• Gujarati News
  • Dharm darshan
  • According To THE DEVIL Card On Thursday, Capricorns Can Fulfill Their Hunger To Earn Money By Taking Risks, But Be Careful Not To Be Disgraced By Risks.

ટેરોકાર્ડ રાશિફળ:મકર જાતકો ગુરુવારે THE DEVIL કાર્ડ પ્રમાણે રૂપિયા કમાવાની ભૂખ રિસ્ક લઈને પૂરી કરી શકે, પરંતુ રિસ્કથી બદનામી ન થાય તેનું ધ્યાન રાખવું

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ KNIGHT OF PENTACLES
જે કામને લીધે હાલ તમારી પ્રગતિ થઈ છે તેની ઉપર જ હાલ ધ્યાન આપો. નવી શરુઆત કરવા માટે હજી સમય લેવાની જરૂર છે. લોકોની સાથે થઈ રહેલી મુલાકાતને લીધે નવી જાણકારી મળશે જે તમારી માટે યોગ્ય સાબિત થશે.

કરિયરઃ- કામમાં નિયમિતતા નહીં રાખો તો તણાવ પેદા થઈ શકે છે.

લવઃ- સંબંધોમાં ઊતાર-ચઢાવ દૂર કરવા માટે હજી સમય લાગશે.

હેલ્થઃ- બદલાતા વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

-----------------------

વૃષભ SIX OF CUPS

લોકો દ્વારા મળી રહેલાં સહયોગને લીધે મોટી સમસ્યાનો હલ મેળવી શકશો. જે લોકોના ઘરમાં ચેન્જ કરવા માંગતા હોય કે રિનોવેશન કરવા માંગતા હોય તે કરી શકે છે. નજીકના લોકોની સાથે અનુભવાતી નારાજગી આપમેળે જ દૂર થઈ જશે.

કરિયરઃ- ભાગીદારીમાં કામ કરવાનો મોકો તમને મળી રહ્યો હોય તો તેને વિશે જરૂર વિચાર કરો.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલી સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે.

હેલ્થઃ- થાક વધુ રહેવાથી માનસિક રીતે નબળાઈ જણાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-5

-----------------------

મિથુન ACE OF SWORDS

પોતાના ઉપર રાખેલી અપેક્ષાઓ વધતી જોવા મળે જેને લીધે નારાજગી રહી શકે. પોતાના પ્રયાસો દ્વારા કામને લગતી બાબતોમાં પ્રગતિ કરવાનું ચાલું રાખો. હાલનો સમય કઠિન જણાઈ રહ્યો હોય પરંતુ મનનું ધારેલું કામ તમે કરી શકો છો.

કરિયરઃ- આર્થિક રીતે આવકને વધારવાનો પ્રયાસ કરતાં રહેશો.

લવઃ- પાર્ટનરની સાથે બંધ પડેલી વાતચીતને લીધે તે તમારી અંદર ફેરફાર કરવાનો પ્રયાસ કરશો.

હેલ્થઃ- કબજીયાત તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

-------------------------

કર્ક FIVE OF PENTACLES

સમય ભલે કઠિન જણાઈ રહ્યો હોય પરંતુ તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રાખો. પ્રયાસોમાં સાતત્યતા જાળવી રાખો. અચાનક તમારી પરિસ્થિતિ બદલાતી જણાશે. રૂપિયાને લગતો ફાયદો આગામી દિવસોમાં મળતો રહેશે.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં લોકોને કામને ગંભીરતાથી કરવું જરૂરી છે.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીત બંધ થશે પરંતુ એક-બીજાનો સાથ આપવાનો પ્રયાસ ચાલું રાખવો.

હેલ્થઃ- શરદી ખાંસીની તકલીફ પેદાં થઈ શકે છે. શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

-----------------------

સિંહ PAGE OF PENTACLES

યુવા વર્ગને કોઈ પણ પ્રકારનું અનુમાન લગાતવતાં પહેલાં વડીલ કે અનુભવી લોકો સાથે ચર્ચા કરવાની જરૂર રહેશે. બેકારનો ખર્ચ વધવાની સંભાવના બની રહી છે જેને લાધે સમસ્યાઓ પેદા થઈ શકે છે. મોજ-મસ્તીમાંથી બહાર આવો અને મહત્વપૂર્ણ બાબતો પણ ધ્યાન લગાવી પ્રગતિ કરો.

કરિયરઃ- જે લોકોનું શિક્ષણ અધૂરું છૂટી ગયું છે, તેને પૂરું કરવાનો પ્રયાસ કરવો પડશે.

લવઃ- સંબંધોમાં ચાલતી તકરારને લીધે એકલતાં વધી શકે છે.

હેલ્થઃ- શરીરની ઈમ્યુનિટી ઓછી થવાને લીધે તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4

---------------------

કન્યા EIGHT OF CUPS

જીવનમાં વધી રહેલી ભાગદોડીને ઓછી કરીને માત્ર પોતાના કર્તવ્યો પર જ ધ્યાન આપવાની જરૂર છે. લોકો દ્વારા બોલવામાં આવેલ વાતોને લીધે તમારા નિર્ણયો વારંવાર બદલાતા રહેશે. પોતાના દ્રષ્ટિકોણને બીજા આગળ સ્પષ્ટ રીતે રજૂ કરો.

કરિયરઃ- કામને લગતા ઊતાર-ચઢાવ ધ્યાન રાખશો તો જ સંતુલન બનાવી શકશો.

લવઃ- પાર્ટનરની સાથે બંધ પડેલી વાતચીત ફરીથી શરૂ કરી શકો.

હેલ્થઃ- એલર્જીની તકલીફ થવાની સક્યતા વધી રહી છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 7

-----------------------

તુલા SEVEN OF PENTACLES
રૂપિયા અને કામની પ્રત્યે જરૂરિયાતથી વધુ ધ્યાન આપવાને લીધે નજીકના લોકોથી દૂર થઈ શકો છો. પરિવારના લોકોની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. ભલે તમે મદદ ન કરી શકો પરંતુ ઈમોશનવી તમારો સાથ આપો. આજે મહત્વપૂર્ણ કામ પણ ધ્યાન આપો.

કરિયરઃ- કરિયરને લગતા ફેરફારને લીધે અપેક્ષાકૃત પ્રગતિ મળવામાં સમય લાગશે.

લવઃ- તમારા દ્વારા રાખવામાં આવેલ પ્રસ્તાવ સ્વીકારવામાં સમય લાગી શકે છે. વ્યક્તિ પર દબાણ ન બને તેનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- અપચાની સમસ્યા અચાનક પેદા થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

-----------------------

વૃશ્ચિક THE HIEROPHANT

પરિવારની વિરુદ્ધ જઈને નિર્ણય લેવા માટે હજી તમે સક્ષમ નથી. પોતાના પક્ષને સમજવાનો પ્રયાસ કરતાં રહો. કોઈપણ પ્રકારના મોટા નિર્ણયને અમલમાં લાવતાં પહેલાં તેને લીધે થતાં ફાયદા અને નુકસાનનું ધ્યાન રાખીને કામ કરો.

કરિયરઃ- કામને લગતી સ્કિલ્સને વધારવાની જરૂર છે.

લવઃ- લગ્ન સાથે જોડાયેલાં નિર્ણયો કોઈના દબાણને વશ થઈને ન લેશો.

હેલ્થઃ- ચામડીના વિકાર થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

-----------------------

ધન THE HIGH PENTACLES

પરિવાર અને કામને લગતી જવાબદારીઓ વધી શકે છે. તમારે દરેક વાતમાં સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે. ભાવુક થઈને કોઈપણ નિર્ણય બિલકુલ ન લેશો. કેટલાક લોકો દ્વારા તમને બેચેન કરવાનો પ્રયાસ થઈ શકે છે એટલે ચેતતા રહેવું.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈપણ વ્યક્તિને સાથ આપતાં પહેલાં સાચા-ખોટાનો નિર્ણય સારી રીતે કરવાની જરૂર રહેશે.

લવઃ- પાર્ટનરને તેના ભૂતકાળ વિશે વારંવાર પ્રશ્ન પૂછતાં રહેશો તો વિવાદ થઈ શકે છે.

હેલ્થઃ- મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા દેખાડવાની જરૂર છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-----------------------

મકર THE DEVIL

રૂપિયા દ્વારા મળી રહેલાં ફાયદાને લીધે લાલચ પણ વધતો જોવા મળે. જેને લીધે રિસ્ક લઈને કોઈ વ્યવહાર કરવાનો પ્રયાસ તમારા દ્વારા થઈ શકે છે. જે રૂપિયાને લગતી સમસ્યાનો ઉકેલ આપે પરંતુ તમારી બદનામી ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં લોકોને જૂના ક્લાયન્ટ દ્વારા મોટું કામ મળી શકે છે.

લવઃ- સંબંધોને લગતું કમિટમેન્ટ ઝડપથી તમને મળી શકે છે.

હેલ્થઃ- પેટની બળતરા વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

-----------------------

કુંભ SEVEN OF CUPS

મનમાં પેદા થઈ રહેલ ડર દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. જ્યાં સુધી જીવનમાં ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું લક્ષ્ય પૂરું કરવું તમારા માટે શક્ય નથી. તમારા પ્રયત્નો દ્વારા દરેક બાબતો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો પડશે.

કરિયરઃ- માર્કેટિંગને લગતાં ટાર્ગેટને લીધે તણાવ પેદા થઈ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા છુપાવવામાં આવેલી વાતોને લીધે તણાવ પેદા તઈ શકે છે.

હેલ્થઃ- બીપી અને સુગરની તકલીફ વધવાની શક્યતા છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

-----------------------

મીન THE CHARIOT

જે પ્રકારના કામનું લક્ષ્ય તમે નક્કી કર્યું છે તેને લગતો આત્મવિશ્વાસ ઘટવાને લીધે માનસિક તકલીફ થઈ શકે છે. પરંતુ જેવા તમે ફરીથી કામ શરૂ કરવાનું શરું કરશો તો તરત જ તમને નવા માર્ગ મળતા જશે.

કરિયરઃ- કામને લીધે વિદેશમાં યાત્રા કરવાનો તમને મોકો મળી શકે છે.

લવઃ- પાર્ટનરને એક-બીજાના સ્વભાવને સારી રીતે સમજવાનો પ્રયાસ કરવો પડશે.

હેલ્થઃ- છાતીને લગતા વિકાર વધવાની સંભાવના છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6