બુધનું રાશિ પરિવર્તન / બુધ ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ, વૃષભ અને મકર રાશિ સહિત ચાર રાશિની મુશ્કેલી વધારશે, 12 રાશિ પર સીધી અસર પડશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

May 04, 2019, 09:37 AM IST

ધર્મ ડેસ્ક: 3 મેને શુક્રવારના રોજ સાંજે બુધ ગ્રહ રાશિ બદલી છે. અત્યાર સુધી મીન રાશિમાં બુધ નીચનો હતો,  હવે મેષ રાશિમાં આવવાથી તેની નીચની સ્થિતિ પૂરી થઈ ગઈ છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ અને બુધને દુશ્મની છે. પરંતુ મેષ રાશિના જાતકો માટે બુધ લાભ કરાવશે. બુધના કારણે ગરમીમાં વધારો થશે. વેપારીઓ માટે આવનાર સમય ફાયદાકારક હશે. બુધ ગ્રહ મેષ રાશિમાં 18 મે સુધી રહેશે. ત્યાર પછી તેનો વૃષભ રાશિમાં પ્રવેશ થશે. મેષ રાશિમાં બુધ ગ્રહના પ્રવેશથી દરેક રાશિ પર તેની કેવી અસર પડશે તે જાણીએ.
 

બુધ ગ્રહના રાશિ પરિવર્તનની અસર

1. મેષ રાશિ

આ રાશિના જાતકોને બુધ શુભ ફળ આપશે. ભાગ્યનો સાથ મળશે. ધનલાભ થવાનો યોગ છે. ઘર પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે. 
 

2. વૃષભ રાશિ

 આ રાશિના જાતકો માટે બુધની સ્થિતિ અશુભ રહેશે. સાવધાનીથી કામ કરવું, નહીંતર નુકસાન થઈ શકે છે. વાદ-વિવાદથી બચવું.
 

3. મિથુન રાશિ

બધુ ગ્રહ આ રાશિના જાતકોની આવકમાં વધારો કરશે. નોકરીમાં અધિકારીઓની મદદથી મોટી સફળતા મળશે. 
 

4. કર્ક રાશિ

આ રાશિના જાતકોને પિતા દ્વારા મદદ મળશે. ધનલાભ થશે. પિતા સાથે સુખદ સમય પસાર થશે. નોકરી કરનાર લોકો ઉપર કામનું ભારણ રહેશે.
 

5. સિંહ રાશિ

બુધના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના જાતકોના ભાગ્યમાં વધારો થશે. સંતાનનું સુખ મળશે. ઘરમાં શાંતિ મળશે. મન પ્રસન્ન રહેશે.
 

6. કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે બુધની સ્થિતિ અશુભ રહેશે. ધન સંબંધી કામમાં નુકાસાન થશે. ધીરજથી કામ કરવું. ક્રોધથી બચવું.
 

7. તુલા રાશિ

આ રાશિના જાતકોને બુધ લાભ કરાવશે. પ્રેમમાં સફળતા મળશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
 

8. વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોએ સાવધાનીથી કામ કરવું. બુધની સ્થિતિના કારણે સમય અશુભ રહેશે. કોઈ મોટું નુકસાન પણ થઈ શકે છે.
 

9. ધન રાશિ

બુધનું રાશિ પરિવર્તન ધન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. ઓછી મહેનતમાં સારી સફળતા મળશે. ધન-સંપત્તિમાં વધારો થશે.   પરિવારમાં સુખ-સમૃદ્ધિ યથાવત રહેશે.
 

10. મકર રાશિ

મકર રાશિ માટે બુધ અશુભ ફળ આપશે. માનસિક તણાવ રહેશે. કામનું ભારણ રહેશે. અવરોધોનો સામનો કરવો પડશે. 
 

11. કુંભ રાશિ

આ રાશિના જાતકોના પરાક્રમમાં વધારો થશે, કામમાં તેઓનું પ્રદર્શન સારું રહેશે. ભાઈની મદદથી ધનલાભ થશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ યથાવત રહેશે.
 

12. મીન રાશિ

આ રાશિના લોકોને બચત કરેલા ધનમાં વધારો થશે. આ રાશિના જાતકો માટે બુધની સ્થિતિ સારી છે, જેનાથી દરેક કામમાં સફળતા મળશે. માન સન્માન મળશે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી