રામકૃષ્ણ પરમહંસ સાથે જોડાયેલો પ્રસંગ છે. પરમહંસજીની એક આદત હતી કે તેઓ જે કામ કરે, તે ખૂબ જ ઈમાનદારીથી મન લગાવીને ચિંતામુક્ત થઈને કરતાં. પરમહંસજીના બધા શિષ્ય તેમની આ આદત વિશે સારી રીતે જાણતાં હતાં. પરમહંસજીની પાસે એક લોટો હતો. દરરોજ તેઓ પોતાના પોટાને 3-4 વાર ખૂબ જ સારી રીતે માંજતાં હતાં. આ લોટાથી જ તેઓ પાણી પીતાં હતાં. રોજ રાત્રે સૂતાં પહેલાં અને સવારે ઊઠ્યાં પછી પરમહંસજી લોટાને જરૂર સાફ કરતાં હતાં. તેઓ લોટાની સફાઈ એવી રીતે કરતાં કે લોટો અંદરથી ચમકવા લાગ્યો હતો. મોટાભાગના શિષ્ય પરમહંસજીના આ કામ વિશે જાણતાં હતાં, બધાને આશ્ચર્ચ પણ થતું કે તેમના ગુરુજી એક લોટાને આ રીતે માંજે છે. એક દિવસ એક શિષ્યએ પરમહંસજીને તેનું કારણ પૂછ્યું. એ વખતે બધા શિષ્ય પણ ત્યાં જ હાજર હતાં.
પરમહંસજીએ એ શિષ્યને કહ્યું કે જ્યારે-જ્યારે હું આ લોટો સાફ કરું છું તો એવું માનીને કરું છું કે આ મારું મન છે. આ લોટામાં આખા દિવસમાં ઘણીવાર ધૂળ જામી જાય છે, જેને સાફ કરવી જરૂરી છે. આપણું મન પણ લોટા જેવું જ હોય છે. એની ઉપર પણ આખા દિવસમાં ઘણા વિચારોની ધૂળ જામતી હોય છે. પરંતુ મનને સારા વિચારોથી સાફ ન કરવામાં આવે તો ખરાબ વિચારોની ધૂળ જામી જતી હોય છે. શરીર તો આપણે રોજ સાફ કરીએ છીએ, તેની સાથે જ મનને પણ સાફ જરૂર કરવું જોઈએ. ખરાબ વિચારોને લીધે જ મન આપણી પાસે ખોટા કામ કરાવી શકે છે. એટલા માટે મનને રોજ સાફ કરતાં રહેવું જોઈએ.
પ્રસંગની શીખ
પરમહંસજીએ આપણને શીખ આપી છે કે આપણા મનમાં લોભ, લાલચ, ક્રોધ, મોહ, કામવાસના, જેવા દૂષણો તરફ આકર્ષણ પેદા થતાં હોય છે. જો આ દૂષણ બાબતો દૂર ન કરવામાં આવે તો આપણું મન એક દિવસ આપણા દ્વારા ખોટા કામ કરાવી શકે છે. એટલા માટે મનને સારા વિચારોથી સાફ કરવું જોઈએ. ખરાબ વિચારોને સમાપ્ત કરવા જોઈએ, ત્યારે જ આપણે દૂષણોથી બચી શકીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.