• Gujarati News
  • Dharm darshan
  • A PAGE OF SWORDS Card For Aquarius On Tuesday Suggests Avoiding Family Members And Giving Priority To Outsiders.

ટેરોકાર્ડ રાશિફળ:મંગળવારે કુંભ જાતકોને PAGE OF SWORDS નામનું કાર્ડ પરિવારના લોકોને અવોઈડ કરી બહારના લોકોને પ્રાધાન્યતા ન આપવાનું સૂચન કરે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ EIGHT OF PENTACLES

મનમાં ચાલતા વિચારોને બીજી વ્યક્તિ સામે સ્પષ્ટ રીતે રજૂ કરવા જરૂરી છે તેનાથી બીજા લોકોના વિચારોને સમજીને પરિસ્થિતિને બદલી શકાય છે. મનની અનેક ઈચ્છાઓ પૂરી ન થવાને લીધે મનમાં થોડી ઉદાસીનતા રહે. નવી ઊર્જાની સાથે ફરીથી પ્રયાસ કરતાં રહો.

કરિયરઃ- કરિયરને લગતી દરેક બાબતને સમજીને નિર્ણય લેવાની જરૂર રહેશે.

લવઃ- સંબંધોની કોઈપણ વાતને અવોઈડ ન કરવી.

હેલ્થઃઃ જીવનશૈલીમાં આવતા ફેરફારની અસર સ્વાસ્થ્ય પર જોવા મળી શકે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-----------------------------------

વૃષભ SEVEN OF WANDS

તમારા માર્ગમાં અનેક પ્રકારની અડચણો આવતી જણાશે. વિશ્વાસ અને ઉત્સાહને પૂરી રીતે ટકાવી રાખેને કામ કરવા જરૂરી છે. નજીકના લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં વિરોધની અસર તમારા મન પર ઊંડી રીતે પડશે. હાલના સમયે બીજા લોકો પાસે અપેક્ષા બીલકુલ ન રાખો.

કરિયરઃ- કામને લીધે તમારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયોનો વિરોધ કરવામાં આવશે પરંતુ પોતાના પક્ષને યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરો.

લવઃ- રિલેશનશિપને લગતી બાબતો ધીરે-ઘીરે સુધશે.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-----------------------------------

મિથુન EIGHT OF CUPS

જે વાતોમાં તમે ઈમોશનલી જોડાયેલાં છો, એવી બાબતોની અસર જીવન પર પણ પડી શકે છે. હાલના સમયમાં જે કામમાં સંતુલન છે, તેને સારી રીતે કરવાનો પ્રયાસ કરવો પડશે. માનસિક રીતે તકલીફ આપનારી વાતો હાલના સમયમાં ઉકેલવી શક્ય નથી. જે તકો સરળતાથી મળી રહી છે તેની પર ધ્યાન આપો.

કરિયરઃ- કરિયરને લગતા કોઈપણ પ્રકારના નિર્ણયો લેવા આસાન નથી, તેમ છતાં પ્રયાસો ચાલું રાખો.

લવઃ- સંબંધોમાં દુવિધાઓ ચાલતી હોય તો તેની અસર મન પર જણાશે.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-----------------------------------

કર્ક KNIGHT OF CUPS

હાલમાં બનેલી કોઈ ઘટનાની અસર મન પર જોવા મળશે. જે કામને સુધારવાનો તમે પ્રયાસ કરી રહ્યાં છો તેમાં પરિવર્તન આવવામાં સમય લાગશે. પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપો. મોટાભાગે જીત તમારી થશે, પરંતુ સંયમ પણ રાખજો.

કરિયરઃ- કામને લગતો ઉત્સાહ જણાશે, કામમાં હાઈ રિસ્ક ન લેવું.

લવઃ- પાર્ટનરના વર્તનથી મન બેચન રહેશે.

હેલ્થઃ- પેટને લગતા વિચારો પેદા થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

----------------------------------

સિંહ SEVEN OF PENTACLES

જે બાબતો પર અત્યાર સુધી સંયમ જાળવ્યો હતો, તેની ઉપર દ્રષ્ટિકોણ બદલીને કંઈ દિશામાં જવું છે તે સ્પષ્ટ થશે. બીજા લોકોનો સાથ મળવા છતાં મનમાં એકલતા જણાશે. જે કામને લઈને તમે જીદ્દ કરી રહ્યાં છો તેમાં અવલોકન કરવાની જરૂર છે.

કરિયરઃ- એગ્રીકલ્ચર સાથે જોડાયેલાં લોકોને મોટો ફાયદો મળી શકે.

લવઃ- ભૂતકાળમાં બનેલી ઘટનાઓની ચર્ચા કરવાથી સંબંધોમાં ખટાશ પેદા થશે.

હેલ્થઃ- વડીલોની જૂની બીમારી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 7

-----------------------------------

કન્યા THE LOVERS

જીવનમાં આવતા ફેરફાર અને પરિવારના લોકોની સાથે વિતાવેલો સમય તમારી માનસિક અવસ્થ્ને સારી રીતે સુધારી દેશે. લોકો દ્વારા મળતી સલાહ પર ધ્યાન આપો. હાલ તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

કરિયરઃ- કામની જગ્યાએ સમયમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરો.

લવઃ- સંબંધોને લગતો નિર્ણય ઝડપથી લેજો.

હેલ્થઃ- યુરિન ઈન્ફેક્શન થયું હોય તો અવોઈડ ન કરો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

-----------------------------------

તુલા EIGHT OF SWORDS

જે પ્રકારે તમે નિર્ણય લીધા હોય તેના પરિણામનો સામનો કરવાની તૈયારી રાખજો. રૂપિયાને લગતા ઊતાર-ચઢાવ જોવા મળે. પરંતુ શિષ્તતા જાળવી રાખશો તો આર્થિક સમસ્યા દૂર થશે. બીજા લોકો દ્વારા કહેવામાં આવેલી વાતોને સમજવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- વેપારી વર્ગને મળી રહેલી નવી તકો પર ધ્યાન આપવું જરૂરી છે, પણ નિર્ણય હાલ ન લેવા.

લવઃ- કઠિન નિર્ણયને અમલમાં લાવવા માટે પાર્ટનરનો સાથ જરૂરી છે.

હેલ્થઃ- અપચાની કમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

-----------------------------------

વૃશ્ચિક FIVE OF CUPS

માનસિક અને શારીરિક રીતે થાક જણાશે. જેમાં હાલ તમે ફેરફાર કરવા ઈચ્છતાં હતાં તેને હાલ મોકૂફ રાખો. આજનો દિવસ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવામાં વિતાવવાની જરૂર છે. આરામ કરવા પર ધ્યાન આપજો.

કરિયરઃ- કામને લગતી જે તક જતી કરી હતી તેની ઉપર ફરી ધ્યાન આપો. તમારી સમસ્યાનો માર્ગ મળશે.

લવઃ- બદલાતાં જતા સંબંધોને લીધે પાર્ટનરને ચિંતા જણાશે.

હેલ્થઃ- શરીરમાં વધતું ડિાઈડ્રેશન તકલીફનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-----------------------------------

ધન KNIGHT OF PENTACLES

તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લીધે પરિવારમાં ચિંતા જણાશે. પરંતુ પોતાના નિર્ણય પર વિશ્વાસને ટકાવી રાખો. તમે અડગ રહોજો. આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવવા ધીરે-ધીરે પ્રયાસ કરો. દૂરદ્રષ્ટિ રાખીને રોકાણ કરવાનું વિચારી શકો.

કરિયરઃ- કામને લીધે પેદા થઈ રહેલી તકરાર વિવાદનું કારણ ન બને તે જોજો.

લવઃ- યુવા વ્યક્તિ તમારી પ્રત્યે આકર્ષિત થતાં જોવા મળે.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી કોઈપણ તકલીફ ન વધે તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

-----------------------------------

મકર THE HIEROPHANT

ભૂતકાળ વિશે વિચારવાનું છોડી દો. વર્તમાનમાં જે પ્રકારે પ્રયત્નો કરશો તેમાં જ ભવિષ્યને લગતી દિશા પ્રાપ્ત થશે, આ વાતને ઊંડાણથી સમજીને સ્વભાવ અને કામમાં ફેરફાર લાવવાની જરૂર છે. તમારા દ્વારા નક્કી કરવામાં આવેલાં ગોલ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી તેનું ધ્યાન રાખો.

કરિયરઃ- અભ્યાસમાં રસ વધવાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રયાસો વધતાં રહેશે.

લવઃ- લગ્નને લગતાં નિર્ણયો લેતી વખતે પોતાના વિચારોને પ્રાધાન્ય આપો.

હેલ્થઃ- તાવ અને એલર્જીની તકલીફ રહે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-9

-----------------------------------

કુંભ PAGE OF SWORDS

તમારો નિશ્ચય પાક્કો થઈ રહ્યો છે અથવા અહંકારને લીધે તમે જીદ્દી બની ગયા છે આ બાબતે વિચાર કરીને વર્તમાનમાં નિર્ણયો લો. જેની સાથે તમે ઈમોશનલી રીતે જોડાયેલાં છો તેની સાથે સમય વિતાવવાની જરૂર છે. પરિવારના લોકોને નજરઅંદાજ કરીને બીજા લોકોને વધુ પ્રાધાન્યતા આપવાની ભૂલ ન કરો.

કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલાં લોકોને કામની જગ્યાએ પેદા થઈ રહેલી સ્પર્ધા પણ ધ્યાન આપો.

લવઃ- તમારા વર્તનને લીધે પાર્ટનરને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- સ્વાસ્થ્ય સારું રહે પરંતુ એસીડીટી ન થાય તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

-----------------------------------

મીન THREE OF WANDS

માનસિક રીતે બેચેની જણાશે તેમ છતાં તમે પોતાને સ્થિર રાખીને કામ કરતાં રહેશો. કોઈ મોટી ખરીદી કરવાનું તમે વિચારી રહ્યાં હોવ તો તેને પૂરી કરવા આર્થિક મદદની જરૂર જણાય. પરંતુ પરિવાર સિવાય બીજા લોકો પાસે ઉધારી માંગવાની ભૂલ ન કરશો.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં કામ શરૂઆતમાં કઠિન જણાશે. પરંતુ હાલ આ કામ દ્વારા કામમાં સ્થિરતા આવી રહી છે.

લવઃ- પાર્ટનરને લગતી ચિંતા રહી શકે છે.

હેલ્થઃ- ઊલ્ટી અને અપચાની સમસ્યા ન વધે તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3