશે. જૂના અટવાયેલા નાણાં પરત મળશે. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવશે. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં. કોઇના કહેવાથી ધંધામાં વધારો-ઘટાડો કરવો નહીં.


ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવવું. પાંચ કન્યાને જમાડવી.

..............

મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા પરાક્રમ પર થતું હોવાથી પરાક્રમમાં વધારો થશે. નવી મુલાકાતો ફળદાયી નિવડશે. ધારેલા કામમાં સફળતા મળશે નહીં. મિત્રો વચ્ચે મતભેદ થશે. કોર્ટ-કચેરીમાં ફાયદો દેખાય અથવા તમારા પક્ષમાં નિર્ણય આવે. સંતાન અંગેની ચિંતામાં વધારો થાય. ઘરેલુ વાદ-વિવાદમાં ઊતરવું નહીં. ખર્ચમાં વધારે થશે. નાણાકીય વ્યવહારોથી સાવધાન રહેવું. પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થશે. નવા ધંધાનો વિચાર હમણાં માંડી વાળવો.


ઉપાય તરીકે લીલા મગનો ખોરાકમાં ઉપયોગ કરવો. ગાયને લીલું ઘાસ ખવડાવવું. વિષ્ણુ મંદિરમાં મગનું દાન કરો.

............

કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન બીજા ભાવ પર થતું હોવાથી સ્થાન ભુવન મજબૂત થશે. વાદ-વિવાદમાં રાહત થશે. ધનની પ્રાપ્તિ થશે. નોકરી-વ્યવસાયમાં સફળતા મળશે. તમારા વિશ્વાસુ માણસો દગો ન કરે એની કાળજી રાખવી. નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું. ઉતાવળે કોઈ કામ થતું નથી તે ધ્યાન રાખો. માતા-પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે. નોકરી-વેપારમાં વધારો થશે.


ઉપાય તરીકે મગનું દાન કરવું. ગાયને ઘાસ આપવું.

...................

મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન લગ્ન સ્થાન પર થતું હોવાથી ધારેલા કાર્યમાં સફળતા મળશે. વ્યાપારમાં વધારો થશે. નાણાની પ્રાપ્તિ સારી રહેશે. નવી વસ્તુઓ પાછળ ખર્ચ કરવો પડશે. જૂના મિત્રોનો સાથ સહકાર ઓછો મળશે. નોકરીમાં સફળતા સારી મળશે. બિઝનેસમાં થોડું ધ્યાન રાખવું. બિઝનેસ માટે સમય અનુકૂળ છે. લગ્ન વગેરેની વાતોમાં સફળતા મળશે.


ઉપાય તરીકે ગાયને ઘાસ આપવું. બુધવારનું વ્રત કરવું. ભગવાન શિવને જળ ચઢાવવું.


(માહિતી: જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદ, Email id: [email protected])

X
budh rashi parivartan 1 June 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી