બુધનો વૃષભમાં પ્રવેશ / મકર રાશિમાં પંચમ ભાવમાં થઈ રહેલું આ પરિવર્તન ધનલાભ કરાવશે, 12 રાશિ ઉપર સીધી અસર પડશે

budh grah rashi parivartan
X
budh grah rashi parivartan

divyabhaskar.com

May 20, 2019, 12:16 PM IST

ધર્મ ડેસ્ક : બુધ ગ્રહે વૃષભ રાશિમાં પ્રેવશ કરી લીધો છે. આ ગ્રહ 1 જૂન સુધી આ રાશિમાં રહેશે. ત્યાર પછી તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ બુધના શત્રુ શુક્રની રાશિ છે. 12 રાશિ ઉપર આ રાશિ પરિવર્નની શું અસર થશે તે પંડીત મનીષ શર્મા જણાવી રહ્યા છે.
 

બુધનું રાશિફળ

મેષ રાશિ: મેષ રાશિ માટ આ સમય સારો રહેશે. દરેક કામ કોઈ મુશ્કેલી વગર પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધનલાભ થઈ શકે છે. આ રાશિ માટે સારા યોગ બની રહ્યા છે.
 

વૃષભ રાશિ : બુધ આ રાશિને દરેક ક્ષેત્રમાં પ્રગતિ અપાવશે. ધનલાભ પણ કરાવસે. પ્રમોશન સાથે નવું કામ પણ મળશે. આ રાશિના જાતકોના વર્ચસ્વમાં વધારો થશે. 
 

મિથુન રાશિ : બુધ ગ્રહ આ રાશિની મુશ્કેલીમાં વધારો કરશે. આર્થિક દ્રષ્ટિએ આ રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. સંભાળીને રોકાણ કરવું. જોખમવાળા નિર્ણયો લેવાથી બચવું.  પરિવારનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
 

કર્ક રાશિ : આ રાશિના જાતકો માટે આ પરિવર્તન શુભ ફળ આપશે. મનગમતા કામને પૂર્ણ કરાવશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. 
 

સિંહ રાશિ : આ પરિવર્તન સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે. અટવાયેલા કાર્યોને પૂરા કરવામાં મદદ કરશે. પૈસાની આવક પણ સારી એવી થશે.  કાર્યક્ષેત્રમાં નવી દિશા મળશે. 
 

કન્યા રાશિ : આ રાશિના જાતકોના કામ સરળ બનશે. પરીવારમાં કોઈ માંગલિક પ્રસંગ યોજાશે. આર્થિક સ્થિતિ સુધરશે. સરકારી કામમાં અવરોધ આવી શકે છે.
 

તુલા રાશિ : બુધ ગ્રહ આ રાશિના જાતકો માટે મુશ્કેલી વધારશે.  દરેક કામને પૂરું કરવા માટે વધારે મહેનત કરવી પડશે. સાવધાની રાખવી. નાની ઉંમરની વ્યક્તિ અપમાન કરી શકે છે.
 

વૃશ્ચિક રાશિ : આ રાશિ માટે આ પરિવર્તન ઠીક ઠીક રહેશે. જેટલી મહેનત કરશો એટલું જ ફળ મળશે. 
 

ધન રાશિ : બુધ ગ્રહનું આ રાશિમાં અષ્ઠમ ભાવમાં પરિવર્તન થઈ રહ્યું છે. જે શુભ ફળ આપશે. બધી રીતે અનુકૂળ વાતાવરણનું નિર્માણ થશે. શુત્રઓને હરાવશો. પરીવારમાં ખુશીઓ આવશે.
 

મકર રાશિ : આ રાશિમાં બુધનું રાશિ પરિવર્તન પંચમ ભાવમાં થઈ  રહ્યુ છે. શનિની સાઢાસાતી સાથે બુધની આ સ્થિતિ ખુબ જ મહત્વપૂર્ણ છે. બધી પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સરકારી કામમાં સફળતા મળશે. ધનલાભ થશે.
 

કુંભ રાશિ : બિનજરૂરી ચિંતામાં વધારો થશે. જ્યાં નુકસાન થવાની સંભાવના છે ત્યાં લાભ થશે. વિવાદાસ્પદ સ્થિતિને કાબૂ કરવામાં સફળ થશો. 
 

મીન રાશિ : આ રાશિના જાતકો માટે આ પરિવર્તન તૃતિય ભાવમાં થઈ રહ્યુ છે, જે સફળતા અપાવશે. નવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે અવરોધોને દૂર કરી સફળતા અપાવશે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી