મેષ FPUR OF CUPS
તમને પ્રાપ્ત થઈ રહેલી જાણકારી અને ઈન્ફોર્મેશન પર ધ્યાન આપીને આગળની યોજનાઓ બનાવવાની જરૂર છે. મનમાં પેદા થઈ રહેલાં વિચારો પર ધ્યાન જરૂર આપો. કોઈ મહત્વપૂર્ણ વાતનો ઉકેલ આવતો જણાશે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કામ આગળ વધારજો.
કરિયર માટે મળતી નવી તકો પર ધ્યાન આપી હાલના કામ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. લવઃ- તમારા સંબંધોને લગતી મહત્વપૂર્ણ જાણકારી તમને મળશે.
હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી જે બાબતોની ચિંતા છે તેને દૂર કરવાનો ઉપાય મળે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ-3
--------------------------------------
વૃષભ THREE OF WANDS
જે કામમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો છે, તેની ચિંતા થશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસોમાં મહત્વપૂર્ણ સમચાર મળવાથી ઘણી હદે તમને રાહત મળશે. સમસ્યાનો નિકાલ આવવામાં હજી સમય લાગશે. હાલ પોતાની અંદર સુધારો લાવો નકારાત્મક પહેલૂને ઓળખવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- મિત્રો દ્વારા મળતી મદદથી કરિયરને લગતો મોટો નિર્ણય લઈ શકો.
લવઃ- સંબંધોને શ્રેષ્ઠ બનાવવા માટે પાર્ટનરની અપેક્ષાઓને ઓળખવી જરૂરી છે.
હેલ્થઃ- માથાના દુઃખાવાની સમસ્યામાં વધારો ન થાય તેનું ધ્યાન રાખજો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ-1
--------------------------------------
મિથુન THE EMPRESS
પરિવારની કોઈ વ્યક્તિ દ્વારા મળતી સલાહને ધ્યાનમાં લેવાની જરૂર છે. જે વાતની તમને ચિંતા છે તેની અસર જીવનમાં ઓછી થતી જોવા મળશે. પોતાની લાગણીઓને પરિવારના લોકો વચ્ચે વહેંચવાથી નકામો બોજો હળવો થશે્. જેનાથી તમે ઈમોશનલી મજબૂત બની શકશો.
કરિયરઃ- પોતાની સ્કિલ્સ પર ધ્યાન આપવાથી કામને લગતી સારી તક તમને મળશે.
લવઃ- સંબંધોમાં દરાર પડતી જતી હોય તો તેને પૂરવાનો પ્રયાસ કરો.
હેલ્થઃ- ચિંતાને લીધે સ્વાસ્થ્ય બગડી શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ-2
--------------------------------------
કર્ક KING OF WANDS
સમસ્યાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાવાને લીધે પોતાને પ્રેરિત કરીને નવા કામ કરવાનો પ્રયાસ તમારા દ્વારા થશે. હાલ તમને એકલતા અનુભવાશે પરંતુ પરિસ્થિતિ ઝડપથી સુધરી જશે. યોગ્ય લોકોની સાથે જોડાવું શક્ય બનશે અને આ લોકો દ્વારા જ તમારી જીવનશૈલી પણ સુધરતી જણાશે.
કરિયરઃ- ઓફિસમાં મળતાં પ્રમોશનથી તમને કામમાં રસ વધશે.
લવઃ- સંબંધોમા્ અપેશ્રાકૃત ફેરફાર લાવી શકો છો.
હેલ્તઃ- પેટને લગતા વિચાર ઝડપથી દૂર થઈ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
--------------------------------------
સિંહ THE CHARIOT
યાત્રાને લગતા નિર્ણય ઝડપથી લેજો. આ યાત્રાને લીધે મોટો ફાયદો થઈ શકે છે. મનને પ્રસન્ન પણ રાખી શકશો જેને લીધે જૂના નકારાત્મક વિચારોની અસર પણ દૂર થતી જણાશે. પોતાના સ્વભાવથી અલગ લોકોની સાથે જોડાવાથી જીવનના અન્ય પહેલૂઓ સમજી શકવા શક્ય બનશે.
કરિયરઃ- કોઈ કામ અંગે બનાવેલી યોજના ઉપર ચર્ચા કરીને આગળ વધવું, પોતાના દ્વારા કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
લવઃ- સંબંધો ઉપર કોઈ નિર્ણય લોકો લાગણીઓને પોતાના પર હાવી ન થવા દો.
હેલ્થઃ- કમરદર્દની તકલીફ વધી શકે તો ફિઝિયોથેરાપિસ્ટની મદદ જરૂર લો.
શુભ રંગઃ-ઓરેન્જ
શુભ અંકઃ- 4
--------------------------------------
કન્યા WHEEL OF FORTUNE
જીવનની કેટલીક ઘટનાઓ પ્રત્યે તમારો ઝૂકાવ વધારવાની જરૂર લાગે. સાથે જ કેટલીક બાબતો પર નિયંત્રણ રાખવવું પણ એટલું જ જરૂરી છે. તમારા કામને લગતા નેગેટિવ પહેલૂઓને દૂર કરવા શક્ય છે. જે લોકોની તમને ચિંતા છે તેની ઉપર હાલ બિલકુલ વિચાર ન કરો.
કરિયરઃ- મોટાભાગના કામ સરળતાથી થતા જણાશે. તેમ છતાં કામ ઉપર ઝીણવટ પૂર્વક ધ્યાન આપવું પડશે.
લવઃ- સંબંધોને સુધારવા માટે પોતાની અંદરની ખામીઓ અને ખુબીઓ બનેને સમજવાનો પ્રયાસ કરો.
હેલ્થઃ- શરીરની તકલીફ વધવાથી બેચેન રહેશો. યોગાભ્યાસ ઉપર ધ્યાન આપો.
એશુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ-5
--------------------------------------
તુલા SIX OF SWORDS
મનનો બોજો ઓછો થતો જણાશે. પરિવારની ખુશહાલી માટે તમારા દ્વારા કરવામાં આવેલાં પ્રયાસોમાં સફળતા મળશે. જૂની પ્રોપર્ટી કે કોઈ પ્રકારના વિવાદ હોય તો નિર્ણયો તમારા પક્ષમાં આવતાં જોવા મળે. સાથે જ આર્થિક લાભ પણ થતો જોવા મળશે.
કરિયરઃ- નવા લોકો સાથે જોડાવાને લીધે કામનો વિસ્તાર કરી શક્ય બનશે.
લવઃ- કોઈપણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં પરિવારના લોકો પર તેની શું અસર થશે તેને સમજવાનો પ્રયાસ કરો.
લવઃ- શરદી-ખાંસી થઈ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------------------------------
વૃશ્ચિક PAGE OF CUPS
તમને જે માર્ગદર્શન મળશે તેનો ઉપયોગ કરી પોતાની માટે નવી તકો ઊભી કરવી શક્ય બનશે. લાંબી યાત્રામાં ખર્ચ થતો જોવા મળે. પરંતુ આ ખર્ચને લીધે જીવનશૈલી સુધરશે અને મહત્વપૂર્ણ કામ પણ પૂરાં થતાં જશે. સરકારી કામોમાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ફાયદાની કોઈપણ વાત હળવેથી ન લો.
કરિયરઃ- વાક્ કૌશલ્યને વધારવાતી કામને વધુ શ્રેષ્ઠ રીતે કરી શકશો.
લવઃ- જે વ્યક્તિની પ્રત્યે આકર્ષણ અનુભવી રહ્યા છો તેની સાથે વાતચીત આગળ વધારો.
હેલ્થઃ- કિડની કે યુરિનને લગતી તકલીફને અવોઈડ ન કરો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 9
--------------------------------------
ધન THE MAGICIAN
પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરીને સમસ્યાઓનો ઉકેલ શોધવો તમારી માટે શક્ય બનશે. હાલના સમયે તમારા પોતાના જીવન પર ધ્યાન આપવાની જરૂર છે. બીજા લોકોના વ્યક્તિગત જીવનમાં દખલ ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે પારદર્શિતા રાખવી જરૂરી છે.
કરિયરઃ- જે કામ હાલ પોતાની ઈચ્છા પ્રમાણે નથી થઈ રહ્યું, તેને બંધ કરીને બીજા કામ પર ધ્યાન આપવાની જરૂર છે.
લવઃ- પાર્ટનર સાથેના સંબંધોમાં નવીનતા લાવવા પ્રયાસ કરવો.
હેલ્થઃ- ચામડીને લગતાં કોઈ વિચાર થવાની શક્યતા છે.
શુભ રંગઃ-પર્પલ
શુભ અંકઃ- 8
--------------------------------------
મકર ACE OF CUPS
તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થવાથી જીવનની નકારાત્મકતા પૂરી રીતે દૂર થઈ જશે. હાલ તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. જેટલું ધ્યાન ભૌતિક વસ્તુઓ પર રાખી રહ્યાં છો એટલું જ ધ્યાન આધ્યાત્મિક ઉપર પણ લગાવવાની જરૂર છે. જેટલી આધ્યાત્મિક પ્રગતિ થશે એટલી જ પ્રગતિ ભૌતિક સુખમાં મેળવી શકશો.
કરિયરઃ- મીડિયામાં જોડાયેલાં લોકોને કોઈ નવી તક મળશે જેનાથી પ્રસિદ્ધિમાં વધારો થશે.
લવઃ- પાર્ટનરને લીધે્ જીવનમાં પેદા થયેલો તણાવ ઘણી હદે દૂર થશે.
હેલ્થઃ- સુગરની બીમારી વકરી શકે છે, ભોજનમાં ધ્યાન આપવું.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
--------------------------------------
કુંભ KING OF CUPS
હાલ તમારી વાતોને લોકો ન સમજી શક્યા હોય પરંતુ જો તમને નિર્ણય યોગ્ય લાગે તો તેની ઉપર કામ કરવાની જરૂર છે. ઈમોશનલી ઊતાર-ચઢાવ રહેશે. જે પ્રકારે તમારો પોતાની જાતને નિરખવાનો દૃષ્ટિકોણ રહેશે એવો જ તમને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થશે.
કરિયરઃ- વિદેશ સંબંધિત કોઈ કામ કરો તો તેના નિયમો જાણી લેજો.
લવઃ- તમારા બગડેલાં સંબંધોથી પરિવારમાં પણ કંકાસ જોવા મળશે.
હેલ્થઃ- વડીલોને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.
શુભ રંગઃ-ઓરેન્જ
શુભ અંકઃ- 3
--------------------------------------
મીન THE HIEROPHANT
તમારા વિચારો અને બીજા લોકોની તમને જોવાની દ્રષ્ટિમાં હાલ સંતુલન બેસાડવું વહેલું ગણાશે. મિત્રો સાથે સંબંધો સુધરતાં જણાશે. પોતાની સંગત સુધારવાની જરૂર લાગે. પરિવારના લોકો તમારાથી કેમ નારાજ છે તેને સમજવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- કરિયરને લગતી વાતો હાલના સમયમાં કઠિન જણાઈ રહી છે, પરંતુ તમારા પ્રયાસો ચાલું રાખજો.
લવઃ- સંબંધોને લીધે મનમાં પેદા થયેલો ડર અને એકલતા દૂર થશે.
હેલ્થઃ- શરીરમાં વિટામિન્સની ખોટ અનુભવાશે, ડોક્ટરની સલાહ જરૂર લો.
શુભ રંગઃ-વાદળી
શુભ અંકઃ- 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.