તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જગદંબા કથા:મોહ અને માયાથી મુક્તિનું વરદાન આપે છે ભગવતી જગદંબા

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: ભાણદેવ
  • કૉપી લિંક

નવરાત્રિના મહાપર્વમાં માતાના ભક્તો માટે પ્રસ્તુત છે જગદંબાની કથા. મેધા ઋષિએ જગત જનની મા જગદંબાની કથા સંભળાવતા કહ્યું હતું કે માતાજીની આરાધના થકી જ મુક્તિનું વરદાન મળે છે. શારદીય નવરાત્રિના પાવન પ્રસંગે પહેલીવાર દિવ્ય ભાસ્કરના વાચકો બાકીના નોરતે આ વિશેષ પૂર્તિમાં મા જગદંબાની કથા વાંચી શકશે. સુખશાંતિ, સમૃદ્ધિ માટે માતાની આરાધના ફળદાયી છે. એ પણ યાદ રાખવું જોઈએ જગતની દરેક સ્ત્રીમાં મા જગદંબાની શક્તિનો અંશ રહેલો હોય છે તેથી જે ભક્ત પ્રત્યેક સ્ત્રીનું સન્માન કરે તેની આરાધના જ મા સ્વીકારે છે.

ખડગં ચક્રગદેષુચાપ પરિધાગ્છૂલં ભુશુણ્ડી શિર:
શખં સંદધતી કરૈસ્ત્રિનયનાં સર્વાંગભૂષાવૃત્તામ્ ।
નીલાશ્મદ્યુતિમાસ્યપાદદશકાં સેવે મહાકાલિકાં
યામસ્તૌત્સ્વપિતે હરૌ કમલજો હન્તુ મધું કૈટભમ્ ।।
શ્રીસપ્તશતી, 1-1

‘ભ ગવાન શ્રીહરિ સૂઇ રહ્યા હતા, ત્યારે કમલયોનિ બ્રહ્માજીએ મધુ અને કૈટભને હણવા માટે જેમની સ્તુતિ કરી હતી, તે મહાકાલિકાનું હું ભજન-સેવન કરું છું. તે મહાકાલીએ પોતાના દશ હાથમાં ખડ્ગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, શૂલ, ભુશુંડી, મસ્તક અને શંખ ધારણ કર્યાં છે. તે દેવી ત્રણ નયનવાળાં છે. સર્વાંગે સુંદર આભૂષણોથી ઢંકાયેલાં છે. તેમની કાંતિ નીલમણિ જેવી છે. તેમને દશ મુખ અને દશ પગ છે.’ ભગવતી જગદંબાને શત શત પ્રણામ કરીને, તેમની કૃપાદૃષ્ટિ પામીને આપણે અહીં જગદંબા કથાનો પ્રારંભ કરીએ.

પ્રાચીનકાળમાં સુરથ નામનો એક રાજા હતો. સમગ્ર પૃથ્વીમંડળ પર તેની આણ પ્રવર્તતી હતી. આ રાજા સુરથ પર ‘કોલાવિધ્વંસી’ નામના ક્ષત્રિયોએ આક્રમણ કર્યું. રાજા સુરથ હારીને, પોતાનું રાજ્ય અને નગરી ગુમાવીને, ઘોડા પર બેસીને એકલો ગાઢ અરણ્યમાં ચાલ્યો ગયો. રાજા મેધા ઋષિના આશ્રમ પાસે પહોંચે છે. તે વખતે તેમની ‘સમાધિ’ નામના વૈશ્ય સાથે મુલાકાત થાય છે. એ પણ દુ:ખી અને નિરાધાર છે. તેને તેનાં પત્ની અને પુત્રોએ ધનના લોભથી હાંકી કાઢ્યો છે. બંને દુખિયા છે. બંનેને માર્ગદર્શન અને આશ્રયની આવશ્યકતા છે. બંને મેધા ઋષિ પાસે જાય છે.

રાજા સુરથ અને વૈશ્ય સમાધિ મેધા ઋષિ સમક્ષ પોતાના મોહ અને દુ:ખની સમસ્યા રજૂ કરે છે અને તેમાંથી મુક્ત થવાનો ઉપાય પૂછે છે. મેધા ઋષિ કહે છે, ‘જગદંબા ભગવતીથી જ આ જગત મોહ પામે છે. જગદંબા પ્રસન્ન થઇને મનુષ્યને મુક્તિના વરદાન આપે છે. તે જ પરમ વિદ્યા છે અને તે જ સંસાર-બંધન અને મોક્ષના હેતુરૂપ સનાતની દેવી છે અને તે જ સર્વ ઇશ્વરોની પણ ઇશ્વરી છે.’

હવે રાજા સુરથ આગળ પૂછે છે, ‘હે ભગવન! આપ જેને મહામાયા કહો છો એ દેવી કોણ છે? હે દ્વિજ! તેનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તેના ચરિત્ર શા છે? તેનો પ્રભાવ શો છે? તેનું સ્વરૂપ શું છે? તેનો ઉદભવ કેવો છે? હે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા! આ સર્વ હું આપની પાસેથી સાંભળવા ઇચ્છું છું.’

રાજા સુરથના આ પ્રાર્થના ઉત્તરમાં મેધા ઋષિ તેમને જગદંબાની કથા કહે છે.
(ક્રમશ:)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો