ખરાબ ટેવોને સમય પહેલાં છોડી દેવામાં ન આવે તો આપણું જીવન બરબાદ થઈ શકે છે. જે પ્રકારે એક નાનકડો છેદ કમંડળને પાણીમાં ડૂબાડી શકે છે, એવી જ રીતે એક નાનકડી ભૂલ આપણા પતનનું કારણ બની શકે છે. મહાવીર સ્વામીએ પોતાના શિષ્યોને દૂષણોથી બચવાની રીત બતાવી હતી. એક દિવસ કેટલાક શિષ્યોએ મહાવીર સ્વામીને પૂછ્યું કે કોઈપણ વ્યક્તિનું પતન કઈ રીતે થઈ શકે છે? મહેરબાની કરીને જણાવો કે તેની પાછળના મુખ્ય કારણો શું છે?
મહાવીર સ્વામીએ શિષ્યોની વાત ધ્યાનથી સાંભળી. તેમને કહ્યું કે માણસના પતનનું મુખ્ય કારણ તેની ખરાબ ટેવો અર્થાત્ ખોટી આદતો હોય છે.
સ્વામીજીએ પોતાની વાત સમજાવવા માટે પોતાનું કમંડળ પોતાના શિષ્યોનું આપ્યું અને કહ્યું કે તેને પાણીમાં ફેંકી દો.
શિષ્યોએ કમંડળને પાણીમાં ફેંકી દીધું ત્યારે તે કમંડળ તરી રહ્યું હતું, પાણીમાં ડૂબ્યું નહીં.
ત્યારબાદ સ્વામીજી બોલ્યા કે હવે તમે બધા કહો કે જો આ કમંડળમાં એક નાનકડું કાણું કે છેદ કરી દેવામાં આવે તો શું થાય?
શિષ્યોએ જવાબ આપ્યો કે કાણું કર્યા પછી તો આ કમંડળ પાણીમાં ડૂબી જશે.
સ્વામીજી બોલ્યા કે તમે બધાએ એકદમ સાચો જવાબ આપ્યો કે કમંડળમાં કાણું પાડવાથી તે પાણીમાં ડૂબી જશે. એવી જ રીતે આ વાત આપણને પણ લાગૂ પડે છે. કોઈ વ્યક્તિનું પતન થવા માટે દૂષણ(ખરાબ આદત) રૂપી એક છેદ કરવો જ પર્યાપ્ત છે. આપણે લાલચ, ગુસ્સો, નશો, કામવાસના જેવા દૂષણોથી બચવું જોઈએ. જો આમાંથી કોઈ એક દૂષણની પણ અસર આપણામાં આવી જાય તો આપણું જીવન બરબાદ થઈ શકે છે. દૂષણોથી બચવા માટે આપણે ધર્માચારનું પાલન કરવું જોઈએ. ધૈર્ય રાખીને પોતાના ધર્મ અનુસાર કામ કરવા જોઈએ. પોતાની વસ્તુથી સંતુષ્ટ રહેવું. કોઈપણ મહિલાને ખરાબ નજરથી ન જોવી. નકારાત્મક વિચારોથી બચવા માટે ધ્યાન કરવું.
જીવન પ્રબંધન
મહાવીર સ્વામીજીના જીવનનો આ કિસ્સો આપણને શીક આપે છે કે આપણે હકારાત્મકતાની સાથે રહેવું જોઈએ અને દૂષણોથી બચવું જોઈએ. લાલચ ન કરો, બીજાના ધન પર ખરાબ નજર ન રાખો. નાની-નાની વાતોને લીધે ઘર-પરિવારમાં ગુસ્સો ન કરો. નશો અને કામવાસના જેવી ખરાબ ટેવો તો તરત જ છોડી દેવી હિતાવહ છે. કોઈ વ્યક્તિમાં અનેક ગુણ છે, પરંતુ તેમાં એકપણ ખરાબ આદત હશે તો તેનું પતન નિશ્ચિત હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.