• Gujarati News
  • Dharm darshan
  • According To THE EMPEROR Card On November 20, Aries Will Get New Opportunities Easily And Can Change The Situation With Hard Work.

ટેરોકાર્ડ રાશિફળ:20 નવેમ્બરે મેષ જાતકોને THE EMPEROR કાર્ડ પ્રમાણે નવી તકો આસાનીથી મળી રહેશે અને મહેનતથી પરિસ્થિતિને બદલી શકે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ THE EMPEROR

પોતાની ક્ષમતા પ્રમાણે મહેનત કરીને પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવો પડશે. મોટાભાગની તકો તમને આસાનીથી મળી રહેશે, પરંતુ પૂરી રીતે તમારે તેની તૈયારી ન હોવાથી તક હાથમાંથી જતી રહે. હાલના સમયે તમારા પ્રયાસો સારા રહેવાથી ધાર્યા પ્રમાણે ફેરફાર કરી શકો.

કરિયરઃ- કરિયરને લગતી તૈયાર કરેલી યોજનાને ગંભીરતાથી લેતા કામ કરવાની જરૂર રહેશે.

લવઃ- પાર્ટનરને સારી રીતે સમજવાનો પ્રયાસ કરજો.

હેલ્થઃ- શરીરની નબળાઈ ઓછી થવાને લીધે ઈમ્યુનિટી પાવર વધારવાની જરૂર છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

------------------------------

વૃષભ THE HIGH PRIESTESS

ભૂતકાળ અને ભવિષ્ય બંનેની ચિંતા થવાને લીધે વર્તમાનને લગતી બાબતો પર ધ્યાન આપવું તમને કઠિન લાગશે. જે વાતોને તમને અવોઈડ કરી રહ્યા છો તેનો સામનો કરવાની જરૂર છે. હાલના જીવનમાં અટકેલી વાતોને આગળ વધારવી શક્ય બનશે. માનસિક તણાવને અવોઈડ ન કરો.

કરિયરઃ- તમારા દ્વારા કરવામાં આવેલ નાનકડા પ્રયાસો મોટી સપળતા આપી શકે. કામ પર કોન્સન્ટ્રેટ કરો.

લવઃ- સંબંધોમાં આવેલી ગુંચવણ દૂર થવા લાગે.

હેલ્થઃ- મહિલાઓના સ્વાસસ્થ્યને સુધારવા માટે જીવનશૈલી બદલવાની જરૂર છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

-------------------------------

મિથુન PAGE OF PENTACLES

રૂપિયાને લગતી સમસ્યા જણાઈ રહી હોય તો તેને ઉકેલવાનો પ્રયાસો કરજો. હજી તમારે પ્રયાસો વધારવાની જરૂર છે. જીવનને નવી દિશા પ્રાપ્ત થશે જેની માટે તૈયાર રહો. પરિવારના લોકોની સાથે સંબંધોમાં ફેરફાર જોવા મળશે.

કરિયરઃ- કામ પ્રત્યે રસ વધવાથી તમે ડેડીકેસનથી પ્રાયસો કરતાં રહો.

લવઃ- પરિવારના કોઈ સભ્ય દ્વારા પ્રાપ્ત થઈ રહેલી સલાહ પણ ધ્યાન આપો.

હેલ્થઃ- શારીરિક સમસ્યાઓને અવોઈડ ન કરશો.

શુભ રંગઃ-પીળો શુભ અંકઃ- 6

-------------------------------

કર્ક NINE OF SWORDS

જીવનમાં વધતી જતી ભાગદોડને લીદે મમનોઈચ્છિત વાતો પર ધ્યાન આપવું શક્ય નથી, જે તમારી માટે તણાવનું કારણ બનશે. હાલના સમયમાં મહત્વપૂર્ણ કામને પૂરાં કરવાનો પ્રયાસ કરવો પડશે. જે વાતો આસાનીથી મળતી હોય તેની પ્રત્યે ગ્રેટીટ્યૂડની ભાવના રાખીને અન્ય બાબતોમાં ફેરફાર લાવવા પ્રયાસ કરો.

કરિયરઃ- કામની જગ્યાએ લોકોની નારાજગીનો સામનો કરવો પડશે.

લવઃ- લાગણીઓને વધુ મહત્વ આપવાને લીધે સંબંધોમાં સાતત્ય જળવાઈ રહે.

હેલ્થઃ- ઊંઘ ઓછી મળે તો આરામ કરવા પર ભાર આપો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

-------------------------------

સિંહ PAGE OF SWORDS

કામ કરતા બીજી વાતો ઉપર ધ્યાન આપીને તમે તમારી ઊર્જા અને સમય બંને નષ્ટ કરી રહ્યા છો. મનમાં પેદા થઈ રહેલી ચંચળતાને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરો. લોકોને લીધે કન્ફ્યૂઝન વધી શકે છે, એટલે હાલના સમયમાં પોતાની સમસ્યાઓની ચર્ચા બીલકુલ ન કરશો.

કરિયરઃ- વિદેશને લગતો કામનો નિર્ણય વારંવાર બદલાતો જોવા મળશે.

લવઃ- સંબંધોમાં આવતા ઊતાર-ચઢાવ તમારી અંદર ઈનસિક્યોરિટી વધારી શકે છે.

હેલ્થઃ- ગેસની તકલીફ થવાની શક્યતા છે. ખાન-પાનનું ધ્યાન રાખવું પડશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

-------------------------------

કન્યા TEMPERANCE

પોતાની જવાબદારી અને વ્યક્તિગત લક્ષ્ય વચ્ચે સંતુલન જાળવીને કામ કરતાં રહેજો. પરિવારના જે લોકોને તમારી પાસે જે અપેક્ષા છે તેમની સાથે ચર્ચા કરીને મદદ કરવાનો પ્રયાસ કરો. બીજા લોકો કરતાં પોતાની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે,

કરિચરઃ- ઉચ્ચ શિક્ષણને લગતા નિર્ણય હાલ ન લેવા.

લવઃ- સંબંધોમાં અત્યાર સુધી થયેલી ભૂલોને સમજવાનો પ્રયાસ કરજો.

હેલ્થઃ- યુરિન ઈન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-------------------------------

તુલા EIGHT OF WANDS

મોટાભાગની વાતો સરળતાથી થવાને લીધે સમાધાન થતું જણાશે, પરંતુ તમારી અંદર અહંકાર ન વધે તે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. હાલ નવી જવાબદારી લેશો નહીં. જીવનમાં કોઈ ફેરફાર લાવવાનો પ્રયાસ તણાવનું કારણ બની શકે.

કરિયરઃ- કામથી થનારા ફાયદાથી મમારા અનેક સમાધાન થશે.

લવઃ- પાર્ટનરની જરૂરિયાતોને સમજીને તેને પૂરી કરવા પ્રયાસ કરજો.

હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન વધવાની શક્યતા છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-------------------------------

વૃશ્ચિક FIVE OF PENTACLES

કઠિન સમયમાં કયા લોકો દ્વારા તમને સાથ પ્રાપ્ત થઈ રહ્યો છે અને કયા લોકો દ્વારા ટિકાઓ થઈ રહી છે તેની ઉપર ધ્યાન જરૂર આપો. હાલનો સમય કઠિન જણાશે પરંતુ તમારી અંદર પરિસ્થિતિઓનું સમાધાન લાવવાનો ઉત્સાહ ચાલું રહેવાથી તમે તરત જ હાર નહીં માનો.

કરિયરઃ- કામને લગતા અજાગૃત તકો ફરીથી પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીત ઓછી થવાને લીધે એકબીજાની પ્રત્યે નારાજગી જણાશે.

હેલ્થઃ- ચામડીના વિકાર કે શરીર પર થયેલી ઈજા તકલીફનું કારણ બની શકે.

શુભ રંગઃ-ગ્રે શુભ અંકઃ-7

-------------------------------

ધન TWO OF SWORDS

જૂની વાતોમાં અટવાયેલા રહેવાને લીધે વર્તમાન બાબતો પણ ધ્યાન આપવું તમારી માટે સક્ય નહીં રહે. લાગણીઓથી વધારે પ્રેક્ટિકલ વાતો પર ભાર આપવાની જરૂર છે. પોતાની પરિસ્થિતિઓને તમે બદલી નહીં શકો ત્યાં સુધી આ તકલીફો તમને પરેસાન કરતી રહેશે.

કરિયરઃ- પાર્ટનરશીપમાં હાલ કોઈ પ્રકારના વ્યવહારો તમને લાભ નહીં આપે. એકલા કામ કરવા પ્રયાસ કરો.

લવઃ- સંબંધોમાં લેવામાં આવેલ નિર્ણય યોગ્ય છે. કોઈપણ પ્રકારની ચિંતા તમારી ઉપર હાવી ન થવા દો.

હેલ્થઃ- આંખોને લગતું ઈન્ફેક્શન તમને પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

-------------------------------

મકર THE SUN

જે વાતો હાલ સુધી તમારી માટે અડચણરૂપ બની રહી હતી તેને દૂર કરવાનો માર્ગ કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થશે. પરિવારના લોકોના સાથની જરૂર લાગે. તમારી ઉમંરથી ઓછી ઉંમરના લોકો સાથે સમય વિતાવાથી મન પ્રસન્ન જણાશે અને સાથે જ નવી વાતોને શીખવી પણ શક્ય બનશે.

કરિયરઃ-કામની જગ્યાએ મળતી પશંસાથી મન પ્રસન્ન રહેશે.

લવઃ- પરિવારના લોકો વચ્ચે આપસી વિવાદો દૂર થાય.

હેલ્થઃ- બદલાતા વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

-------------------------------

કુંભ THE STAR

ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે. કોઈ વ્યક્તિ દ્વારા સારા સમાચાર મળી શકે છે. બીજા લોકોની પ્રગતિ થતી જોઈ તમને પણ પ્રેરણા પ્રાપ્ત થશે અને મહેનતની સાથે તમે કામ કરવાના પ્રયાસો કરશો.

કરિયરઃ- કામની જગ્યાએ વધુ જવાબદારી મળી શકે છે.

લવઃ- વ્યક્તિગત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટનર દ્વારા પ્રેરણા મળતી રહેશે.

હેલ્થઃ- જો સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો ડોક્ટરની સલાહથી જ દવાઓ લો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------

મીન SEVEN OF PENTACLES

જૂના અનુભવો દ્વારા મેળવેલી શીખ દ્વારા પોતાનું અવલોકન કરવાની જરૂર રહેશે. થોડો સમય એકલા રહીને પોતાના લક્ષ્ય અંગે વિચાર કરો યોજનાઓમાં આવતા ફેરફારને લીધી ચિડિયાપણું આવી શકે છે. પરંતુ હાલ ઢીલ આપવાની જરૂર નથી.

કરિયરઃ- માર્કેટિંગને લગતી વાતોને શીખવાનો પ્રયાસ કરો. નવા ક્લાયન્ટ જોડી શકશો.

લવઃ- જે લોકો સિંગલ છે તેમની લવ લાઈફમાં ઝડપથી ફેરફાર આવી શકે છે.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવો અને માંસપેશીઓમાં ખેંચ અનુભવાશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3