તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips By Pandit Vijayshankar Mehta, Tips To Get Success And Happiness

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઈ તમારા વખાણ કરે તો તેને ધ્યાનથી સાંભળો અને પોતાનો ઉત્સાહ વધારો

20 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: વિનોબા ભાવે ઘણા વિદ્વાન માણસ હતા. એક દિવસ તેઓ તેમના સહાયક સાથે બેસીને પત્ર વાંચી રહ્યા હતા. તેમના માટે રોજ અનેક પત્રો આવતા હતા. આ દરેક પત્રો બહુ ધ્યાનથી વાંચતા અને તેના જવાબ લખીને મોકલતા હતા.

પત્ર વાંચતા-વાંચતા અચાનક વિનોબા ભાવેએ એક પત્ર ફાડીને કચરાપેટીમાં ફેંકી દીધો. આ જોઈને તેમનો સહાયક ચકિત થઇ ગયો કે પત્રમાં એવું તો શું હતું કે વિનોબા ભાવેએ તેને ફાડી દીધો. ઉત્સુકતાને કારણે તેણે વિનોબાજીને પૂછ્યું કે, શું તે ફાડેલો પત્ર જોઈ શકે છે?

વિનોબાજીની અનુમતિથી તેણે કચરાપેટીમાંથી પત્રના ટુકડા કાઢ્યા અને તેને જોડ્યા તો તે મહાત્મા ગાંધીનો પત્ર હતો.

સહાયક બોલ્યો, તમે મહાત્મા ગાંધીનો પત્ર ફાડીને ફેંકી દીધો. આ વાત ખબર ના પડી.

વિનોબા ભાવેએ કહ્યું, પત્ર ધ્યાનથી વાંચો. તેમાં બાપુએ મારા બહુ વખાણ કર્યા છે. આ વખાણ હું પચાવી શકું તેમ નથી. મને લાગે છે કે આ મને અભિમાની બનાવી દેશે. ભલે તે બાપુનો હતો તો પણ મેં ફાડીને ફેંકી દીધો.

બોધપાઠ: વખાણ બે કામ કરી શકે છે. પ્રથમ, તેનાથી આપણો ઘમંડ વધે છે. બીજું, તેનાથી આપણો ઉત્સાહ વધે છે. જો વખાણથી અહંકાર વધી રહ્યો છે તો તેની અવગણના કરવી જોઈએ.વખાણથી ઉત્સાહ વધે તો તે યોગ્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો