વૃક્ષો દૂર કરશે વાસ્તુદોષ:દિવાળીમાં સુખ સમૃદ્ધિ માટે કરો સરળ ઉપાય, વૃક્ષો તથા છોડ દ્વારા મેળવો પ્રભુકૃપા

24 દિવસ પહેલા

દિવાળીમાં લોકો પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. વાસ્તુશાસ્ત્ર એક એવુ શાસ્ત્ર છે જેમાં ન માત્ર દિશા અને ખૂણાનું મહત્વ હોય છે પરંતુ વિવિધ પ્રકારના છોડ તથા વૃક્ષો દ્વારા પર પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે. જાણીતા વાસ્તુ એક્સપર્ટ ડો. હેતલ પ્રજાપતિ પાસેથી દિવાળી નિમિત્તે જાણો વૃક્ષો અને છોડના સરળ ઉપાય. આ છોડ અને વૃક્ષ ઘરમાં કે ઘરના ગાર્ડનમાં વાવવાથી તમારા પરિવારમાં સુખ શાંતિનું આગમન થશે. સનાતન ધર્મમાં સૌથી પવિત્ર મનાય છે પીપળાનું વૃક્ષ. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એમ ત્રિદેવનો વાસ હોય છે. યજ્ઞની નવ સમિધામાં પણ વનસ્પતિનો ઉપયોગ થાય છે. વાસ્તુ પ્રમાણે કયા વૃક્ષો કે છોડ વાવવા જોઈએ તે જણાવીશુ. ઘરમાં કે ઘરના ગાર્ડનમાં કાંટાવાળા, દૂધવાળા અને ઝેરીલા છોડ કે વૃક્ષ ન વાવવા જોઈએ. વિવિધ પ્રકારની વેલ ભલે સુંદર લાગતી હોય પણ વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વાર પર વેલ ન લગાવવી કારણ કે તેમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશવામાં અડચણ આવે છે અને ઘરની અંદરની નકારાત્મક ઊર્જા પણ બહાર જઈ શકતી નથી.. પરંતુ ગેલેરીમાં કે ગાર્ડનમાં વેલ લગાવી શકાય. વાસ્તુમાં વિવિધ દિશા અને ખૂણાનું અનન્ય મહત્વ છે. તેથી ઈશાન ખૂણામાં બામ્બુનો છોડ રાખવાથી સમૃદ્ધિનું આગમન થાય છે. આ સિવાય દાડમનું વૃક્ષ પણ પવિત્ર મનાય છે જેને તમે ઘરની બહાર લગાવી શકો છો. ગેલેરીમાં કપૂરી પાનનો છોડ રાખવો ઘણો પવિત્ર મનાય છે. કપૂરી પાન દેવી લક્ષ્મીને પ્રિય છે. પૂર્વ દિશામાં અશ્વગંધા અને ગિલોયના છોડ પણ રાખી શકાય. ઘરમાં રહેલી નકારાત્મક્તાને ઓળખવાનું એક ચિન્હ છે ઉધઈ. જો ઘરમાં વારંવાર ઉધઈની સમસ્યા થતી હોય તો એનો અર્થ છે કે ઘરમા ખરાબ ઊર્જા છે.. સાથે લાલ કીડીની સમસ્યા પણ નકારાત્મક્તાને દર્શાવે છે. તેનાથી મુક્તિ માટે તમે ઘરની બહાર શમીનું વૃક્ષ રોપી શકો છો. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં મહેંદીના છોડને પણ પવિત્ર કહ્યો છે. જે ઘરમાં સુખ શાંતિ લાવે છે.

અન્ય સમાચારો પણ છે...