• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Zodiac Change Of Venus: Seven Zodiac Signs Including Libra And Sagittarius Are Likely To Gain Money; Opportunities For Advancement Can Also Be Found

24 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં શુક્ર રહેશે:તુલા અને ધન સહિત સાત રાશિના લોકોને ધનલાભ થવાના યોગ, ઉન્નતિ પણ મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

31 ઓગસ્ટથી શુક્ર રાશિ બદલીને સિંહમાં આવી ગયો છે. અહીં 25 દિવસ રહ્યા પછી કન્યા રાશિમાં જતો રહેશે. જ્યોતિષીઓ પ્રમાણે સૂર્ય સાથે તેની જ રાશિમાં શુક્રનું રહેવું મોટા ફેરફારનો સંકેત આપી રહ્યું છે. હવે આ બંને ગ્રહોની યુતિ બનવાથી દેશ-દુનિયામાં મોટા નિર્ણય લેવાય તેવા યોગ બની રહ્યા છે.

આ રાશિ પરિવર્તન અનેક લોકો માટે સારું રહેશે. કળા સાથે જોડાયેલાં લોકોમાં ઉત્સાહ જોવા મળશે. ગ્લેમર અને ફેશન સાથે જોડાયેલાં લોકો માટે ફાયદો આપનાર સમય રહેશે. દેશની અર્થવ્યવસ્થામાં સુધાર થશે. બજારમાં ખરીદી અને રોકાણ વધશે. મોંઘવારી ઘટશે. રાજનીતિમાં મોટા ફેરફાર અને એકબીજા સાથે વિવાદ થવાના યોગ બનશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શુક્રનું સિંહ રાશિમાં આવવું થોડા લોકો માટે સુખદ અને ફળદાયી રહેશે. સિંહ અગ્નિ તત્વની રાશિ છે અને શુક્ર રસ પ્રધાન ગ્રહ છે. જે ભૌતિક સુખ-સુવિધાઓ અને સમૃદ્ધિનો ગ્રહ છે. તેના પ્રભાવથી કૃષિ, કળા, ઇલેક્ટ્રોનિક્સ અને સૌંદર્ય પ્રસાધનના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને ફાયદો થશે.

તુલા અને ધન સહિત સાત રાશિના લોકો માટે શુભ
શુક્રની ગતિમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ 7 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઇ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય મળશે. લવ લાઇફ અને દાંપત્ય જીવનમાં સુખ મળશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શુક્રનું સિંહ રાશિમાં આવવું થોડા લોકો માટે સુખદ અને ફળદાયી રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શુક્રનું સિંહ રાશિમાં આવવું થોડા લોકો માટે સુખદ અને ફળદાયી રહેશે

મકર અને કન્યા રાશિના લોકો માટે મિશ્રિત સમય
સૂર્યની રાશિમાં શુક્રના આવવાથી સિંહ અને મેષ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપને લગતા મામલાઓ ગુંચવાઇ શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણય સમજી વિચારીને લેવાં.

વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે અશુભ
શુક્રના રાશિ બદલવાથી વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડ-ભાગ વધી શકે છે.