પુખરાજ કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

divyabhaskar.com

Jun 01, 2018, 01:00 PM IST
Which finger to wear yellow sapphire ring in

ધર્મ ડેસ્ક : પોખરાજ ગુરૂનો રત્ન છે. આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા લોકો માટે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન અને મીન રાશિના લોકોએ પોખરાજ પહેરવો જોઈએ, જેનાથી તેઓના સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

આ રત્નનો દેખાવ પારદર્શી હોય છે તથા સફેદ, બસંતી અને પીળા રંગમાં મળી આવે છે. પોખરાજનો ઉપરત્ન ટાઇગર, સોનેરી પીળો હકીક છે. તેને સોનાની અષ્ટધાતુમાં પહેરી શકાય છે. ગુરુ ગ્રહ સકારાત્મકતા, ભાગ્ય, જ્ઞાન, શ્રદ્ધા, અને નસીબને રજૂ કરે છે.

ગુરુએ કૃપા વરસાવનાર ગ્રહ છે. મેષ, વૃશ્ચિક, ધન અને મીન જન્મલગ્નના જાતકોએ જ ગુરુ ગ્રહનો નંગ પહેરવો સલાહભર્યું રહેશે. હૃદયરોગ, મોની દુર્ગંધ કે રોગ, રક્તસ્ત્રાવ, મંદાગ્નિ, કુષ્ઠરોગ, પાંડુરોગના દર્દીઓ માટે આ રત્ન લાભકારી છે.

X
Which finger to wear yellow sapphire ring in
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી