હોલિસ્ટિક હીલિંગ / નકારાત્મક ઊર્જા દૂર કરીને સાતેય ચક્રોને બેલેન્સ કરતું ક્રિસ્ટલ કેલ્સાઈટ

this crystal removes negative energy

divyabhaskar.com

Apr 08, 2019, 02:27 PM IST

ધર્મ ડેસ્ક: દુનિયામાં દરેક વ્યક્તિ સુંદર, શક્તિશાળી, સ્વસ્થ અને સ્ફૂર્તિવાળી રહેવા ઇચ્છે છે, પરંતુ ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા બધા ફેરફાર થાય છે. હોર્મોન્સ બદલાય છે. તેને લઈને કેલ્શિયમની ઊણપ, ત્વચા ખરાબ થવી, બ્લડપ્રેશર વધવું-ઘટવું જેવી અનેક બીમારી થાય છે. આ દરેક બીમારીનો ઇલાજ આપણી પાસે જ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ધ્યાન કરવું તે સર્વશ્રેષ્ઠ છે. ધ્યાન કરવાથી દરેક રોગ દૂર થાય છે. હોલિસ્ટિક હીલિંગ મુજબ ઘણા બધા ક્રિસ્ટલ એવા છે જે આપણને હેલ્થ, વેલ્થ અને ઇમોશનમાં મદદરૂપ થાય છે, પરંતુ એક ક્રિષ્ટલ એવું છે જે ખૂબ ઊર્જાવાન છે અને આપણા શરીરની ઊર્જાશક્તિ સાથે મળીને ખૂબ જ ઝડપથી હીલિંગ કરી અધ્યાત્મ શક્તિ સાથે જોડીને શરીરને ઊર્જાવાન બનાવે છે. આ ક્રિસ્ટલનું નામ કેલ્સાઇટ છે.


કેલ્સાઇટ અલગ અલગ રંગમાં ઉપલબ્ધ છે. જેમાં ગ્રીન, બ્લૂ, યલો, ઓરેન્જ, ગ્રે અને રેડ રંગમાં હોય છે. આ ક્રિસ્ટલ અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, પેરુ, આઇસલેન્ડ, રોમાનિયા, બ્રાઝિલ જેવા દેશોમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.આ ક્રિસ્ટલ પોચો હોય છે. તેની હાર્ડનેશ વધારે હોવાથી તે પડતાની સાથે તૂટી જાય છે.
જે લોકો હીલિંગ ફિલ્ડમાં છે. રેઇકી હીલિંગ, ઓરા હીલિંગ, ડિસ્ટન્સ હીલિંગ ઉપર કામ કરતા હોય તેમના માટે ખૂબ જ પ્રભાવશાળી સાબિત થાય છે. ડિસ્ટન્સ હીલિંગ માટે પાવરફુલ ક્રિસ્ટલ છે.જે બાળકો ભણતાં નથી તેમના ટેબલ ઉપર આ ક્રિસ્ટલને જમણી બાજુ મૂકી રાખવાથી સ્ફૂર્તિ અને એકાગ્રતા વધે છે. બાળક ભણવામાં ધ્યાન આપે છે.


જો આપણા ઘરના ડ્રોઇંગ રૂમમાં રાખવામાં આવે તો નકારાત્મક ઊર્જા નાબૂદ થાય છે અને આખો રૂમ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે માટે તેને ડ્રોઇંગરૂમના અગ્નિ ખૂણામાં રાખવો જોઈએ.

  • જે લોકો દરરોજ ધ્યાન કરે છે અથવા પોતાનો ધ્યાનરૂમ અલગથી હોય તેમને ત્યાં આ ક્રિષ્ટલ રાખવાથી આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે અને ધ્યાન માર્ગમાં આગળ વધાય છે.
  • ઓફિસની અંદર આ ક્રિસ્ટલ રાખવાથી કામ કરવાની તાકાત વધે છે.
  • આપણા શરીરનાં સાતેય ચક્રોને ક્લિયર કરીને બેલેન્સ કરે છે તથા દરેક ચક્રની ઊર્જા વધારવામાં મદદરૂપ થાય છે.
  • ઉંમર વધવાની સાથે શરીરમાં કેલ્શિયમની ઊણપ થતી નથી. આ ક્રિસ્ટલના ઉપયોગથી શરીરનાં હાડકાં અને ઘૂંટણને મજબૂતી મળે છે.
  • જ્યારે ત્વચારોગ થાય કે ત્વચા ખરાબ થાય ત્યારે આ સ્ટોન પાસે રાખવાથી અથવા મસાજરથી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તૂટેલા ટિસ્યૂઝને હિલ કરે છે. કેલ્સાઇટને અલ્સર ઉપર રાખી મૂકવાથી પણ ફાયદો થાય છે.

અલગ અલગ કલરના કેલ્સાઇટનો ઉપયોગ અલગ અલગ બીમારી માટે થાય છે.
ગોલ્ડન કેલ્સાઇટ : આને નાભી ચક્ર અને સહસ્ત્રારચક્ર ઉપર રાખવાથી આધ્યાત્મિક અને માનસિક શક્તિ વધારે છે.
ગ્રીન કેલ્સાઇટ: આ આપણને જૂના વિચારોમાંથી મુક્ત કરે છે. બેક્ટેરિયા, ઇન્ફેક્શન, આર્થરાઇટિસ, લિગામેન્ટ્સ ટીયર, મસ્ક્યુલર બોર્ન, બર્ન જેવી બીમારીમાં રાહત આપે છે. બાળકો માટે અને ઊંઘની બીમારી હોય તેમને ઓશિકા નીચે રાખવાથી ફાયદો જણાય છે.
બ્લૂ કેલ્સાઇટ: જેમને હાઇબ્લડ પ્રેશર હોય, નર્વસ થઈ જતા હોય તથા બેચેન રહેતા હોય તેમના માટે લાભદાયક છે.
ક્લિયર કેલ્સાઇટ: આ સ્ટોન અમૃત સમાન માનવામાં આવે છે. બધાં જ દુ:ખોની એક દવા છે તે બધાં જ ચક્રોને સંતુલિત કરે છે.
બ્લેક કેલ્સાઇટ: આ ક્રિષ્ટલ આપણને આઘાત અને ટ્રોમામાંથી બહાર કાઢે છે. વ્યક્તિને ડિપ્રેશનમાંથી બહાર કાઢે છે.

X
this crystal removes negative energy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી