નાની કન્યાઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, ચૈત્ર નવરાત્રિમાં દરરોજ તેમની પૂજા કરવી જોઇએ

Young girls are considered as goddesses, they should be worshiped daily in Chaitra Navratri
X
Young girls are considered as goddesses, they should be worshiped daily in Chaitra Navratri

  • 2 એપ્રિલ સુધી નાની કન્યાઓને અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ, વસ્ત્ર અને ફળ દાન કરો

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 10:16 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ વર્ષે આ પર્વ નવ દિવસીય રહેશે. ગુરૂવાર, 2 એપ્રિલે નોમ તિથિ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નવરાત્રિમાં દેવી માતાના સ્વરૂપ નાની કન્યાઓની પૂજા કરવી જોઇએ. આ દિવસોમાં કન્યાઓને સુંદર વસ્તુઓ ભેટ આપવાની પરંપરા છે.

> 25 માર્ચ, બુધવાર- ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમ તિથિએ કન્યાઓને ફૂલ અને શ્રૃંગારની વસ્તુઓ દાન કરો.

> 26 માર્ચ, ગુરૂવાર- બીજ તિથિએ કન્યાઓને ફળ આપીને તેમની પૂજા કરો. ખાટ્ટા ફળ આપવા નહીં.

> 27 માર્ચ, શુક્રવાર- તીજ તિથિએ કન્યાઓને મીઠાઈનું દાન કરો. ખીર, હલવો કે કેસરી ચોખાનું દાન કરી શકો છો.

> 28 માર્ચ, શનિવાર- ચોથ તિથિએ કન્યાઓને વસ્ત્ર દાન કરો. જેમ કે, રૂમાલ, ડ્રેસ કે રંગ-બેરંગી રીબિન પણ આપી શકો છો.

> 29 માર્ચ, રવિવાર- પાંચમ તિથિએ નાની કન્યાઓને ચાંદલા, બંગડી, વાળની ક્લિપ્સ, સુગંધિત સાબુ, કાજલ, નેલપોલિશ, પાવડર વગેરે દાન કરો.

> 30 માર્ચ, સોમવાર- છઠ્ઠ તિથિએ રમત અને મનોરંજનની સામગ્રી દાન કરો.

> 31 માર્ચ, મંગળવાર- સાતમ તિથિએ માતા સરસ્વતીની કૃપા મેળવવા માટે કન્યાઓને અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ દાન કરો. પેન, સ્કેચ પેન, પેન્સિલ, કોપી, ડ્રોઇંગ બુક્સ, વોટર બોટલ, કલર બોક્સ, લંચ બોક્સ વગેરે વસ્તુ આપી શકો છો.

> 1 એપ્રિલ, બુધવાર- આઠમ તિથિએ કન્યાઓને સુંદર શ્રૃંગાર પોતાના હાથેથી આપો. કન્યાના પગની પૂજા કરો. પગ ઉપર ચોખા, ફૂલ અને કંકુ લગાવો. કન્યાને ભોજન કરાવો.

> 2 એપ્રિલ, ગુરૂવાર- નોમ તિથિએ કન્યાઓને ખીર-પૂરી ખવડાવો. તેમના પગમાં અળતો અને હાથમાં મેંદી લગાવો. દક્ષિણા આપો. કન્યાઓને લાલ ચુંદડી ભેટમાં દાન કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી