પરિભ્રમણ / બુધ ગ્રહનું વૃષભ રાશિમાં પરિભ્રમણ મિથુન રાશિના જાતકોની મુશ્કેલી વધારશે, 12 રાશિ પર તેની અસર પડશે

તસવીર પ્રતિકાત્મ છે.
તસવીર પ્રતિકાત્મ છે.
X
તસવીર પ્રતિકાત્મ છે.તસવીર પ્રતિકાત્મ છે.

divyabhaskar.com

May 16, 2019, 01:37 PM IST

ધર્મ ડેસ્ક : તારીખ 18 મેને શનિવારના રોજ વૈશાખી પૂનમ છે. આ દિવસે ગોચર ગ્રહ પરિભ્રમણમાં અતિ નાજુક બુધ ગ્રહ વૃષભ રાશિમાં અતિ ટૂંકાગાળા (ફક્ત 14 દિવસ) માટે પરિભ્રમણ કરશે. શુક્રની રાશિ બુધની વધારે અનુકૂળ છે. માટે આ સમય દરમિયાન શેરબજાર ખૂબ જ સારું રહેશે. ગરમી ઘટતાની સાથે વાતાવરણ વાદળછાયું જોવા મળશે.

આ દિવસે બુદ્ધ પૂર્ણિમા હોવાથી અને પૂર્ણિમાના સ્વામી ચંદ્ર હોવાથી તલ, અન્ન, જળનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે 21 લવિંગની પડીકી બનાવીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવી. સાથે યથાશક્તિ ભિક્ષુકને કાચી ખીચડીના પેકેટ આપવા. જેનાથી દરેક રાશિના જાતકોને સારું પરિણામ મળશે. 

આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને કેવી અસર કરશે તેના વિશે જ્યોતિષાચાર્ય આશિષ રાવલ જણાવી રહ્યા છે.

 

 

બુધના પરિભ્રમણની દરેક રાશિ પર અસર

 મેષ રાશિ (અ,લ,ઈ): નવા- નવા રોકાણ થઈ શકે છે. વારસાના પ્રશ્નો હલ થશે.

વૃષભ રાશિ (બ,વ,ઊ): પ્રેમ પ્રસંગો ઊભા થશે. માનસિક ચંચળતા વધી શકે છે.

મિથુન રાશિ( ક,છ,ઘ): ચામડીને લગતી તકલીફો થઈ શકે છે. વ્યસનના ખર્ચમાં વધારે થઈ શકે છે.

કર્ક રાશિ (હ,ડ): મિત્ર મંડળની મદદથી આર્થિક લાભ થશે. તેમજ અણધાર્યા પણ લાભ મળી શકે છે.

 સિંહ રાશિ (મ,ટ): નોકરી-ધંધામાં પરિવર્તન થશે. મકાન-વાહન લેવાના પ્રબળ યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ (પ,ઢ,ણ) : ભાગ્ય પરિવર્તન માટે અન્યનો સાથ સહકાર મળશે. તેમજ યાત્રા-પ્રવાસ થઈ શકે છે.

તુલા રાશિ (ર,ત): શરીર પર ગુમડા થવાની શક્યતા છે. પરીવારમાં શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ (ન,ય): કુંવારા યુવક-યુવતી માટે શુભ સમય છે. પાર્ટનરથી વિશેષ લાભ મળશે. શુભ સમાચાર મળી શકે છે.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : દૈનિક આવકમાં વધારો થઈ શકે છે. વિદેશીથી શુભ સમાચાર મળી શકે છે.

મકર રાશિ (ખ,જ): શેરબજારમાં રોકાણ કરવામાં કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે વિશેષ સાવચેતી રાખવાનો સમય.

કુંભ રાશિ (ગ,સ,શ) : માનસિક શાંતિમાં વધારો થશે. નાના ભાઈભાંડુથી લાભ થશે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ) : ટૂંકી મુસાફરી થઇ શકે છે. બહેરાશ આવી શકે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી