રાશિ પરિવર્તન:મંગળવારથી સૂર્યનું વૃશ્ચિક રાશિમાં 30 દિવસ સુધી ભ્રમણ, વૃષભ, સિંહ, ધન રાશિના લોકો માટે સમય મુશ્કેલ બની શકે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીઓના મતે વૃશ્ચિક મંગળની રાશિ હોવાથી તોફાની ઊથલપાથલ થઈ શકે
  • કન્યા રાશિના લોકો માટે શુભ સમય, નવા સાહસમાં સફળતા મળે

મંગળવારથી સૂર્ય ગ્રહ મંગળની તોફાની ગણાતી વૃશ્ચિક રાશિમાં સતત એક મહિના સુધી પરિભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિમાં હાલ મંગળ ભ્રમણ કરે છે, જેથી વૃશ્ચિક રાશિમાં સૂર્ય-મંગળની યુતિ બનશે. જ્યોતિષી આશિષ રાવલ અનુસાર, વૃશ્ચિક જળ રાશિનું મૂળભૂત કારકત્વ વેર,બદલાભાવ,ડંખી સ્વભાવ કંઈક અંશે અહંમવાળું છે. આ ભ્રમણ આચાર્યોના મતે અશુભ છે. કારણ કે સૂર્ય અંગારાત્મક અને મંગળ પોતે ઉર્જા માટે હોવાથી આગ, અકસ્માત,શોર્ટ સર્કિટના બનાવ વધી શકે. નિસર્ગ કુંડળીથી 8મા ભાવે પસાર થવાથી પાણીજન્ય,ચામડીના કે ચેપીરોગો થવાની સંભાવના છે. ભારતની કુંડળી મુજબ સાતમા ઘરમાં પસાર થવાથી પ્રજાને સરકારથી વધુ વેરા, દંડ, અન્ય ચાર્જ આપવાનો વારો આવી શકે છે. રાજકીય મહાનુભાવોમાં વાદ-વિવાદ વધે, તેમના કૌભાંડ બહાર આવે.આ પરિભ્રમણ વૃષભ, સિંહ અને ધન સિવાયની રાશિ માટે મુશ્કેલ સમય લાવી શકે છે.

મેષતબિયત બગડી શકે.અકસ્માત ન થાય તેની કાળજી રાખવી. મહેનત પ્રમાણે વળતર ન મળે.
વૃષભલગ્નજીવનમાં મત-મંતાતર આવી શકે. માન-સન્માન, પ્રતિષ્ઠા, વધે. સરકારી કામકાજ સારા થાય.
મિથુનઅજાત કે હિતશત્રુ પર વિજય મેળવવાના ઉજળા સંયોગો છે. નોકરિયાતને પ્રમોશન મળી શકે.
કર્કસંતાનના કારકિર્દી અંગેના પ્રશ્નો હલ થતાં દેખાય. અગાઉ વડીલો સાથે બગડેલા સંબંધો સુધરે.શેરબજારમાં આકસ્મિક નુકસાન ન થાય તેની સાવધાની રાખવી.
સિંહબીપી કે હૃદયને લગતી તકલીફ વધે.નવી નવી કામગીરીમાં સફળતા મળે. સામાજિક વ્યવહારમાં માનહાનિ થઈ શકે.
કન્યાનવા સાહસ કરવામાં સફળતા સારી મળે. ભાગ્ય પરિવર્તન માટે શુભ સમય. યુવકોએ ખોટી સોબત અને વ્યસનથી ચેતવું.
તુલાવાણીમાં ઉગ્રતા આવે.વાહન ચલાવવામાં કાળજી રાખવી.જૂના વિલ-વારસાના પ્રશ્નો વધુ વકરે.
વૃશ્ચિકઆવક કરતાં જાવક વધે.આરોગ્ય અંગેની તકલીફો થઈ શકે.ધાર્મિક કામોમાં સમય વ્યતિત થાય.
ધનઆકસ્મિક ખર્ચા વધી શકે. નોકરિયાત વર્ગને બદલી સંભવ. દરેક કામમાં અડચણ આવે તેવું વાતાવરણ ઊભું થાય.
મકરવડીલો મારફતે અટકાયેલા કામો ઉકેલાય.ઉઘરાણીના પૈસા મળી શકે છે.નવી નોકરી મળવાના યોગ.
કુંભકાર્યસ્થળમાં સરકારી સહાય મળે.નવા મકાન વાહન યોગ સંભવ. માતાની તબિયત બગડી શકે.
મીનનવા નવા સાહસોમાં સફળતા મળે. ભાગ્ય પરિવર્તન,તમારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કાળજીપૂર્વક લેવા જોઈએ.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે