તુલસી પૂજા / સૂર્યાસ્ત પછી તુલસીની પાસે દીવો પ્રગટાવી તુલસી નામાષ્ટક મંત્રનો જાપ કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ ટકી રહે છે

After the sunset, chanting of Tulsi Namaatak Mantra, which brings lamp in front of Tulsi, keeps home and family happy.

ddivyabhaskar.com

May 15, 2019, 03:21 PM IST

ધર્મ ડેસ્ક- 15 મે 2019 એટલે બુધવારે વૈશાખ મહિનાના સુદ પક્ષની અગિયારસ છે. આ અગિયારસને મોહિની એકાદશી પણ કહે છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. આ દિવસે શ્રીહરિની સાથે જ તુલસીની પણ પૂજા કરવાનું વિધાન છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણની પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીને દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે. પુરાણો પ્રમાણે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને તુલસી પૂજા કરવાથી મનમાં એકાગ્રતા આવે છે અને ક્રોધ પર નિયમંત્રણ કરી શકાય છે.અગિયારસની સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવીને મંત્ર જાપ કરવો જોઈએ. ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પછી તુલસીને જળ ન ચઢાવવું જોઈએ અને સ્પર્શ પણ ન કરવો જોઈએ. પૂજામાં તુલસી નામાષ્ટકનો મંત્ર જાપ કરવો જોઈએ-

મંત્ર-

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।

મંત્રનો જાપ કરવાની રીત-

સૂર્યાસ્ત પછી સ્નાન કર્યા બાદ તુલસીની પૂજા અને પરિક્રમા કરો. ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ તુલસીની સામે બેસીને તુલસીની માળાથી મંત્રનો જાપ કરો. જાપ કરતી વખતે મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. મંત્ર જાપ કર્યા પછી ભગવાનને તમારી પરેશાનીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો અને પૂજામાં થયેલી ભૂલ-ચૂક બદલ ક્ષમા-પ્રાર્થના કરો.

X
After the sunset, chanting of Tulsi Namaatak Mantra, which brings lamp in front of Tulsi, keeps home and family happy.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી