મેષઃ- TWO OF WANDS
જીવનમાં આગળ વધવા માટે જે બાબતો જરૂરી છે તેની ઉપર ધ્યાન આપજો. ઘણી બાબતોમાં આવેલી સ્થિરતા તમારા ઉત્સાહને વધારનારી સાબિત થશે. વિચારોની દિશા બદલાતી જવાથી લક્ષ્ય પણ બદલાશે. જે બાબત ચિંતા પેદા કરી રહી છે તે આગામી 8 દિવસમાં ઉકેલાશે.
કરિયરઃ- કરિયરમાં સ્થિરતા લાવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે.
લવઃ- સંબંધોને લગતા તમારા નિર્ણય બીજા લોકોને નહીં સમજાય.
હેલ્થઃ- શરીરના દુઃખાવા અને નબળાઈને લીધે થાક લાગી શકે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 4
---------------------------------------
વૃષભઃ- PAGE OF SWORDS
તમારી અંદર વધી રહેલી ચંચળતાને લીધે કોઈપણ પ્રકારના એક નિર્ણય ઉપર ટકી રહેવું મુશ્કેલા લાગે. કામમાં દબાણ ન હોવા છતાં તમે તમારા વિચારોથી પોતાને તકલીફ આપી રહ્યાં છો. હાલના સમયે બધી વાતો ધીમે-ધીમે જ આગળ વધશે. પરિસ્થિતિ પ્રમાણે સમજૂતી કરવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- કામને લગતી અનેક નવી બાબતો શીખવી તમારી માટે જરૂરી છે.
લવઃ- તમારા પાર્ટનર દ્વારા કરવામાં આવેલાં નિર્ણયને સ્વીકારવો તમારી માટે કઠિન છે.
હેલ્થઃ- પેટને લગતી તકલીફ વધવાને લીધે સ્વાસ્થ્ય ખરાબ રહી શકે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 1
---------------------------------------
મિથુનઃ- THE HERMIT
નજીકની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વાતોનું અવલોકન કરવાને લીધે પોતાની અંદરની ખામીઓ અને ખુબીઓ એમ બંનેનો અહેસાસ થવા લાગશે. જીવનમાં જે વાતો સૌથી વધુ પ્રિય છે તેની ઉપર યોજના બનાવી કામ કરવાનું શરુ કરો. માનસિક રીતે અનુભવાતી એકલતા દૂર કરવી શક્ય છે. યોગ્ય વ્યક્તિ સાથે જોડાવાની જરૂર છે.
કરિયરઃ- કામમાં આવતી અડચણો દૂર કરવા અનુભવી લોકો સાથે ચર્ચા કરો.
લવઃ- જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવી રહ્યાં હોવ તેમની સાથે વાત કરવાની જરૂર છે.
હેલ્થઃ- ગળાની ખારાશ સવારના સમયે જ તકલીફ આપી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
---------------------------------------
કર્કઃ- TEN OF WANDS
જીવનના દરેક સ્તરે બોઝ લાગવાથી ઉદાસ રહો. વ્યક્તિગત જીવનમાં પરિવર્તન લાવવાની તીવ્ર ઈચ્છા વધી રહી છે જેથી દરેક બબાતોમાં તમે પ્રયાસરત બની રહ્યાં છો. હાલ આ શક્તિ વિશેષ પ્રબળ બનેલી છે.
કરિયરઃ- કામને લગતી જૂની ભૂલો ફરી ન થાય તેનું ધ્યાન આપો.
લવઃ- પાર્ટનરની વાતોને સમજવી કઠિન લાગે.
હેલ્થઃ- હાર્ટને લગતી સમસ્યાને અવોઈડ ન કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 3
---------------------------------------
સિંહઃ- THREE OF SWORDS
તમારી સમસ્યાનો ઉકેલ પોતે જ શોધવાના પ્રયાસો તમારા માટે તકલીપદાયક સાબિત થઈ શકે. કોઈપણ વ્યક્તિની પ્રત્યે વિશ્વાસ દેખાડવો કઠિન સાબિત થાય, પરંતુ પરિવારથી સપોટ પણ પ્રાપ્ત થશે. જે વ્યવહારો બગડી ગયા છે તેને સુધારવા માટે પરિવારના જ કોઈ વ્યક્તિનો સાથ લઈ કામ કરવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- કરિયરને લગતી ચિંતા ઝડપથી દૂર થઈ શકે છે.
લવઃ- રિલેશનશિપમાં પેદા થઈ રહેલી દરાર ગલતફેમીનું કારણ બની શકે.
હેલ્થઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક વાત પર ઊંડારણથી વિચાર કરો.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 2
---------------------------------------
કન્યાઃ- THE FOOL
જે વાતની ચિંતા તમને ઘણા સમયથી સતાવી રહી છે, તે પૂરી રીતે દૂર થતી જણાય. નવા ઉત્સાહની સાથે કામ કરવાનો પ્રયાસ કરશો. વિચારોને દિશા મળવાથી મોટી બાબતોમાં રિસ્ક લઈ આગળ વધવું તમારી માટે શક્ય છે.
કરિયરઃ- કામને લગતું સમાધાન પ્રાપ્ત થતું લાગશે.
લવઃ- રિલેશનશિપ અંગે ચર્ચા કરવાની તમને જરૂર લાગી રહી છે.
હેલ્થઃ- પેટને લગતા ઈન્ફેક્શનને નજરઅંદાજ ન કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 5
---------------------------------------
તુલાઃ- EIGHT OF WANDS
મોટાભાગના કામ સરળતાથી પૂરાં થતાં જોઈ શકે છો. જે બાબતોમાં અડચણો જણાઈ રહી છે તેમાં ફેરફાર કરવાનો પ્રયાસ અત્યારના સમયે બિલકુલ ન કરશો. રૂપિયાને લગતાં ફાયદા પર ધ્યાન આપીને કામને સારી રીતે કરવાનો પ્રયાસ કરવો પડશે.
કરિયરઃ- નોકરી કરનારાને કામના સ્થળે લોકોની સાથે હળીમળીને કામ કરવાની જરૂર લાગશે.
લવઃ- પાર્ટનરની ભૂલોને માફ કરવાનો પ્રયાસ કરો.
હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન તમારા સ્વાસ્થ્ય માટે ચિંતાનું કારણ બની શકે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 8
---------------------------------------
વૃશ્ચિકઃ- THE HIEROPHANT
અન્ય બાબતોને છોડીને પરિવારના લોકો ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા થયેલા ખોટા વ્યવહારને સુધારવા તમારા સહયોગની જરૂર છે. જો તમે સક્ષમ છો તો મદદ જરૂર કરો. ફાયદાને લગતી દરેક બાબતો સારી રીતે સમજીને ઉકેલવી પડશે.
કરિયરઃ- પોતાના કાર્યોમાં પારંગત થવા માટે પ્રયાસ કરતાં રહો. સાથે જ પ્રતિસ્પર્ધીઓ કંઈ રીતે કામ કરે છે તેનું પણ ધ્યાન આપો.
લવઃ- લગ્ને લગતા નિર્ણય લેતી વખતે ડર લાગી શકે છે.
હેલ્થઃ- વાળને લગતી સમસ્યા દૂર કરવાનો ઉપાય મળી જશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
---------------------------------------
ધનઃ- EIGHT OF PENTACLES
પરિચિત વ્યક્તિની સાથે થયેલી ચર્ચાને લીધે જીવનમાં આવતા ફેરફારોનો અહેસાસ થશે. નકારાત્મક વાતોથી વધુ જે વાતોમાં તમે ફેરફાર લાવી શકો છો, તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મનમાં વધી રહેલી ઉદાસીનતા દૂર કરવા માટે તમે જીવનશૈલીમાં ફેરફાર લાવી શકો છો.
કરિયરઃ- કામને લગતા મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં રૂપિયાને લગતા ફાયદાનું ધ્યાન આપવાની જરૂર છે.
લવઃ- યુવા વર્ગને રિલેશનશિપ પ્રત્યે જાગરુકતા દેખાડવાની જરૂર છે.
હેલ્થઃ- પગ પર સોજો આવી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
---------------------------------------
મકરઃ- ACE OF CUPS
પોતાની અપેક્ષા પ્રમાણે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નોમાં સાતત્ય રાખવું તમારી માટે જરૂરી છે. મનમાં પેદા થઈ રહેલાં ડરને પોતાની ઉપર હાવી ન થવા દો. ડરની અસરમાં આવીને લીધેલા નિર્ણયો તમારી માટે ખોટા સાબિત થઈ શકે. પોતાની કાર્યક્ષમતા પર પૂરો ભરોસો રાખો.
કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોને કામ કરવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે.
લવઃ- પાર્ટનરને લીધે કોઈ મોટી સમસ્યાનો હલ પ્રાપ્ત કરી શકો છો.
હેલ્થઃ- યુરિન રિલેટેડ થતી તકલીફને ટાળશો નહીં.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 9
---------------------------------------
કુંભઃ- FIVE OF PENTACLES
પરિવારના લોકો સાથે વિવાદ પેદા થતાં રહેશે. તેમ છતાં કઠિન સમયમાં તમે એકબીજાને સાથ આપવા પ્રયાસ કરો. રૂપિયાને લગતી ચિંતા દૂર કરવા માટે હળીમળીને પ્રયાસ કરવાની જરૂર લાગશે. ભવિષ્યમાં કોઈ મોટી ખરીદી કરવા માટે હાલ પ્રયાસ કરવો જરૂરી લાગે.
કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકોને પાર્ટનરશિપમાં કામ કરવાની તક મળે.
લવઃ- પાર્ટનરના સ્વભાવનો ખોટો ફાયદો ઊઠાવવા પ્રયાસ ન કરો.
હેલ્થઃ- ચામડીને વગતાં વિકાર દૂર થઈ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 4
---------------------------------------
મીનઃ- NINE OF PENTACLES
તમારા અનુભવ દ્વારા બીજા લોકોની સમસ્યાઓનો હલ લાવવો તમારી માટે શક્ય છે. લોકોની સાથે વધતી ઓળખ તમારી એકલતા દૂર કરશે. બીજા લોકોની મદદ કરતી વખતે નવા લોકોની સાથે જોડાવાતથી તમારી ઊર્જામાં વધારો થઈ શકે.
કરિયરઃ- કામની ક્વોલિટી પર ધ્યાન આપવાની જરૂર લાગે.
લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલી જે વાતોન તમે નજરઅંદાજ કરી રહ્યાં છો તે જ ફરી નવી સમસ્યા ન પેદાં કરે તેનું ધ્યાન આપજો.
હેલ્થઃ- સાંધાઓમાં દર્દ પેદા થવાની શક્યતા છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.