• Gujarati News
  • Dharm darshan
  • According To THE LOVERS Card Libra Natives May Experience A Sudden Big Gain In Terms Of Rupees But Be Careful Not To Spend Unnecessarily.

ગુરુવારનું ટેરોકાર્ડ રાશિફળ:તુલા જાતકોને THE LOVERS કાર્ડ પ્રમાણે રૂપિયાને લગતો અચાનક મોટો ફાયદો થઈ શકે છે પરંતુ નકામો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ QUEEN OF PENTACLES

પરિસ્થિતિ ગમે એટલી કઠિન કેમ ન હોય પરંતુ તમારે લક્ષ્ય પર ફોકસ રાખીને જ કામ પૂરું કરવું જ પડશે. લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે નિર્ણય પર ફરી વિચાર કરશો. પરંતુ બીજા લોકોના વિચારોને પ્રાધાન્યતા આપીને પોતાનો નિર્ણય બદલવાની ભૂલ ન કરો.

કરિયરઃ-કામને લગતી કેટલીક બાબતો સાથે હાલ સમજૂતી કરવી પડશે. મનચાહી તક તમને ભવિષ્યમાં પ્રાપ્ત થશે.

લવઃ- સંબંધો સાથે જોડાયેલી ચિંતા રહેશે પરંતુ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો હાલના સમયમાં શક્ય નથી.

હેલ્થઃ- પેટમાં દુઃખાવાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------------

વૃષભ THE CHARIOT

જે પ્રકારની તક તમને મળી રહી હોય, તેનો ફાયદો ઊઠાવવાનો પ્રયાસ કરો. હાલના સમય મિશ્ર ફળદાયી રહેશે. કોઈપણ પ્રકારની મોટી પ્રગતિ ભલે ન થાય પરંતુ દરેક નાના કામ સરળતાથી થશે જેને લીધે પોતાની અંદર ચાલતી નકારાત્મકતા દૂર થશે.

કરિયરઃ- વેપારની શરૂઆત કરવા માટે હાલ તમે પ્રયત્ન કરી શકો. પરંતુ નોકરીયાતોને હાલના સમયમાં કામ પર જ ધ્યાન આપવું પડશે.

લવઃ- પરિચિત વ્યક્તિ દ્વારા મળી રહેલા લવ પ્રપોઝલ પર વિચાર જરૂર કરો.

હેલ્થઃ- પીઠ અને કમરદર્દની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-8

--------------------------

મિથુન SEVEN OF WANDS

પોતાના વિચારો અને બીજા લોકોની અપેક્ષાઓ બંને વચ્ચે સંતુલન બેસાડવું તમારી માટે કઠિન રહેશે. કેટલીક બાબતોમાં તમારે સમજૂતી કરવાની જરૂર છે અને કેટલીક વાતોનો કઠોર નિર્ણય અમલમાં લાવવાનો પ્રયત્ન કરો. હાલના સમયમાં ઈમોશનલી ગૂંચવણો અનુભવાશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી તક મળવા છતાં પણ અપેક્ષા પ્રમાણે આર્થિક લાભ ન મળતા તકલીફ થશે.

લવઃ- સંબંધો સાથે જોડાયેલી દરેક સાચી-ખોટી વાતનું અવલોકન કરીને જ આગળ વધો.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------

કર્ક FOUR OF PENTACLES

હાલના સમયમાં યોજના પ્રમાણે કોઈપણ પ્રકારનું કામ પૂરું કરવું તમારી માટે શક્ય નથી. પરિસ્થિતિ જેવી હોય તેવી જ સ્વીકાર કરીને હાલના સમયમાં જે કામ મહત્વનું હોય તે પુરં કરો. તમારા દ્વારા રાખવામાં આવેલ મોટા લક્ષ્ય વિશે વધુ જાણકારી મેળવવાની જરૂર છે.

કરિયરઃ- કરિયરમાં ફોકસ વધવાને લીધે જૂની ભૂલોમાં સુધારો થશે.

લવઃ- સંબંધો અંગેની ચિંતા ચાલતી રહેશે.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકસીફ ન થાય તેનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ-2

--------------------------

સિંહ FIVE OF SWORDS

પરિવારના લોકોની વચ્ચે ચાલી રહેલાં વિવાદોને લીધે તમારી માનસિક સ્થિતિ બગડતી લાગશે. કોઈપણ વ્યક્તિને પૂરી રીતે સાથ આપી શકવો હાલ તમારી માટે શક્ય નથી. જો કોઈ સમસ્યા પેદા થઈ હોય અને તમે જોડાયા ન હોવ તો હાલ તેનાથી દૂર જ રહેવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામની જગ્યાએ અપેક્ષા પ્રમાણે લોકોનો સાથ ન મળવાને લીધે કોઈ કામ વચ્ચે જ રોકાઈ જશે.

લવઃ- સંબંધોમાં તમને કરેલાં નિર્ણયથી પાર્ટનર અને પરિવારના લોકો નારાજ થશે.

હેલ્થઃ- માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

--------------------------

કન્યા TEMPERANCE

પોતાની ક્ષમતા પ્રમાણએ કામ કરવા છતાં પણ લોકોની તમારાથી નારાજગી દૂર નહીં થાય. કોઈપણ વ્યક્તિને દરેક પ્રકારે ખુશ રાખવા શક્ય નથી. જે વાત તમારી માટે મહત્વપૂર્ણ છે કે જે જવાબદારીઓને નિભાવવી જરૂરી છે માત્ર તેની ઉપર જ ધ્યાન આપો.

કરિયરઃ- કામને લગતી ચિંતા રહેશે. પરંતુ કોઈ મોટી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

લવઃ- સંબંધોમાં આવેલા ઊતાર-ચઢાવ તકલીફ આપી શકે છે. હેલ્થઃ- યૂરિનને લગતી તકલીફ ન થાય તેનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

--------------------------

તુલા THE LOVERS

રૂપિયાને લગતો મોટો ફાયદો અચાનક તમને થઈ શકે છે. નકામો ખર્ચ ન થાય તે વાતનું ધ્યાન રાખો. પરિવારના લોકોની વચ્ચે પેદા થઈ રહેલી નારાજગી આપમેળે જ દૂર થઈ જશે. તેમ છતાં કયા લોકોની બોલેલી વાતો પર તમે વિશ્વાસ કરો છો અને કયા વ્યક્તિનો સાથ આપવો છે એ વાત સમજી વિચારીને જ નક્કી કરો.

કરિયરઃ- કામમાં કોઈ મોટી સમસ્યા નહીં પેદા થાય છતાં પણ રિસ્ક તો ન લેશો. લવઃ- પાર્ટનર્સની વચ્ચે આકર્ષણ વધતુ રહેશે.

હેલ્થઃ- મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરુક રહેવું પડશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

--------------------------

વૃશ્ચિક PAGE OF CUPS

મનમાં પેદા થઈ રહેલી એકલતાની ભાવનાને દૂર કરવાનો પ્રયાસ કરો. મિત્રોની સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો ત્યારે જ એકબીજાની સાથે વાત કરીને સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો. પરિવારના લોકોનો સાથ ભલે ન મળે પણ ઓળખીતા અને મિત્રોનો સાથ તમારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

કરિયરઃ- વેપારમાં જોડાયેલા લોકોને ફાયદો મળશે. ક્લાયન્ટ દ્વારા મોટો ઓર્ડર મળી શકે છે.

લવઃ- આપસી વિવાદને દૂર કરવાનો માર્ગ બંને વ્યક્તિએ સ્વીકાર કરવો પડશે.

હેલ્થઃ- કમર જકડાઈ જવાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------------------

ધન NINE OF CUPS

પોતાની સમસ્યાઓની સાથે બીજા લોકોની સમસ્યાઓને પણ સમજવાનો પ્રયત્ન કરો. ત્યારે જ એકબીજા વચ્ચેની નારાજગી દૂર થશે. જીવનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર લાવવાનો પ્રયાસ હાલના સમયમાં ન કરો.

કરિયરઃ- કામની જગ્યાએ લોકો સાથે સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખજો.

લવઃ- સંબંધોમાં આવેલી સ્થિરતાને લીધે હવે બીજી બાબતોમાં ધ્યાન આપી શકો.

હેલ્થઃ- શરીરનો દુઃખાવો અને સોજાની તકલીફ વધી શકે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------

મકર TEN OF PENTACLES

ઊતાવળમાં લેવામાં આવેલ નિર્ણયથી રૂપિયાને લગતું નાનું-મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ આ નુકસાનને લીધે તમે તમારો વિશ્વાસ ગુમાવી શકો છો. પરિવારના લોકો પર કેટલી હદે નિર્ભરતા રાખવી જોઈએ તે તમારે સમજવું પડશે. પોતાની ક્ષમતા પ્રમાણે લોકોની મદદ કરો.

કરિયરઃ- નોકરીયાતોને ટાર્ગેટ પૂરો થવાને લીધે મોટું ઈ્સેન્ટિવ મળી શકે છે.

લવઃ- લગ્નને લગતો નિર્ણય પરિવારના લોકો સાથે મળીને જ લેવો પડશે.

હેલ્થઃ- જૂની બીમારી અચાનક ઉત્પન્ન થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

--------------------------

કુંભ FIVE OF WANDS

જીવનમાં અનુભવાતી કોઈપણ સમસ્યાને લીધે પોતાને નબળા બિલકુલ ન સમજો. હાલના સમયમાં જે લોકો પર વિશ્વાસ રાખ્યો હતો તે લોકો તમારી વિરુદ્ધ જતાં દેખાશે. બદલાતા જતાં સંબંધોને લીધે થોડી તકલીફ થઈ શકે છે. પરંતુ આ સમયમાં જે લોકો તમારી સાથે જોડાશે તેમનો સાથ લાંબા સમય સુધી રહેશો.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલા રાજકારણને લીધે તમારું ધ્યાન ભટકી શકે છે.

લવઃ- સંબંધોને લગતા મહત્વપૂર્ણ નિર્ણય તમારા દ્વારા લેવામાં આવશે.

હેલ્થઃ- ઊંઘ પૂરી ન થવાને લીધે નબળાઈ લાગી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------

મીન SIX OF CUPS

જીવનમાં જે હકારાત્મકતા અનુભવાઈ રહી છે તે તમારી ભૂલોને લીધે નષ્ટ ન થાય તેનું ધ્યાન રાખો. હાલના સમયમાં તમને કરેલાં સદ્કાર્યોનું ફળ મળશે. પરંતુ મનમાં ઉત્પન્ન થઈ રહેલી લાલચને લીધે કોઈ મોટી ભૂલ પણ થઈ જાય તેવું બને.

કરિયરઃ- કામની જગ્યાએ વ્યક્તિગત વાતનો ઉલ્લેખ કરવાથી કે ચર્ચા કરવાતી તમારું નુકસાન થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની મદદ કરતી વખતે તેમની મરજીની વિરુદ્ધ કોઈપણ કામ ન કરવામાં આવે એ વાતનું ધ્યાન રાખો.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શન કે યૂરિનને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6